ગુજરાત રાજયનો સરહદી બનાસકાંઠા જિલ્લો આમતો સુક્કો માનવામાં આવે છે. પરંતુ બનાસકાંઠા જીલ્લામાં પણ કુદરતે પ્રકૃતિ પાથરવામાં કોઈ કસર બાકી રાખી નથી તેવું લાગી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા જળાશયમાં દર વર્ષે શિયાળા દરમ્યાન દેશ વિદેશથી હજારો લાખો માઈલોનું અંતર કાપી વિદેશી પક્ષીઓ ગુજરાત રાજયના મહેમાન બને છે. ત્યારે વન વિભાગ દ્વારા આ પક્ષીઓની ઓળખ અને ગણતરી શરૂ કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાનાં દાંતીવાડા ખાતે બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી જળાશય યોજના દાંતીવાડા જળાશય યોજના આવેલી છે. દર વર્ષે ચોમાસામાં આ જળાશયમાં પાણી ભરાય છે. અને પાણી ભરાઈ ગયા બાદ શિયાળામાં અહી વિદેશથી માઈગ્રેટ થઈને દુર્લભ પક્ષીઓ આવતા હોય છે. શિયાળા દરમ્યાન ઉત્તર તરફ ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધી જતાં ત્યાંથી માઈગ્રેટ થયેલા પક્ષીઓ દાંતીવાડા આવે છે. જેમાં જુદા જુદા પ્રકારના પક્ષીઓ હોય છે.
મહત્વનું છે કે, આ પક્ષીઓનું અહી આવવાનું કારણ છે દાંતીવાડા જળાશય યોજના કારણ કે, પાણી તમામ સજીવો માટે ખૂબ જ મહત્વનુ માનવામાં આવે છે. અને જીવ સૃષ્ટિનો વિકાસ પણ પાણીના સ્ત્રોત પાસે જ થતો હોય છે. ત્યારે પક્ષીઓ માટે પણ પાણી એટલું જ જરૂરી છે.
પરંતુ વાત કરીએ દાંતીવાડા જળાશયનીમાં દર વર્ષે શિયાળા દરમ્યાન આવતા પક્ષીઓની તો દર વર્ષે અહી અંદાજે 15 હજાર કરતાં પણ વધુ પક્ષીઓ આવતા હતા. જ્યારે આ વર્ષે ઓછો વરસાદ થવાના લીધે દાંતીવાડા જળાશયમાં પાણીનો સંગ્રહ પણ નહિવત પ્રમાણમા થયો હતો. જેના લીધે આ વર્ષે અંદાજે 7થી 8 હજાર જેટલા જ પક્ષીઓ આવ્યા હતા. આ પક્ષીઓ ક્યાં ક્યાથી માયગ્રેટ થઈને આવ્યા છે. અને તેની સંખ્યા કેટલી છે તેના માટે વન વિભાગની ટિમ દ્વારા એક ખાસ ગણતરી કરવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.
સુકકા બનાસકાંઠા જીલ્લામાં પણ આટલું કુદરતી સૌંદર્ય કુટી કુટીને ભરવામાં આવેલું છે. અને પ્રકૃતિ પણ સોળેકળાએ ખીલેલી છે. તે અંગે લોકોને પણ ખબર પડે અને લોકો વધુને વધુ પ્રમાણમા અહી આવીને પ્રકૃતિનો આનંદ ઉઠાવી શકે તે માટે વન વિભાગની ટિમ દ્વારા પણ આ વિસ્તારના વિકાસ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
બનાસકાંઠા જીલ્લામાં દાંતીવાડા જળાશય સહિત એવા અનેક સ્થળો છે કે જ્યાં, વિદેશથી પક્ષીઓ આવતા હોય છે. તેનું કારણ છે બનાસકાંઠા જિલ્લાની આબોહવા. બનાસકાંઠા જીલ્લામાં ઉનાળામાં અસહ્ય ગરમી પડે છે. શિયાળાની મૌસમ દરમિયાન અહીની આબોહવા એકદમ સુકકી થઈ જાય છે.
શિયાળાની ઋતુ દરમિયાન ઠંડીનું પ્રમાણ પણ ખૂબ જ વધારે રહેતું હોવાના લીધે ઠંડા પ્રદેશના પક્ષીઓને અહીની આબોહવા અનુકૂળ આવતી હોવાના લીધે વિદેશી પક્ષીઓથી બનાસકાંઠા જિલ્લો ઉભરાઇ જાય છે. જોકે કુદરતને ચાહનારા અને પ્રકૃતિ પ્રેમીઓ અને ખાસ કરીને પણ બર્ડ વોચિંગનો શોખ ધરાવતા લોકો માટે આ સ્થળ ઉત્તમ સ્થાન છે. પ્રકૃતિ પ્રેમીઓએ શિયાળાની ઋતુમાં બનાસકાંઠા જિલ્લાની મુલાકાત અવશ્ય લેવી જોઇએ.