HomeWild Life Newsહકીકતે વાઘ આવ્યો રે વાઘ..!

હકીકતે વાઘ આવ્યો રે વાઘ..!

વડોદરાથી 60 કિ.મી દુર ડેડીયાપાડા પાસે બીગ કેટ ( Big Cat ) અચાનક રસ્તા પર આવી ચઢી,

ગુજરાતના ડેડીયાપાડા વિસ્તારના જંગલમાં વાઘ જોવા મળ્યો છે. આ વાત ચોક્કસ નવાઈ પમાડે તેવી છે. પણ હા આ વાત સાચી છે. ગુજરાતના ડેડીયાપાડાના જંગલ વિસ્તારમાં વાઘે પગ પેસારો કર્યો છે. નિષ્ણાંત જાણકારોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં છેલ્લે વર્ષ 1965-70માં વાઘ જોવા મળ્યો હતા. ત્યારબાદ ગુજરાતની જમીન પર કયારેય વાઘે દેખા દીધી નથી.

મળતી માહિતી પ્રમાણે ડેડીયાપાડા વિસ્તારમાં આવેલા રસેલા ગામના નરેન્દ્રસિંહ જાદવ પોતાની જીપ લઈને પોઈચા તરફના રસ્તા પર પસાર થતા હતા તે સમયે શુક્રવારની રાત્રીના સમયે જેતલપુર અને ભીલવાડા વચ્ચેના રોડ પર આ વાઘ જોવા મળ્યો હતો. રસ્તા વચ્ચે જ આવી જતા જીપની હેડ લાઈટમાં વાઘ દેખાતા તેની તસ્વીર કેદ કરી હતી. જોકે જોત જોતામાં વાઘ રસ્તો ક્રોસ કરીને ખેતરમાં જતો રહ્યો હતો. જોકે સ્થાનિકોમાં આ દિપડો હોય તેવું માની રહ્યા છે. કેમકે આ વિસ્તારમાં દિપડો છેલ્લા ઘણા સમયથી આતંક મચાવી રહ્યો છે. તેથી લોકો આને દિપડો જ માની રહ્યા છે. પરંતું જે રીતે તસ્વીર સામે આવી છે તે જોતા સ્પષ્ટ પણે દેખાઈ આવે છે કે વાઘ ગુજરાતની ઘરતીનો મહેમાન બન્યો છે.

જોકે નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ગુજરાતના ડેડીયાપાડા વિસ્તારમાં જો વાઘ જોવા મળ્યો હોય તો તેને મોટી ઘટના માની રહ્યા છે. કેમકે નિષ્ણાતોના મત પ્રમાણે ગુજરાત નજીક મહારાષ્ટ્રના જંગલો માંથી કદાચ ફરતા ફરતા ડેડીયાપાડાના જંગલોમાં આવી પહોચ્યો હોય. મહત્વપુર્ણ વાત એ છે કે ગુજરાતમાં દક્ષિણ ભારતના વાંસદાનાં જંગલોમાં વર્ષ 1947-50માં પાંચથી વધુ વાઘો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમજ આ જ જંગલોમાં છેલ્લે વર્ષ 1965-70ના સમય ગાળામાં વાઘ જોવા મળ્યો હતો. જોકે આટલા લાંબા સમયબાદ ગુજરાતની ધરતી પર વાઘ જોવા મળ્યોએ ખરેખર એક મોટી ઘટના ગણાવી શકાય. જોકે વાસંદા પછી આહવા પાસેના મહાલના જંગલોમાં વર્ષ 1990માં એક વાઘ દેખાયો હોવાનું સ્થાનિક લોકો દાવો કરી રહ્યા છે.

 

- Advertisment -