સાસણ ગીર અભ્યારણમાં અકાળે એશિયાટીક સિંહોના મોત અટકાવવા માટે હાઈકોર્ટે હાઈપાવર કમિટીની રચના કરવાનું સૂચન કર્યું હોવાની વિગતો સામે આવી છે. હાઈ પાવર કમિટીમાં સરકાર પ્રજા અને તજજ્ઞો સહિતના તમામ લોકો ચર્ચા વિચારણા કરી રિપોર્ટ તૈયાર કરે જોકે આ મામલે વધુ સુનાવણી આગામી તા. 27મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.
હાઇકોર્ટે સૂચન કરતા કહ્યું કે, એશિયાટીક સિંહોના ટ્રેન નીચે કપાઈ જવાથી વીજ કરન્ટ અને ખુલ્લા કુવામાં પડી જવાથી મોત નિજપે છે. જેને કઈ રીતે અટકાવી શકાય તે મામલે હાઈ-પાવર કમિટી યોગ્ય તપાસ કરે. હાઇકોર્ટે ગુરુવારે સુનાવણી દરમિયાન કહ્યું કે, કોર્ટ મિત્ર જાતે સ્થળે જઈ તપાસ કરી અહેવાલ રજૂ કરે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઓવરલોડેડ રેલવે કોરિડોર બનાવવા પણ હાઇકોર્ટે રેલવે વિભાગને ભલામણ કરી હતી.
ગીર અભ્યારણ અને આસપાસના વિસ્તારમાં એશિયાટીક સિંહોના મોત મામલે અગાઉ રેલવે મંત્રાલય દ્વારા હાઇકોર્ટમાં સોગંદનામા થકી જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ટ્રેનની અડફેટથી એશિયાટીક સિંહોના મોત થતાં હોવાની વાત રેલવે વિભાગએ સ્વીકારી હતી.
ગીર અભ્યાણમાં ખુલ્લા રેલવે વીજ વાયર અને ટ્રેકને લીધે અગાઉ અસંખ્ય એશિયાટીક સિંહોના થયા છે. રેલવે વિભાગે સોગંદનામામાં ગીરમાં આવન જાવન દરમિયાન ઇમરજેન્સી બ્રેકનો ઉપયોગ કરવાની છૂટ આપી હોવાનો આદેશ કર્યો હતો. અભયારણ્ય વિસ્તારમાં પસાર થતી વેળાએ ટ્રેન 45 કિમીથી ઉપર ગતિએ ન ચલાવવામાં એવી પણ રેલવે દ્વારા સૂચના આપવામાં આવી છે. પીપાવાવ પોર્ટમાં માલસમાનની હેરાફેરી દરમિયાન ઘણીવાર એશિયાટીક સિંહ અડફેટે આવી જતા હોવાની વાત પણ રેલવે વિભાગે કબૂલ કરી હતી.