HomeWild Life Newsગિર રાષ્ટ્રીય ઉદ્યાનમાં એશિયાટીક સિંહની 13.38 ગીચતા સામે જંગલી મારણની ગીચતા 11,023

ગિર રાષ્ટ્રીય ઉદ્યાનમાં એશિયાટીક સિંહની 13.38 ગીચતા સામે જંગલી મારણની ગીચતા 11,023

પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર

એશિયાઈ સિંહોની છેલ્લા વસતિ ગણતરી અનુસાર, ગિર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં સિંહની ગીચતા 13.38 પ્રતિ 100 ચોરસ કિલોમીટર છે, જેની સામે સિંહના મારણ તરીકે ઉપયોગમાં આવતા જંગલી પ્રાણીઓની ગીચતા 11,203 પ્રતિ 100 ચો.કિ.મી. છે. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવાર્તન રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબેએ માર્ચ 31, 2022ના રોજ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં આ માહિતી ઉપલબ્ધ બનાવી હતી.

મંત્રીના નિવેદન અનુસાર, ગિર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં ગિરના સિંહો માટે ખોરાકની ઉપલબ્ધિ માટે બે સરવે કરવામાં આવ્યા છેઃ 1. અનગુલેટ ડાયવર્સિટીઝ એન્ડ બાયોમાસ ઇન ધ ટ્રોપિકલ ડ્રાય ડેસિડ્યુઅસ ફોરેસ્ટ ઓફ ગિર, ગુજરાત, ઇન્ડિયા, જમાલ એ. ખાન અને રવિ ચેલ્લમ (1987-1989) અને 2. ઇમ્પેક્ટ ઓફ મેનેજમેન્ટ પ્રેક્ટસીસ ઓન લાયન એન્ડ અનગુલેટ હેબિટાટ્સ ઓફ ગિર પી.એ., દિવાકર શર્મા (1991-9194). ગુજરાત વન વિભાગ પણ ગિરમાં મારણ અંગેની સ્થિતિનું નિરીક્ષણ કરવા દર વર્ષે મારણની સંખ્યાનું અનુમાન કાઢવાની કવાયત હાથ ધરે છે. આ અંગેની માહિતી નીચે મુજબ છેઃ

વર્ષ                 કુલ મારણની અંદાજિત સંખ્યા (આંકડમાં)

2014                      132504

2015                      139031

2016                      142543

2017                       147822

2018                       149365

2019                       155659

પરિમલ નથવાણી ગિર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં સિંહના ખોરાકની ઉપલબ્ધતા અંગે કોઇ અભ્યાર કરવામાં આવ્યો છે કે નહીં, સિંહના મારણમાં વધારો કરવા માટે કોઇ પગલાં લેવામાં આવ્યા છે કે કેમ જેથી સિંહ બહારના વિસ્તારમાં જઈને મારણ ના કરે અને 100 ચો.કિ.મી. દીઠ સિંહની ગીચતા સામે મારણની ગીચતા કેટલી છે તે અંગે જાણવા માંગતા હતા.

મંત્રીના નિવેદન અનુસાર, ગિર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં મારણની સંખ્યામાં વધારો કરવા માટે લેવામાં આવેલા પગલાંમાં ઘાસના મેદાનોનો વિકાસ, બ્રાઉસેબલ છોડની પ્રજાતિઓની કાપણી અને છટણી વગેરે સહિતના રહેણાંક સુધારણા કાર્યોનો સમાવેશ થાય છે. મારણમાં ચિતળ, સાંભર, નિલગાય, ભારતીય ચિંકારા, ચોશિંગા, વાનર, જંગલી ભૂંડ, કાળિયાર, ભારતીય મોરનો સમાવેશ થાય છે.

- Advertisment -