વધુ એક સિંહણનું થયું મોત, ક્યાં કારણે થઇ રહ્યા છે સિંહોના મોત ? કોઈ બીમારી કે રોગચાળાનો કહેર ?
ગીર જંગલમાં વધુ ત્રણ સિંહોના મોત થતા સિંહોના મોતને આંકડો 14 પર પહોંચ્યો છે. હજુ ક્યાં સીધી આ રીતે સિંહો મરતા રહેશે એ અંગે કોઈ કશું કહેવા તૈયાર નથી. પરંતુ સિંહોના મોત જે રીતે થઇ રહ્યા છે. એ જોતા આ કુદરતી છે કે કોઈ ચોક્કસ કારણ છે એ સવાલ દરેકના મનમાં જરૂર ઉઠી રહ્યો છે. શા માટે એટલા સિંહોંનું મૃત્યુ થઇ રહ્યા છે ? એ અંગે ફોરેસ્ટના ઉચ્ચ અધિકારીઓ પ્રેસ કોન્ફરેન્સમાં ખુબ સહજતાથી કહે છે કે આ સામાન્ય ઇનફાઇટ છે એ કેટ પ્રજાતિમાં થતી હોય છે. પરંતુ તેમના આ બચાવને ગળે ઉતારવું બહું મુશ્કેલ છે.
મળતી માહિતી મુજબ 13 સપ્ટેમ્બર થી 19 સપ્ટેમ્બર સુધીમાં થયેલા 11 સિંહોના મોતને વન્યપ્રેમીઓ ભૂલી સકતા નહતા ત્યાંજ તારીખ 24 એ 2 અન્ય સિંહોના મૃત્યુ થયા હતા જેમાં એક 4 વર્ષનો પુખ્ત બીમારીના કારણે અને 6 માસનું સિંહ બાળ યોગ્ય સારવાર મળે તે પહેલા જ મૃત્યુ પામ્યું હતું. અને એ પછી તારીખ 25 સપ્ટેમ્બરે એક સિંહ નું ફરી મૃત્યુ થયું જે 8 થી 9 વર્ષનું હોવાનું અનુમાન છે. આમ હવે સિંહોના મોતનો આંકડો 14 એ પહોંચ્યો છે. ખરેખર આ દુઃખદ ઘટના છે કારણકે આ સિંહોનો મોત સિલસિલો ક્યારે અટકશે એ કોઈ કહી શકે તેમ નથી.
હાલ તો વન વિભાગની 102 ટિમો 164 સિંહોની ચકાસણી કરી ચુક્યા છે. જેમાં 4 સિંહોને સામાન્ય ઇજા જણાઈ છે. 1 સિંહ કમજોર હાલતમાં મળી આવેલ છે અને 1 સિંહણ બીમાર હાલતમાં મળી આવેલ છે. આથી બીમાર સિંહને પકડવાનું રેસ્ક્યુ હાલ તો વન વિભાગ કરી રહ્યું છે. તેમજ અન્ય સિંહો માટે ચકાસણી કરવામાં આવા રહી છે. તા. 25 સપ્ટેમ્બરે પૂનમ હોવાથી ચંદ્રના પ્રકાશમાં સમગ્ર જંગલમાં આખી રાત સિંહોની ગતિવિધિ પર નજર રાખવામાં આવી હતી અને નિગરાની રાખવામાં આવી હતી.
હવે જોઈએ કે સિંહોના મૃત્યુ અંગે ફોરેસ્ટ વિભાગ એ શું માહિતી આપી છે?
હાલમાં જ તા.23 સપ્ટેમ્બરે ગુજરાત વન્ય પ્રાણી વર્તુળ દ્વારા એક પ્રેસ કોન્ફ્રન્સ યોજી જણાવામાં આવ્યું કે 11 સિંહોના મોત માત્ર પોતાના ક્ષેત્રમાં વર્ચસ્વ સ્થાપિત કરવા માટે થેયલ ઇન્ફાઇટ નું પરિણામ છે. તેમના જણાવ્યા અનુસાર કુદરતી મોત થયા છે. પરંતુ વાસ્તવિકતા કંઈક બીજી જ છે.ફોરેસ્ટ વિભાગની વાત માનીએ તો ઘણા સવાલો ઉઠે છે જેમ કે,
1) અત્યાર સુધીની આ પહેલી જ ઘટના છે જેમાં એક સાથે 9 સિંહોના મોત એક સાથે ઇન્ફાઇટ માં થયા છે શું આ સંભવ છે?
2) અમરેલીના ધારી વિસ્તારમાં આવેલ સરસીયાએ દાલખાણીયાનો ગાઢ જંગલ નો આ વિસ્તાર છે. જેમાં ગાઢ જંગલ નો લાભ લઇ અનેક વખત ગેરરીતો સામે આવે છે. છતાં કોઈ કાયમી જવાબદાર અધિકારીની અહીં નિમણુંક કરવામાં આવેલ નથી. શા માટે સિંહોને બીટ ગાર્ડના ભરોસે છોડવામાં આવેલ છે ?
3) આ વિસ્તારમાં આશરે 100 સિંહો વસવાટ કરે છે ત્યારે જો આ રીતે 10 દિવસમાં 14 સિંહો મૃત્યુ પામતા હોય તો દલખાણીયા નો આ વિસ્તાર કેટલો સુરક્ષિત છે એ અંગે ફોરેસ્ટ વિભાગ પાસે કોઈ જવાબ નથી ?
4) મળેલા તમામ મૃત સિંહોના શરીર 1 કિમીના એરિયામાં જ મળી આવ્યા હતા. તો શું જંગલી પ્રાણીઓના આ પ્રજાતિમાં આ રીતે ઇન્ફાઇટ માં આ સંભવ છે?
5) એક જ અઠવાડિયામાં મળેલા 9 મૃત દેહોમાં એક પછી એક એમ સાત દિવસ સુધી 1 કે 2 સિંહોના મૃતદેહો મળી આવયા જે ક્રમશઃ સડેલી અને કોહવાઈ ગયેલ હાલતમાં હતા એનો અર્થ એ છે કે તા. 13 સપ્ટેમ્બરે આ 9 સિંહોના મૃત્યુ થયા હતા પરંતુ ફોરેસ્ટ વિભાગે એક પછી એક એમ સિંહો ને મૃત ઘોષિત કર્યા છે. શા માંટે ફોરેસ્ટ વિભાગને આ ખોટું કરવું પડ્યું તે અંગે તેમની પાસે એ કોઈ જવાબ નથી ?
6) છેલા બે દીવસ થી એટલે કે તા. 24 અને 25 સપ્ટેમ્બરે જે સિંહોના મૃતદેહો મળી આવ્યા તે અંગે બીમારીનું કારણ આપી રહ્યું છે ફોરેસ્ટ વિભાગ તો શું જંગલમાં કોઈ બીમારી ફેલાઈ છે. કારણકે વન વિભાગ દ્વારા આસ પાસના ગામો અને નેસડાઓમાં પાલતુ પશુઓને ખસ રસીકરણ આપવા ડોક્ટરોની ટિમ કામે લગાડાઇ છે. અત્યારે અચાનક આ શું કામ જરૂર પડી? શું જંગલમાં કોઈ બીમારી ફેલાઈ રહી છે સિંહોને ખતરો છે?
7) સિંહોના ઈન્ફાઈટ માં બચ્ચા ના મોત પહેલા થાય છે એમ જણાવતા મુખ્ય અધિક સચિવ રાજીવ ગુપ્તાએ કહ્યું હતું કે બચ્ચા મોટા થઇ ક્ષેત્ર પર હક્ક ન જમાવે એ માટે સિંહ બચ્ચાને પહેલા પોતાનો શિકાર બનાવે છે. પરંતુ સવાલ એ છેકે એક સાથે 6 સિંહના બચ્ચા સાથે ઇનફાઇટ કયો સિંહ કરે? અને સિંહ તેના માટે લડાઈ પણ ન કરે? જો આ સંભવ બન્યું હોય તો સતત મોનીટરીંગ કરી રહેલા બીટ ગાર્ડ અને ફોરેસ્ટર ને આ ઇન્ફાઇટ વિષે કેમ જાણ ન થઇ? કેમ તેને આટલા સિંહોને મારવા દીધા?
8) હજુ પણ જંગલમાં સિંહોની ચકાસણી કરી રહી છે 102 ટિમ અને 300 થી વધુ વન કર્મી જો ઇન્ફાઇટ માં જ મૃત્યુ થયા હોય તો હવે ચકાસણી ની શી જરૂર છે?
9) કરોડોના ખર્ચે સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાયન ચાલવામાં આવિ રહ્યું છે. ત્યારે સિંહોના મોનીટરીંગની સતત નોંધ થતી હોય છે. જો આ કાયદેસર થતું હોય તો સિંહોના મોતની ખબર આઠ દિવસ પછી પડે શું આ શંકા ઉપજાવવા માટે પૂરતું નથી ?
10 ) સિંહોની જે હાલત છે તે જોતા તમેનો ટેરીટરી તમેને ઓછો પડી રહ્યો છે એથી જ તે આસપાસના ગામો અને વિસ્તારોમાં ઘૂસો આવે છે. જેન રોકવા માટે ખેડૂતો કે વિકૃતિ ધરાવતા લોકો દ્વારા ફૂડ માં પોઇઝન નાખી દેવામાં આવે છે. આ કિસ્સામાં પણ આમ બન્યું હોવાની શંકા નકારી શકાય નહીં.
હાલ તો સિંહોના અસ્તિત્વ પર ખતરો છે એ પુરવાર થઇ રહ્યું છે એક તરફ અસંખ્ય પ્રવાસીઓ ધમધમતી હોટેલો અને રિસોર્ટો જંગલી પ્રાણીઓના જીવન માં ખેલેલ પહોચાડી રહ્યા છે. તો બીજીતરફ લાયન શો અને સિંહો ને જોવા આતુર બનેલા લોકો સિંહોને રંજાડી રહ્યા છે. જેથી જંગલનો રાજા દયનીય બની ગયો છે. એ પરિસ્થિતીને પહોંચી વળવા ફોરેસ્ટ વિભાગ સતત પ્રયત્ન કરી રહ્યું છે. પરંતુ સ્ટાફની કમી અને વધતા સિંહોની સંખ્યા ને જોતા આ કામ મુશ્કેલ બની રહ્યું છે.
આમ છતાં હાલ જે સ્થિતિ છે તે જોતા લોકોને સિંહો પ્રત્યે જે લાગણી અને ગર્વ છે. એ અન્ય કોઈ પ્રાણી માટે ન હોય શકે એટલે જ જયારે આ રીતે ટપાટપ સિંહોના મૃત્યુ થઇ રહ્યા છે. ત્યારે ખરું કારણ જાણવા સૌ કોઈ આતુર છે. સિંહોને કોઈ બીમારી ન લાગુ પડી હોય તો સારું નહીં તો જે રીતે સિંહોના મોત થઇ રહ્યા છે એ જોતા સિંહોની આ પ્રજાતિ નાશપ્રાય થતા વાર નહીં લાગે.