સાઈબેરીયા અને ચાઇનામાં જોવા મળતું બાજ કુળનું શિકારી (Falcons Bird of Prey) પક્ષી આમુર ફાલ્કન ગીર વિસ્તારના જંગલમાં જોવા મળ્યું છે.
વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર કરીમ કડીવારના કેમેરામાં આ પક્ષી કેદ થયું છે. આમુર ફાલ્કન શિકારી પક્ષી મુખ્યત્વે પૂર્વ એશિયાના દેશોમાં ખૂબ વિશાળ પ્રમાણમાં જોવા મળે છે. અહીં તેઓ પ્રજનન કરે છે તેની નવી સંતતિનો વિસ્તાર પણ થાય છે. ત્યારબાદ આ પક્ષી ભારત-શ્રીલંકા સહિત એશિયાના અન્ય દેશોમાં સ્થળાંતર કરે છે.
શિકારી પક્ષી ગીર વિસ્તારમાં:
આ પક્ષી પૂર્વ એશિયાથી ભારત અને શ્રીલંકા તરફથી સ્થળાંતર કરવા માટે અરબી સમુદ્રનો સહારો લે છે. અને ગુજરાતમાં અરબી સમુદ્રનો ખૂબ લાંબો વિસ્તાર હોવાના કારણે આ શિકારી પક્ષી ગીર (Birds in Forest of Gir) વિસ્તારમાં જોવા મળે છે. આ શિકારી પક્ષી વર્ષોથી સ્થળાંતર કરતા હશે. પરંતુ તેને કેમેરામાં કંડારવા ખૂબ મુશ્કેલ હોય છે. ત્યારે આ પ્રકારની અદ્ભુત તક વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર કરીમ કડીવારને પ્રાપ્ત થઈ છે અને તેના કેમેરામાં આમુર ફાલ્કન કેદ થયું છે.
શિકારની દ્રષ્ટિએ ગીરનું જંગલ વધુ અનુકૂળ:
બાજ કુળના શિકારી પક્ષી આમુર ફાલ્કન માટે ગીરનું જંગલ શિકારની દ્રષ્ટિએ પણ ખૂબ સારું માનવામાં આવે છે. ગીરમાં જૈવવિવિધતાની વચ્ચે તેને પુષ્કળ પ્રમાણમાં ખોરાક પણ મળી શકે છે. આ પક્ષી મોડી સાંજે અથવા તો વહેલી સવારે શિકારની શોધમાં નીકળતું હોય છે. ફાલ્કન પક્ષીનો શિકાર મોટેભાગે જીવ જંતુ હોય છે. આ પક્ષીની વિશેષ ખાસિયત એ છે કે તે હવામાં ઉડતી (Bird of Prey Flying in Air) વખતે પણ શિકારને પકડવામાં ખૂબ કારગર માનવામાં આવે છે.
માળાઓ મોટા વૃક્ષના બખોલમાં:
પરંતુ કેટલાક કિસ્સામાં શિકાર જમીન પર જોવા મળે તો તેને પકડીને પણ તે શિકાર કરે છે. આમુર ફાલ્કન બાજ શિકારી પક્ષીઓ દ્વારા છોડી દેવામાં આવેલા માળાઓ મોટા વૃક્ષના બખોલમાં (Amur Falcon Bird in Gir) હોય છે. તેને ફરીથી ઉપયોગ કરીને આ માળામાં ત્રણથી ચાર ઈંડા આપે છે. નર અને માદા ઈંડા માંથી બચ્ચા બહાર આવ્યા બાદ ફરી એક વખત બચ્ચાના ખોરાક માટે શિકાર તરફ નીકળી જાય છે. અને સ્થળાંતર કરીને તેનું સંપૂર્ણ જીવન ચક્ર પૂર્ણ કરે છે.