બારડોલી તાલુકાના ઉવા ગામમાં અલભ્ય અને અત્યંત સુંદર એલબીનો સાપ જોવા મળ્યું. ભાણા નામના બે છોકરા સાથે એક નાગ બારડોલી ફ્રેન્ડ્સ ઓફ એનીમલ વેલ્ફેર ટ્રસ્ટના સેન્ટર પર મોકલ્યો હતો.

ટ્રસ્ટ અનુસાર નાગ અત્યંત દુર્લભ હોય છે જેનું નામ એલબીનો કોબ્રા છે. બારડોલીના એનીમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડ ના ત્યાં આ સાપને મુકવામાં આવ્યા છે. જતીન રાઠોડના જણાવ્યા મુજબ આવા પ્રકારના બીજા સાપ જિલ્લામાં જોવા મળ્યા છે. ગુજરાતમાં આ એલબીનો કોબ્રા ખૂબ જ ઓછા પ્રમાણ માં જોવા મળે છે.

રાઠોડ મુજબ એલબીનો કોબ્રા ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.મનુષ્યમાં જેમ કોઢનો રોગ હોય, તેમ હજારો સાપો માંથી કોઈક સાપને કોઢનો રોગ જોવા મળે
આ રોગમા સાપનો કલર સફેદ થઈ જાય છે.સાપનું શરીર સફેદ અને આંખો લાલ હોય છે. વધારે ગરમી હોય તો આવા સાપોનું મૃત્યુ પણ થઈ શકે છે.

સફેદ એલબીનો કોબ્રા અંગે વન વિભાગ ને જાણ કરાઈ છે.તબીબો દ્વારા સાપના ડેટા લેવામાં આવશે.ત્યાર બાદ વન વિભાગ દ્વારા અનુકૂળ વાતાવરણવાળી જગ્યા પર તેણે મુક્ત કરવામાં આવશે.