HomeWildlife SpecialState Bird of Gujarat: મનમોહક અને સુંદર દેખાતા સુરખાબ પક્ષીની પક્ષીસૃષ્ટિમાં પારિવારિક...

State Bird of Gujarat: મનમોહક અને સુંદર દેખાતા સુરખાબ પક્ષીની પક્ષીસૃષ્ટિમાં પારિવારિક પક્ષી તરીકેની ઓળખ

ગુજરાતમાં રાજ્ય પક્ષી (State Bird Flamingo) તરીકે સુરખાબને સ્વીકારવામાં આવ્યું છે.

ગુજરાતમાં રાજ્ય પક્ષી તરીકે સુરખાબને સ્વીકારવામાં આવ્યુ છે મનમોહક અને સુંદર દેખાતું સુરખાબ પક્ષી જગતમાં પારિવારિક પક્ષી તરીકે ઓળખાય છે. તેની સાથે તે જીવન પર્યંત એક માત્ર માદા સાથે પારિવારિક જીવન વિતાવે છે તેને લઈને પણ આ પક્ષી સમગ્ર પક્ષી સૃષ્ટિમાં અલગ તરી આવે છે.
WSON Team

ગુજરાત રાજ્યના રાજ્ય પક્ષી તરીકે સુરખાબની (Flamingo) પસંદગી કરવામાં આવેલી છે. પક્ષી જગતમાં greater flamingo તરીકે ઓળખાતું સુરખાબ દેખાવે ખૂબ જ સુંદર અને મનોહર છે. અંદાજે 1.5 મીટર જેટલી ઉંચાઈ ધરાવતું આ પક્ષી વિશ્વમાં ભારત સહિત અફઘાનિસ્તાન, દક્ષિણ ફ્રાન્સ, ઈસ્ટ આફ્રિકા, દક્ષિણ સ્પેન અને પશ્ચિમ સાયબેરિયાની સાથે શ્રીલંકામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ પક્ષી દરિયાકાંઠાના અને ખાસ કરીને કાદવવાળા વિસ્તારમાં સવિશેષ જોવા મળે છે. દેખાવે આછા ગુલાબી અને સફેદ રંગનું પક્ષી કાદવ વાળી જગ્યામાં કાદવથી જ માળો બનાવે છે. અને તેમાં એક ઈંડું મૂકીને બચ્ચાંનો ઉછેર કરે છે. આવા હજારોની સંખ્યામાં ફ્લેમિંગો કાદવ અને ખાસ કરીને દરિયાઇ વિસ્તાર અને ખારાશવાળા વિસ્તારમાં જોવા મળે છે.

એક માદા પક્ષી સાથે જ રહેવાના કારણે તે બની રહ્યું છે વિશેષ પક્ષી

WSON Team

ફ્લેમિંગોનું (Flamingo) આયુષ્ય કુદરતી રીતે 30થી 35 વર્ષનું હોય છે. આ સમય દરમિયાન નર એકમાત્ર માદા ફ્લેમિંગો પક્ષી સાથે પારિવારિક સંબંધો નિભાવે છે અને તે જીવનપર્યંત જાળવી રાખે છે. આ પ્રકારનું વિશેષ લક્ષણ એકમાત્ર ફ્લેમિંગો એટલે કે સુરખાબ ધરાવે છે જેને કારણે પણ તેની પક્ષી જગતમાં વિશેષ ઓળખ ઊભી થઈ છે. સુરખાબ પક્ષી પારિવારિક પક્ષી તરીકે પણ જાણીતું છે તે પોતાના બચ્ચાંનો ઉછેર ખૂબ જ કાળજીપૂર્વક કરે છે સામાન્ય સંજોગોમાં માદા ફ્લેમિંગો એકમાત્ર ઈંડું મુકે છે કેટલાક કિસ્સામાં બે ઈંડા ભાગ્યે જ જોવા મળે છે.

સુરખાબ કચ્છના નારાયણ સરોવર વિસ્તારમાં ખુબ મોટી સંખ્યામાં જોવા મળે છે

WSON Team

સુરખાબ પક્ષીઓ દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળે છે, પરંતુ નારાયણ સરોવર વિસ્તારમાં તે લાખોની સંખ્યામાં જોવા મળે છે. અહીં સમગ્ર વિશ્વની દુર્લભ કહી શકાય તેવા સુરખાબના માળાઓની હારમાળાઓ જોવા મળે છે. આ પણ સુરખાબના (Flamingo) એક વિશેષ લક્ષણ તરીકે પક્ષી જગતમાં જોવા મળે છે. વધુમાં આ પક્ષીની ચાંચ અને ગરદન તમામ પક્ષીઓ કરતા અલગ રીતે અને ખોરાક ગ્રહણ અને શિકાર કરવાની દ્રૃષ્ટિએ પણ વિશિષ્ટ બનતી જોવા મળે છે. આ પક્ષીનું બીજું વિશિષ્ટ લક્ષણ એ છે કે તે દિવસ દરમિયાન સતત ખોરાક અને શિકારની શોધમાં જોવા મળે છે અને સતત ખોરાક ગ્રહણ કરતું પણ જોવા મળે છે.

- Advertisment -