HomeWild Life Newsભાવનગર, અમરેલીનો 109 ચો.કિ.મી. વિસ્તાર સિંહો માટે સંરક્ષિત કરવામાં આવશે

ભાવનગર, અમરેલીનો 109 ચો.કિ.મી. વિસ્તાર સિંહો માટે સંરક્ષિત કરવામાં આવશે

સિંહ વગરનું જંગલ કલ્પના કરવી જ મુશ્કેલ છે. અને ગીર સાસણમાં સિંહો હોવું એ આપના દેશ માટે અને ખાસ કરીને ગુજરાત રાજય માટે ખુબ જ ગૌરવની વાત છે. પરંતુ આપણે આજે જે હાલાતમાં સિંહોને જોઈ રહ્યા છીએ અથવા તો જે હાલતમાં સિંહોને આપણે મુક્યા છે. તે જોતા થોડા વર્ષો બાદ સિંહો જંગલ છોડી આસ પાસ ના ગામો માં ઘૂમતા જોવા મળશે. અને આજે ઘણા ખરા સિંહો આજે હાલત માં છે. આ પરિસ્થિતિ માટે આપણે ખુદ જવાબદાર છીએ આપણે જ સિંહોને તેમનું પ્રાપ્તિસ્થાન છોડવા મજબુર કરી રહ્યા છીએ. જેના કારણે આજે 60% સિંહો જંગલની બહાર વસવાટ કરવા લાગ્યા છે.

WSON Team

જોકે હવે આ સમસ્યાને લઈને રાજય સરકાર ગંભિર બની છે. ગુજરાત સરકારે અમરેલી અને ભાવનગર જિલ્લામાં લગભગ 109 સ્ક્વેર કિલોમીટર વિસ્તારને લાયન કન્ઝર્વેશન રિઝર્વ જાહેર કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. વન પર્યાવરણની પ્રધાનની આગેવાનીમાં સરકારે એક કમિટી પણ તૈયાર કરી છે.ગુજરાતના ફોરેસ્ટ મિનિસ્ટર ગણપત વસાવાએ કહ્યું કે, સરકારે નક્કી કર્યું છે કે સિંહના રહેણાંકનો આખો વિસ્તાર જૂનાગઢના ચીફ કન્ઝર્વેટર ઓફિસર હેઠળ હશે. અત્યાર સુધી, આ આખો વિસ્તાર ચાર અલગ અલગ વિભાગો દ્વારા મેનેજ કરવામાં આવતો હતો.

WSON Team

ઉલ્લેખનીય છે કે એક ઓથોરિટીનો પ્રસ્તાવ 2007માં મુકવામાં આવ્યો હતો પરંતુ ત્યારથી તે પેન્ડિંગ છે. ગણપત વસાવાએ કહ્યું કે હવે આખો વિસ્તાર CCF જૂનાગઢના અંડરમાં હશે. સરકારે નક્કી કર્યું છે કે અમરેલીમાં CCF વાઈલ્ડલાઈફની ઝોનલ ઓફિસ ખાતે એક DCF લેવલના ઓફિસરની નિમણુક કરવામાં આવશે તેમજ અમરેલી, લિલિયા, કુકાવા, જાફરાબાદ, રાજુલા, મહુવા, જેસર, પાલિતાણા અને તળાજા વિસ્તારોને તેમાં કવર કરવામાં આવશે.

WSON Team

આ સિવાય સરકારે એક સ્ટીઅરિંગ કમિટી તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે જેનું નેતૃત્વ મોનિટરિંગ કમિટી અને મંત્રી દ્વારા કરવામાં આવશે. પોતાના વિસ્તારમાં સિંહ સંરક્ષણને લગતી પ્રવૃત્તિઓ માટે કલેક્ટર્સ જવાબદાર રહેશે. આ સિવાય મોનિટરિંગ માટે ટ્રેકર્સ નીમવામાં આવશે.

- Advertisment -