HomeWild Life Newsગુજરાતના આ સરોવર ખાતે વિદેશી પક્ષીઓનું આગમન: આ પક્ષીઓ બન્યા અહિંયા આકર્ષણનું...

ગુજરાતના આ સરોવર ખાતે વિદેશી પક્ષીઓનું આગમન: આ પક્ષીઓ બન્યા અહિંયા આકર્ષણનું કેન્દ્ર

આ પક્ષી અભયારણ્ય મુળભુત રીતે 360 જેટલા નાના ટાપુઓથી વ્યાપેલું એક તળાવ છે. અમદાવાદથી 64 કિ.મીના અંતરે અને સાણંદ ગામથી નજીકના આ સરોવર ગુજરાતમાં આવેલું સૌથી મોટું ભીની જમીન ( કાદવવાળી ) જમીન પરનું પક્ષી અભયારણ્ય છે. અહિ આપણને 200થી વધારે પક્ષી પ્રજાતિઓ  કે જેઓ અહી વસવાટ કરે છે. તે જોવાનો મોકો મળે છે.

દર વર્ષે શિયાળાની શરૂઆત સાથે જ દેશ વિદેશના પક્ષીઓ અમદાવાદ જિલ્લામાં નળસરોવર તરફ નજર કરતા હોય છે.ત્યારે ચાલુ વર્ષે પણ નળ સરોવરમાં પક્ષીઓનું આગમન થઇ ચૂક્યું છે. કોરોનાના કેસ ઘટતા મોટી સંખ્યામાં સહેલાણીઓની ભીડ જોવા મળી રહી છે.

નળ સરોવરમાં ૨૫૦થી વધુ પ્રજાતિઓના દેશી-વિદેશી પક્ષીઓ અહીં આવે છે. https://wildstreakofnature.com/gujarat-nalsarovar-lake-sanctuary-perfect-destination-weekend/આ ઉપરાંત 72 જાતિની માછલીઓ, 48 જાતની લીલ, 72 જાતિની સુષુપ્ત વનસ્પતિઓ, 76 જાતની જળચર પ્રાણીઓ અહીં રહેલા છે.આ બધાને નિહાળવા ડિસેમ્બર મહીનાથી ખુબ જ મોટી સંખ્યામાં દુર દુરથી મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે.

મહત્વનું છે કે ઇરાન અને અફઘાનિસ્તાનથી પણ પક્ષીઓ આ સરોવરની મુલાકાત લે છે. ખાસ કરીને ફ્લેમિંગો તેના સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.આ સરોવરમાં ભરપૂર પાણી રહેવાથી તેમાં માછલીઓ અને અન્ય જીવજંતુ પુષ્કળ પ્રમાણમાં હોય છે. https://wildstreakofnature.com/what-you-know-about-nalsarovar-bird-sanctuary-and-what-you/આથી નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૌથી વધારે પ્રમાણમાં પક્ષીઓ અહીં રહેઠાણ બનાવી લે છે. ઇરાન અને અફઘાનિસ્તાનથી પણ પક્ષીઓ નળ સરોવર આવે છે. ખાસ કરીને ફ્લેમિંગો તેના સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

નળ સરોવરમાં ઠેર ઠેર ઉગી નીકળેલા ઉંચા ઘાસના વિસ્તારમાં અન્ય નાના પક્ષીઓના કલરવ સાંભળી શકાય છે. નાના કદના, મોટા કદના, ફલેમિંગો પક્ષી, સ્પુનબિલ્સ ટીલ્સ, સારસ, મુરહેન્સ, અને લાંબા પગવાળા બગલા ઉપરાંત જંગલી ગધેડાઓના નાના ઝુંડ, નોળીયા, જંગલી બીલાડી, ભારતીય શિયાળ, વરૂ, જરખ, જેકલ જેવા પ્રાણીઓ અહિ જોવા મળી જાય છે. નવેમ્બરથી એપ્રીલના 6મહિનાનો ગાળો નળસરોવરની મુલાકાત લેવા માટેનો યોગ્ય સમય ગણાય છે.

- Advertisment -