HomeWild Life Newsએશિયાટીક સિંહો પરથી ઘાત ટળી: 453 સિંહ તંદુરસ્ત હાલતમાં, 7 સિંહોમાં સામાન્ય...

એશિયાટીક સિંહો પરથી ઘાત ટળી: 453 સિંહ તંદુરસ્ત હાલતમાં, 7 સિંહોમાં સામાન્ય ઇજા

140 ટીમો દ્વારા 585 વનકર્મીઓએ 954 ચો.કિમી વિસ્તારમાં સિંહોના રોજીંદા જીવન પર નિરિકક્ષણ કર્યું.

તાજેતરમાં જ ગીર અને પૂર્વ ધારી વિસ્તારના દલખાણીયા રેન્જમાં 8 બાળ સિંહ સહિત કુલ 14 સિંહોના ટેરીટોરિયલ ઇનફાઇટિંગ ઇન્ફેક્શન તેમજ ઇજાના કારણે મૃત્યુ નોંધાયા હતાં. જે ઘટનાને રાજ્ય સરકારે અત્યંત સંવેદનશીલતાથી લઇને સિંહોના સ્વાસ્થ્યની જાળવણી માટે તા.23મી સપ્ટેમ્બરથી સાવચેતીના પગલાંરૂપે રાજ્યના વન વિભાગ દ્વારા સઘન ચકાસણી ઝુંબેશ હાથ ધરી છે.

WSON Team

આ દરમિયાન 1045 ચો.કિમી ગીર રક્ષિત વિસ્તાર અને 695 ચો.કિમી ગીર બહારનો વિસ્તાર મળી કુલ 1740 ચો.કિમી વિસ્તારની ચકાસણી હાલ પૂર્ણ કરાઇ છે.આ ચકાસણી દરમિયાન અત્યાર સુધીમાં 460 સિંહો જોવા મળ્યાં છે. તે પૈકી 453 સિંહ સંપૂર્ણ સ્વસ્થ અને તંદુરસ્ત હાલતમાં જોવા મળ્યા છે, જ્યારે 7 સિંહોમાં સામાન્ય ઇજા જોવા મળી છે.

WSON Team

વન વિભાગની 140 ટીમના ફોરેસ્ટ ગાર્ડ, ફોરેસ્ટર, ટ્રેકર મળી કુલ 585 કર્મચારી દ્વારા ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગ હસ્તકના ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર અભયારણ્ય તથા તેને સંલગ્ન વિસ્તાર પૈકી આશરે 954 ચો.કિમી વિસ્તારની ચકાસણી પૂર્ણ કરી લેવામાં આવી છે, જેમાં 554 ચો.કિમી ગીર રક્ષિત વિસ્તાર અને 400 ચો.કિમી ગીર બહારના વિસ્તારનો સમાવેશ થાય છે.

WSON Team

આ ચકાસણી દરમિયાન 396 સિંહો જોવા મળ્યા છે. જે માંથી ફક્ત 3 સિંહોમાં સામાન્ય ઇજા જોવા મળેલ જ્યારે બાકીના 293 સિંહ સારી અને તંદુરસ્ત હાલતમાં જોવા મળ્યા છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભ્યારણના સંલગ્ન વિસ્તારમાં સામાન્ય ઇજાવાળા 2 સિંહને સ્થળ ઉપર જ સારવાર આપીને સ્થળ ઉપર જ છોડી મુકવામાં આવ્યા છે. જ્યારે ભાવનગરના રેવન્યુ વિસ્તારમાંથી સામાન્ય ઇજા ધરાવતા 1 સિંહને રેસ્ક્યુ સેન્ટરમાં લાવવામાં આવ્યો છે.

WSON Team

દલખાણીયા રેન્જના સરસીયા વીડીના જે વિસ્તારમાં 14 સિંહના મૃત્યુનો બનાવ બન્યો હતો. ત્યાંથી 3 સિંહ, 3 સિંહણ અને 1 સિંહબાળ એમ કુલ 7 સિંહને પકડવામાં આવ્યા છે. આ પકડાયેલ તમામ 7 સિંહ સારી અને તંદુરસ્ત હાલતમાં દેખાયા છે. તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. અને તેની આરોગ્ય ચકાસણીની કામગીરી હાથ ઉપર લેવાશે.

WSON Team

અગાઉ મૃત્યું પામેલ 2 બાળ સિંહના સેમ્પલની વેટરનરી કોલેજ, જુનાગઢમાં મોલીક્યુલર વાયરોલોજીની પદ્ધતિથી ચકાસણી કરાવતા તેમાં સીડી (કેનાઇલ ડીસ્ટેમ્પર) નથી તેવો રીપોર્ટ મળ્યો છે. સિંહોની હાજરી વાળા વિસ્તારની ચકાસણી ઝુંબેશમાં કાર્યરત તમામ ટીમો દ્વારા બાકીના વિસ્તારની ચકાસણીની કામગીરી હજુ ચાલુ છે.

- Advertisment -