સાસણ ગીર જંગલ વિસ્તારમાં પૂનમની રાત્રીએ વનવિભાગ દ્વારા હાથ ધરાઈ હતી પ્રાથમિક ગણતરી.
ગુજરાતના ગૌરવ સમાન એશિયાટીક સિંહો( Asiatic Lion )ની સંખ્યામાં વધારો નોંધાયો છે. અમરેલી જિલ્લામાં એક અંદાજ મુજબ હાલ 600 જેટલાં એશિયાટીક સિંહો( Asiatic Lion )નોંધાયાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વનવિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક ગણતરીમાં એશિયાટીક સિંહો ( Asiatic Lion )ની સંખ્યામાં વધારો જોવાં મળ્યો છે.
ગીર કાંઠાનાં ગામ તથા બૃહદ ગીરમાં 60થી વધુ એશિયાટીક( Asiatic Lion )બાળ સિંહ નોંધાયાં હતાં. અમરેલીનું જંગલ સિંહબાળોથી ગુંજી ઉઠ્યું છે. વનવિભાગ પૂનમની રાત્રીએ કરાયેલા એશિયાટીક સિંહો ( Asiatic Lion )ની ગણતરીમાં અમરેલી જિલ્લામાં એશિયાટીક સિંહો ( Asiatic Lion )ની સંખ્યા માં ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. એક અંદાજ મુજબ હાલ 600 જેટલા એશિયાટીક સિંહો ( Asiatic Lion )ગીરમાં વસવાટ કરતા હોવાની વિગતો સામે આવી છે.
ગુજરાત વનવિભાગ દ્વારા સિંહ સંરક્ષણ ની કામગીરી રંગ લાવી છે અગાઉ કેનાઇન ડિસટેમ્બર નામક વાઇરસ કારણે દલખાણીયા માં એકીસાથે 24 એશિયાટીક સિંહો ( Asiatic Lion )ના મોત થતા સિંહો ની સંખ્યા ઘટી હતી. ગુજરાત વન વિભાગ દ્વારા દર પૂનમના દિવસે થતી પ્રાથમિક એશિયાટીક સિંહો ( Asiatic Lion )ગણતરી માં અમરેલી જિલ્લા માં જ 60થી વધુ એશિયાટીક ( Asiatic Lion )સિંહ બાળો નોંધાયાની પ્રાથમિક અનુમાન સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે દલખાણીયા રેન્જમાં 24 એશિયાટીક સિંહો ( Asiatic Lion )નાં રહસ્યમય રીતે મોત નિપજ્યાં હતાં. કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસથી મોત થતાં સિંહોની સંખ્યામાં ઘટાડાને લઇને જે-તે સમયે સિંહપ્રેમીઓમાં ઉગ્ર રોષ ભભૂક્યો હતો. પરંતુ હવે એશિયાટીક સિંહો ( Asiatic Lion )ની સંખ્યામાં વધારો થતાં આ એક ખુશીનાં પણ સમાચાર છે. 2015ની જો વાત કરીએ તો સિંહની ગણતરીમાં 511 સિંહો નોંધાયાં હતાં.
તમને જણાવી દઇએ કે હાલમાં એશિયાટીક સિંહો ( Asiatic Lion )નું રહેણાંક એટલે અમરેલી, બૃહદ ગીર, ધારી, ગીર પૂર્વ, જૂનાગઢ, સોમનાથ, ભાવનગર સહિતનાં વિસ્તારો છે.
સાસણ ગીર જંગલ વિસ્તારમાં ખુશીની લહેર ઊઠી છે. વર્ષ 2015માં થયેલી એશિયાટીક સિંહો ( Asiatic Lion )ની ગણતરીમાં સમગ્ર જંગલમાં 511 એશિયાટીક સિંહો ( Asiatic Lion )નોંધાયા હતા. હાલ અમરેલી બૃહદ ગીર ધારી ગીર પૂર્વ જૂનાગઢ સોમનાથ સહિત ભાવનગર સુધી એશિયાટીક સિંહો ( Asiatic Lion )નું રહેણાંક ફેલાયું છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે અમરેલી જિલ્લાની દલખાણિયા રેંજમાં વિશેષ રૂપે એશિયાટીક સિંહો ( Asiatic Lion )ના મોત થયા હતા. કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ ના કારણે સિંહના અકાળે મોત થવાથી એશિયાટીક સિંહ( Asiatic Lion ) પ્રેમીઓ અને વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટો ચિંતામાં સરી પડ્યાં હતા જોકે, હાલ જે એશિયાટીક સિંહો ( Asiatic Lion ) બાળની વસતિ ગણતરીનો અહેવાલ જાણવા મળી રહ્વયો છે તે જોતા વન્યપ્રેમી અને ગુજરાત માટે એશિયાટીક સિંહો ( Asiatic Lion )ની સંખ્યાનો વધારો શુભ સંકેત માની શકાય.