સાવજોનો સબંધ એ શારીરિક તૃપ્તિ નહિ, લાગણીઓનો સબંધ ?
દરેક સજીવ સહવાસ ઈચ્છે છે સામન્ય રીતે બે જીવ પરસ્પર માદા અને નર હોય તો સહવાસ કુદરતી માનવામાં આવે છે. પરંતુ સજાતીય સબંધોને ન તો આપણો સમાજ સ્વીકારી શક્યો છે કે આપણે પરંતુ માનવીય સબંધો કરતા પ્રાણીઓ વચ્ચે થોડું અલગ આ જીવન છે.પ્રાણીઓ કુદરતી રીતે સજાતીય સાથીનો સાથ માણે છે પણ એ શારીરિક હોય તે જરૂરી નથી એ માત્ર રમત પણ હોય શકે, અને લાગણીથી પણ એ આવું વર્તન કરે છે.
હાલમાં જ એક સમાચારે સૌ કોઈને ચોંકાવી દીધા હતા કે સાસણ ગીરના એશિયાટીક સિંહો સજાતીય સબેધ ધરાવે છે ! જો કે આ વાસ્તવિકતા થી અલગ છે. જ્યારે એશાટીક સિંહોને સહવાસની આવશ્યકતા હોય ત્યારે એ નર સિંહ માદા સિંહ ન મળે તો અન્ય નર સિંહ શરીરીક છેડછાડ કરે છે.
જો કે એ સેક્સની કોશિશ કહી શકાય પરંતુ એ માત્ર થોડી ક્ષણો માટે જ હોય એ કોઈ પરિપૂર્ણતા નથી. જ્યારે સાસણ ગીર જંગલના વન્યવર્તુળ અધિકારીને જયારે આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે સિંહો પોતાના સાથી નો સાથ ન મળે તો અન્ય સિંહ સાથે સબંધ બનાવે છે પરંતુ એ બાલસહજ છે. આ કોઈ એક સિંહ માં જ નહીં પરંતુ તમામ પ્રાણીઓ અને સજીવોમાં આ પ્રકૃતિ જોઈ શકાય છે.
પરંતુ એશાટીક સિંહો વધુ લોકપ્રિય છે એટલે કદાચ આપણને આ નવી વાત લાગે છે. અન્ય પ્રાણીઓમાં આ સામાન્ય હોવા છતાં લોકોનું ધ્યાન તે તરફ નથી જતું. હવે મોબાઈલ ને કેમેરાના કારણે જંગલોમાં થતી માનવ દખલગીરીને કારણે વન્યજીવોના ના જાણતા પહેલુંઓ પણ બહાર આવતા લોકો આશ્ર્ચર્ય ચકિત પમાડે છે..અને લોકો સુધી આ માહિતી પહોંચી રહી છે.
વાસ્તવમાં સિંહો જેવી જ પ્રકૃતિ અન્ય વન્ય જીવની હોય છે. દરેક સજીવ સહવાસ ઈચ્છે છે એટલે જ કુદરતી રીતે વીજાતીય સબંધનો સાથી ન મળે તો સજાતીય સબંધ બાંધે છે. સિંહ પણ આજ પ્રકૃતિ ધરાવે છે. આ અંગે સિંહોના જીવન અને સિંહની પ્રકૃતિ પર રિસર્ચ કરતા સતત સિંહોના સમ્પર્કમાં રહી તેમને ખૂબ નજીકથી સંશોધન ને અભ્યાસ કરતા નિષ્ણાંતો માને છે કે,
દરેક સજીવ બાળસહજ ઉત્સુકતાથી આવું કૃત્ય કરે છે જેમ માનવીય બાળક જિજ્ઞાસુ હોય છે. એમ જ પ્રાણીઓ પણ સહજ જિજ્ઞાસુ હોય છે. 2 થી 4 વર્ષના સિંહો આ પ્રકારની વર્તુણક કરતા જોવા મળે છે. પણ એ કુદરતી સ્વભાવ છે એમ માત્ર સહવાસ ની ઈચ્છા હોય છે શારીરિક તૃપ્તિ નહિ.
સિંહોની આ પ્રકૃતિ એ કોઈ ચિંતાનો વિષય ન કહી શકાય, કારણકે અત્યાર સુધીમાં ત્રણ વખત આવી જોડીઓ નિષ્ણાતો એ જોઈ હોવાનો અહેવાલ આપ્યો છે. વાસ્તવ રૂપે આ હંમેશા નથી બનતું આ ક્યારેક બનતી કુદરતી ઘટના છે .સામન્ય રીતે પ્રાણી સંગ્રહાલય કે બંધિયાર જગ્યાઓમાં રહેતા સિંહો આ રીતે સબંધ દ્વારા શારીરીક તૃપ્તિ મેળવે છે.