ન્યુયોર્કના બારસેલોના માં એક પ્રાણીસંગ્રાલયમાં કોરોનાગ્રસ્ત માનવીય સંપર્કમાં આવેલ વાઘમાં સૂકી ખાંસી, કફ જેવા કોરોનાના લક્ષણ જોવા મળ્યા જેના આધારિત તેના રિપોર્ટ કરાતા વાઘને પણ કોરોનાં વાયરસની અસર જોવા મળી હતી. આ ઘટના એ વિશ્વભરમાં પ્રાણીસંગ્રહાલયમાં કોરોનાથી પ્રાણીઓને બચાવવા પગલાં ભરવામાં આવી રહ્યા છે.ભારતમાં પણ સેન્ટ્રલ ઓથોરિટી ઓફ ઝુ એ એક માર્ગદર્શિકા તમામ પ્રાણીસંગ્રહલાય, અભયારણ્ય તેમજ રાષ્ટ્રીય ઉદ્યાન માં ખાસ તકેદારી લેવા જણાવી દીધું છે.
આ અંગે જૂનાગઢ વન્યજીવ વર્તુળ વિભાગના મુખ્ય અધિકારી ડો ડી ટી વસાવડા એ જણાવ્યું હતું કે ગીર સાસણ ના 2500 કિ.મિ વિસ્તારમાં આશરે 600થી પણ વધુ એશિયાટિક લાયન છે. જ્યારે 3000 થી વધુ દીપડાઓ અને અન્ય પ્રાણીઓ છે. હાલ કોરોના માનવ માટે જીવતો બૉમ્બ સાબિત થઈ રહ્યો છે ત્યારે ન્યોયોર્ક માં વાઘ ને પણ કોરોના સંક્રમણ એ ભારતના વન વિભાગ ને સજાગ કરી દીધું છે. આથી જ તકેદારી રૂપે વન વિભાગે ગીર સાસણના તમામ ટ્રેકર્સ, ગાર્ડ,બીટ ગાર્ડસ, રેસ્ક્યુ સેન્ટરમાં કામ કરતા લોકો તમામ ને માસ્ક ગ્લોવ્સ પહેરવા જણાવી દીધું છે. પ્રોટોકોલ મુજબ તમામ સુરક્ષાના સાધનો સજ્જ છે.પ્રાણીઓમાં કોરોના ન ફેલાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
આ અંગે ગીર સાસણ ના ડીસીએફ ડો મોહન રામ એ જણાવ્યું હતું કે, ગીર સાસણમાં રેસ્ક્યુ સેન્ટર માં તેમજ ફિલ્ડમાં પ્રાણીઓની સારવાર માટે જતા કર્મચારીઓ માટે ખાસ ડ્રેસ બનાવ્યો છે એ પહેરવો ફરજીયાત કરી દીધો છે. જેથી કોઈ પણ પ્રાણી સીધો માનવીય સંપર્ક માં ન આવે. આ ઉપરાંત સિંહ સદન અને રેસ્ક્યુ સેન્ટરમાં ડીસ ઇન્ફેકટેડ કરવાનું શરૂ કરી દેવામાં આવેલ છે, રેસ્ક્યુ સેન્ટરમાં કામ કરતા લોકોના તાપમાનની ચકાસણી નિયમિત કરવામાં આવે છે. ખાસ સીસીટીવી થી તમામ પ્રાણીઓ પર નજર રાખવામાં આવી રહી છે. જેથી તેના વર્તન માં થતો ફેરફાર સ્વાસ્થ્ય અંગેની જાણકારી મેળવી શકાય.
જો કોઈ પ્રાણીમાં કોરોનાને લગતા કોઈ લક્ષણ જણાશે તો તરત જ ક્વોરોનાઈન કરવામાં આવશે અને સારવાર આપવા માટેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. સાસણ ખાતેની ખાસ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ પણ બનાવ્યો છે જરૂર પડ્યે જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રાહલાય ખાતેના આઇસોલેશન વોર્ડ ખાતે લઈ જવામાં આવશે.હાલ તો તમામ તૈયારી પ્રાણીઓને ખાસ કરીને સિંહોને કોરોના ના સંક્રમણથી બચાવવાની કામગીરી ચાલી રહી છે.
આ અંગે જૂનાગઢ સક્કરબાગ ઝુના મુખ્ય અધિકારી ડો. અભિષેક એ જણાવ્યું હતું કે એશિયાના સૌથી મોટા ઝુ પૈકીના ચોથા નંબરના જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહલાયમાં પણ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. એશિયાટીક સિંહ,વાઘ તેમજ અન્ય પ્રાણીઓના તમામ પિંજરા સહિત તમાંમ સ્થળો પર સેનેટાઇઝિંગ કરવામાં આવી રહ્યું છે. ઝુ માં કામ કરતા તમામ કર્મચારીઓ, સફાઈ કામદાર, ખોરાક પહોચડનાર, તબીબી સારવાર આપનાર તેમજ દેખરેખ રાખનાર તમામ ને ગ્લોવ્સ, માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ ફરજીયાત કરી દેવામાં આવ્યો છે. જેથી માનવીય સંપર્કમાં આવતા ઝુના તમામ પ્રાણીઓને પૂરું રક્ષણ મળી રહે.
જો કે હાલ લોક ડાઉનના લીધે દેશના તમામ ઝુ અને ખાસ કરીને ગીર અભયારણ્યમાં પ્રવાસીઓ માટે પાબંધી રાખેલ છે. તેથી વનયજીવો માટે સીધો ખતરો તેમની માટે કામ કરતા ઝુના કર્મચારીઓ અને કામદારો જ બની શકે આથી જ ખાસ તકેદારી રૂપે તમામ સ્ટાફ ને એલર્ટ કરી દેવામાં આવ્યો છે.
ભારત સરકારના પ્રોટોકોલ મુજબ તમામ તૈયારીઓ તમામ પ્રાણી સંગ્રહાલય અને અભયારણ્યમાં કરી લેવામાં આવી છે.આ પરથી કહી શકાય કે આપણા દેશમાં માનવીયજીવ જેટલી જ પ્રાણીઓના જીવની કિંમત છે. આપના માટે વન્યજીવો આપણી અમૂલ્ય સંપત્તિ છે. જેને બચાવવા વન વિભાગ અથાગ પ્રયત્નો કરી રહ્યું છે.