ગુજરાતના ગીર સાસણ સફારી પાર્ક વરસાદના કારણે ચાર મહિનાથી બંધ રાખવામાં આવ્યો હતો. જેને તા.16મી ઓક્ટોબરથી ખુલ્લો મૂકવામાં આવશે. વનવિભાગ દ્વારા પાર્ક અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે. હવેથી પ્રવાસીઓને પાર્કની મુલાકાત લેવા માટે ઓનલાઈન પરમીટ લેવી પડશે.
ચોમાસાની સિઝન દરમિયાન વન્ય પ્રાણીઓનો પ્રજનનકાળ હોય છે. જેથી આ દરમિયાન વન્યજીવોને ખલેલ ના પહોંચે તે માટે જંગલ બંધ રાખવામાં આવે છે. આ ઉપરાંત ચોમાસા દરમિયાન નદી નાળાઓમાં ધોવાણ થતા વાહનવ વ્યવહાર પણ બંધ થઈ જતો હોય છે. જેના કારણે વનવિભાગ દર વર્ષની જેમ આ વખતે પણ ચોમાસાના ચાર મહિનામાં સફારી પાર્ક પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે.
સિંહના સંવનન કાળ અને વરસાદના કારણે ગીર સાસણ સફારી પાર્ક 4 મહિના માટે બંધ રખાયો હતો. જે આગામી તા. 16 ઓક્ટોબરના રોજ ખોલવામાં આવશે. હવેથી સાસણ આવતાં પ્રવાસીઓને વન વિભાગ દ્વારા શરૂ કરાયેલી ઓનલાઈન પરમીટ કઢાવવી પડશે.