જિલ્લાના સાવરકુંડલાના મિતિયાળા અભ્યારણ્યમાં અચાનક આગ લાગતા અફડાતફડી મચી હતી. આગ સાવજોનાં નિવાસ સ્થાન તરીકે જાણીતા ડુંગરાળ વિસ્તારનાં પ્રસરતા વન વિભાગ અને ફાયર વિભાગના કર્મચારીઓ દોડતા થયા હતા. આગ પર કાબુ મેળવવામાં આવ્યો હોવાનો અહેવાલ છે. જો કે હજુ કેટલાક વિસ્તારમાં ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા છે.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર મિતિયાળા અભ્યારણ્યમાં સિંહો સહિત દરેક વન્યજીવો વસવાટ કરી રહ્યા છે. જંગલમાં લાગેલી આગ રેવન્યુ વિસ્તાર સુધી પ્રસરેલી હતી. આ વિસ્તારને સિંહના નિવાસ સ્થાન તરીકે માનવામાં આવે છે. તેવામાં અભ્યારણ્ય વિસ્તારના આગના સમાચારથી ઉચ્ચ અધિકારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. આગને કાબુમાં લેવા માટે ફાયરના જવાનો દોડતા થયા હતા.
સિંહ, દીપડા, નીલગાય સહિત પક્ષી પ્રાણી સહિત નાના મોટા જીવો અહીં રહે છે. જો કે કોઇ જાનહાનીના સમાચાર હજી સુધી મળ્યા નથી. આ સમગ્ર મુદ્દે વન વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. કોઇ પણ જીવને આગના કારણે કોઇ ઇજા ન પહોંચે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.