HomeWild Life Newsકોરોના ઈફેટ: રાજયના તમામ નેશનલ પાર્ક અને અભ્યારણ્યો તા. 17થી 29 માર્ચ...

કોરોના ઈફેટ: રાજયના તમામ નેશનલ પાર્ક અને અભ્યારણ્યો તા. 17થી 29 માર્ચ સુધી બંધ રહેશે

જાંબુઘોડા અને રતન મહાલ અભયારણ્યોમાં પ્રવાસીઓનો પ્રવેશ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા છે. કોરોના ફેલાવાની સંભાવના ટાળવા માટે વન્ય જીવો તેમજ પ્રવાસીઓ ની સુરક્ષા માટેની સતર્કતાના ભાગરૂપેજ આ પગલેવામાં આવ્યું હોવાનું ડો.ધવલ ગઢવીએ જણાવ્યું હતું

WSON Team

નોવેલ કોરોના વાઇરસ એટલે કે કોવિદ 19ની અકસ્માતે ફેલાવાની કોઈપણ સંભાવનાને ટાળવા અને વન્ય જીવો તેમજ પ્રવાસીઓની સુરક્ષા માટેની સતર્કતાના ભાગરૂપે મંગળવાર તા.17 થી 29 મી માર્ચ સુધી વડોદરા વન્ય પ્રાણી વિભાગ હેઠળ આવતા જાંબુઘોડા અને રતન મહાલ અભયારણ્યોમાં પ્રવાસીઓનો પ્રવેશ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભારત સરકારના વન અને પર્યાવરણ વિભાગ હેઠળની સેન્ટ્રલ ઝુ ઓથોરિટી એ તા.13 મી માર્ચે બહાર પાડેલા જાહેરનામાની જોગવાઈઓ અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.15મી માર્ચના આદેશના અનુસંધાને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

WSON Team

આ અંગે નાયબ વન સંરક્ષક ડો.ધવલ ગઢવી એ જણાવ્યું છે કે, જે પ્રવાસીઓએ ઉપરોક્ત સમયગાળામાં સંબંધિત અભયારણ્યોમાં પ્રવેશ માટે ઓનલાઇન નોંધણી કરાવીને ફી ચૂકવી દીધી છે, તેમને ચૂકવેલા ફી પરત ચુકવવામાં આવશે. તેમણે પ્રવાસીઓ અને લોકોને આ બાબતમાં ઉચિત સહયોગ આપવા અનુરોધ પણ કરવામાં આવ્યો હતો. જોકે ગુજરાત સરકારે જાહેર કરેલા પરિપત્ર મુજબ ગીર અભ્યારણ્ય સહિત રાજયના તમામ નેશનલ પાર્ક અને અભ્યારણ્યો આગામી તા. 17થી તા. 29 માર્ચ સુધી બંધ રહેશે.

- Advertisment -