ડૉકટરો કહી રહ્યા છે કે, બ્લડમાં ઇન્ફેક્શન લાગવાના કારણે થઈ રહ્યા છે સિંહો ના મોત
જૂનાગઢ સાસણ માં આવેલ એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવેલ વધુ બે એશિયાટીક સિંહો(Asiatic Lion)ના મોત સાથે જ સિંહોનો મૃત્યુ આંક 16 પર પહોચ્યો છે. છેલ્લા 16 દિવસમાં સિંહોના 16 મોત થતા વન્ય પ્રેમીઓના જીવ તાળવે ચોંટી ગયા છે. સૌ કોઈ સિંહોના મોતથી દ્રવી ઉઠ્યા છે. વન વિભાગ એશિયાટીક સિંહો(Asiatic Lion)ના મોતને કુદરતી મોતમાં ખપાવવા માંગે છે. પણ શું છે ખરેખર વાસ્તવિક્તા સિંહોના એક પછી એક મોત પાછળ તે બહાર આવે તે ખુબ જરૂરી છે. જો આવી જ રીતે એક પછી એક સિંહોના મોત થતા રહેશે તે ગુજરાતની આન બાન અને શાન ગણાતા એશિયાટીક સિંહો માત્ર ચોપડીઓ અને વાતોમાં જ વાચવા અને સાંભળવા મળશે.
જૂનાગઢના સક્કરબાગ ઝૂ માં વર્ષો સુધી જંગલી પ્રાણીઓની સારવાર કરનાર ડૉ. ભુવાએ દલખાણીયા રેન્જની મુલાકાત લીધી છે. અને સિંહોના મૃત્યુ પાછળનું કારણ જાણવાની કોશિશ કરી છે. તેમણે www.wildstreakofnature.com સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ કોઈ એનિમલ ની ઈનફાઈટમાં સિંહોના મોત થઈ હોવાની શક્યતા નથી. આ એક ઇન્ફેક્શન છે જેના કારણે એશિયાટીક સિંહો(Asiatic Lion) મોતને ભેટી રહ્યા છે. મલેરિયા જેવું જે ઇતડી કે માખી દ્વારા સિંહો ના બ્લડમાં ભળે છે અને આ જ કારણે આ સિંહોના મૃત્યુ થયા છે.
વધુમાં ડૉ. ભુવાએ જણાવ્યું હતું કે, મૃત્યુ પામેલ એશિયાટીક સિંહો(Asiatic Lion)ના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઈનફાઈટ માં મોત થયા હોય તેવો કોઈ ઉલ્લેખ જ નથી. સ્પષ્ટ પણે આ બીમારી થઈ જ મોત થયા છે. સિંહો ના મૃત્યુ એ સ્વભાવિક છે જંગલમાં તૃણાહારી પ્રાણીઓની સંખ્યાને સમતુલન કરવા સિંહોના મૃત્યુ વધુ થતા હોય છે. આ કુદરતી ચક્ર નો જ એક ભાગ છે. દર વર્ષે જન્મતા સિંહોના બચ્ચાંમાંથી 80 % બચ્ચા મૃત્યુને ને ભેટે છે. આમ જોઈએ તો કુલ સંખ્યાના 9 થી 10 % જ હોય છે. આંકડા માં નહિ જોતા ટકાવારીમાં આ વધુ સ્પષ્ટ સમજી શકાય તેમ છે.
અમરેલીના ધારી રેન્જમાં દલખાણીયા નો આ વિસ્તાર સરસિયા વિડી તરીકે ઓળખાય છે. અને પૂરેપૂરો ઘાસ થી ઢંકાયેલો વિસ્તાર છે. જેથી અહીં ઇતડી અને માખી નો ફેલાવો ઝડપથી થાય છે. જે સિંહોના ઘાવ પર બેસે છે અને જર્મસ ઘાવ પર છોડે છે. જે સીધા બ્લડમાં ભળી જતા હોય છે અને તરત જ ફેલાવો કરવા લાગે છે. વળી આ ચેપી પણ છે. જેથી સિંહોના એક સમૂહ ને ઝપટમાં લે છે પરિણામે સિંહ ના મોત 3 થી 4 દિવસ માં થાય છે. હાલ જે સ્થિતી છે તે આ જ પ્રકારની છે . જસાધાર રેન્જના એશિયાટીક સિંહો(Asiatic Lion)માં આ જ કારણ જાણવા મળેલ છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે અગાઉ મરેલા 9 સિંહો પાછળનું કારણ પણ આ જ હોય શકે છે.
હાલ તો દલખાણીયા રેન્જ એશિયાટીક સિંહો(Asiatic Lion) વગરની થસી ગઈ છે. આ રેન્જ હાલતો સિંહોની ડણક વગર ભાંસી રહી છે. 22 ના સમુહમાંથી 16 મૃત્યુ પામ્યા છે. અને બાકીના એશિયાટીક સિંહો(Asiatic Lion)ને જામવાળા રેન્જ માં ખસેડાયા છે. એક વખત સૌથી વધુ સિંહો જ્યાં હતા તે હવે સિંહો વગર ઉજ્જડ જગ્યા બની ગઈ છે. જંગલનો રાજા જેના એક ગર્જનાથી પશુ, પંખી અને જંગલના અન્ય જાનવરોથી લઈને માનવી જેના એક ત્રાડથી ફફડે તેવો જંગલનો રાજા હાલતો એક પથી એક મોતને ભેટી રહ્યો છે. એશિયાટીક સિંહોના આ મોતના સિલસિલાને જો અહિંયા જ અટકાવવામાં નહિ આવે તો આવનારા સમયમાં એશિયાટીક સિંહો(Asiatic Lion) માત્ર વાર્તાઓ માં જ રહી જશે એ ચોક્કસ છે.