HomeWild Life Newsઅમરેલી: નથી અટકતો એશિયાટીક સિંહોના મોતનો સિલસિલો, વાડી માંથી મળ્યો બાળસિંહનો મૃતદેહ

અમરેલી: નથી અટકતો એશિયાટીક સિંહોના મોતનો સિલસિલો, વાડી માંથી મળ્યો બાળસિંહનો મૃતદેહ

અમરેલી જિલ્લામાં સિંહોના મોતનો સિલસિલો યથાવત હોય તેમ વધુ એક સિંહબાળનું મોત નિપજતા સિંહ પ્રેમીઓમાં અરેરાટી ફેલાઇ છે. હજુ બે દિવસ અગાવ જ સાવરકુંડલા નજીક માલગાડી હડફેટે એક સિંહણ અને બે સિંહબાળના મોત થયાની ઘટનાની શાહી સુકાઇ નથી. મળતી માહિતી મુજબ ખાંભા વિસ્તારમાં એક ખેતરમાંથી એક સિંહબાળ મૃત હાલતમાં મળી આવતા વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. હાલ તો આ ઘટનામાં સિંહબાળનું કુદરતી રીતે મોત થયાનું જાહેર કરવામાં આવ્યું છે.

ખાંભાના ઇંગોરાળા ગામના એક ખેતરમાં વાવેલ તુવેરના પાકની વચ્ચે એક સિંહબાળ મૃત હાલતમાં પડયું હોવાનું વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા.

વન વિભાગની ટીમે અહીં તપાસ કરતા માલુમ પડયું હતું કે, વાડીમાંથી મળી આવેલ સિંહનું બચ્ચું માત્ર ત્રણ માસનું હતું. અને તેનું રાત્રીના અથવા વહેલી સવાર આસપાસ મોત થયું હોય તેવું જણાઇ આવતું હતું. મોતનું સાચું કારણ જાણવા માટે સિંહબાળનું ખાંભા રેન્જ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવતા વનવિભાગે આ સિંહબાળનું મોત કુદરતી રીતે થયું હોવાનું જાહેર કર્યું હતું. બાદમાં સિંહબાળને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

- Advertisment -