Home Wild Life News પંચમહાલઃ દીપડાએ માસૂમ બાળકી પર કર્યો હુમલો

પંચમહાલઃ દીપડાએ માસૂમ બાળકી પર કર્યો હુમલો

0
પંચમહાલઃ દીપડાએ માસૂમ બાળકી પર કર્યો હુમલો
WSON Team

પંચમહાલ જિલ્લામાં દીપડાનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના આંબાખૂટ ગામ ખાતે દીપડાએ બાળકી પર હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી મુજબ ઘરની બહાર બાળકી રમતી હતી તે દરમિયાન દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. દીપડાના હુમલાથી બાળકી લોહીલૂહાણ થઈ ગઈ હતી. ઘાયલ બાળકીને ગામના લોકોએ તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.

જોકે હુમલા બાદ પણ દિપડાએ પોતાની દેહશત કાયમ રાખતા તે જ વિસ્તારમાં પોતાનો અડીંગો જમાવી દીપડો બાજુમાં રસ્તાં પર જ બેસી રહ્યો હતો. આખરે ગ્રામજનોને દીપડાને જગંલ તરફ ભગાડવામાં સફળતા મળી હતી.

આંબાખૂટ ગામ ખાતે ઘર બહાર રમી રહેલી આદિવાસી પરિવારની બાળકી પર દીપડાએ અચાનક હુમલો કરી દીધો હતો. દીપડાએ બાળકને ગળા ભાગે હુમલો કર્યો હતો અને ગંભિર ઈજાઓ પહોચાડી હતી. જોકે પરિવારના સભ્યોનું ધ્યાન જતાં બાળકીને બચાવી લેવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here