HomeWild Life Newsઅમરેલી: ત્રણ એશિયાટીક સિંહોના મોતનો મામલો, રાજય સરકાર અને રેલવે જવાબ રજુ...

અમરેલી: ત્રણ એશિયાટીક સિંહોના મોતનો મામલો, રાજય સરકાર અને રેલવે જવાબ રજુ કરે- HC

અમરેલી સાવરકુંડલાના બોરાળા ગામ નજીક 3 સિંહના મોત નીપજતા વન્યપ્રેમીઓ રોષ વ્યાપી જવા પામ્યો હતો. બોરાળા ગામ નજીક બોટાદથી પીપાવાવ જતી માલવાહક ટ્રેન પસાર થઈ રહી હતી. ત્યારે એ જ રેલ ટ્રેક પરથી પસીર થતા 6 સિંહોના સમુહ માંથી 3 સિંહો ટ્રેનની અડફેટે આવી જતા એક માદા અને બે નર સિંહના મોત નિપજ્યા હતા. તમામ મૃતક સિંહોની ઉંમર 1થી 2 વર્ષ હોવાનું સામે આવ્યું હતું.

જોકે આ ત્રણ એશિયાટીક સિંહોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને રેલવે વિભાગનો ખુલાસો માગ્યો છે. આ અકસ્માતન ઘટના અંગે બન્ને પક્ષકારોએ શું પગલાં લીધા છે તેનો અહેવાલ આગામી તા. 16 જાન્યુઆરીના રોજ રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ગીરમાં સિંહોના અકુદરતી મોત મામલે ગુજરાત હાઇકોર્ટે હાથ ધરેલી સુઓમોટો સુનાવણીમાં આ ટકોર કરવામાં આવી છે.

સુઓમોટો અરજીની સુનાવણીમાં રજૂઆત કરવામાં આવી હતી કે ગીરમાં સિંહોના અકુરતી મોત માટે પાળ વગરના કૂવા, ઇલેક્ટ્રીક ફેન્સિંગ અને રેલવેલાઈન સૌથી મુખ્ય કારણો છે. તેમાં પણ તા. 19 મી ડિસેમ્બરે સાવરકુંડલા નજીક માલગાડી અડફેટે એક સિંહણ અને બે સિંહના મોત થવાની ઘટનાને મુખ્યત્વે રજૂ કરવામાં આવી હતી.

આ ઉપરાંત તા. 20 મી ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે પણ આ વિસ્તારમાં એક સિંહણ ટ્રેનની ટક્કરથી ઇજાગ્રસ્ત થઈ હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાને રાખી હાઇકોર્ટે પ્રશ્ન કર્યો હતો કે ગીરમાંથી પસાર થતી રેલવેલાઇનના કારણે સિંહોને કોઈ નુકલાન ન થયા તેવા પ્રકારનું કોઈ આયોજન રેલવે વિભાગે કર્યુ છે કે નહીં. ઉપરાંત ત્રણેય સિંહોના મોત પછી કેન્દ્ર સરકાર અને રેલવે વિભાગે કોઈ કયા પગલાં લીધા છે તેની સ્પષ્ટતા રજૂ કરવા પણ જણાવ્યું છે અને વધુ સુનાવણી આગામી તા. 16મી જાન્યુઆરીના રોજ હાથ ધરાશે.

- Advertisment -