HomeWild Life Newsદાહોદ: આદમખોર દીપડાને પાંજરે પુરવા કવાયત તેજ, વનવિભાગે જંગલમાં નાંખ્યા ધામા

દાહોદ: આદમખોર દીપડાને પાંજરે પુરવા કવાયત તેજ, વનવિભાગે જંગલમાં નાંખ્યા ધામા

આદમખોર દીપડાને ઝડપી પાડવા કવાયત તેજ કરવામાં આવી છે. ઘાનપુરના જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા તપાસ હવે તેજ થઈ છે. વન વિભાગની ચાલુ કામગીરી દરમિયાન લાઈવ સેટેલાઈટ ઈમેજ મળી આવી છે.જે આધારે દીપડાને ઝડપી પાડવા પાંજરા મુકવામાં આવ્યા છે. મહત્વનું છે કે તપાસ દરમિયાન દીપડાના પગના નિશાન મળી આવતા. આસપાસના ગ્રામજનોને પણ આ બાબતે જાગૃત કરી સાવચેત કરાયા છે.

ઉલ્લેખનીય છે કે, પંચમહાલના દાહોદમાં છેલ્લા 6 દિવસથી આદમખોર દીપડાએ આતંક મચાવ્યો છે. છેલ્લા 6 દિવસમાં 3 વ્યક્તિનો દીપડાએ ભોગ લીધો છે. ત્યારે હવે વનવિભાગની ટીમે પણ કાર્યવાહી શરૂ કરી છે. દીપડાને શોધવા માટે સાસણગીર અને ભાવનગરથી વનવિભાગની ટીમો બોલાવવામાં આવી છે.

હાલમાં 150 જેટલા વનવિભાગના કાર્મચારીઓ દીપડાને શોધવા માટે કામગીરી કરી રહ્યા છે. આ સાથે જ દીપડાને પકડવા માટે વનવિભાગે કેમેરા અને 7 જેટલા પાંજરા પણ મુક્યા છે. મહત્વનુ છે કે, દીપડાએ છેલ્લા એક અઠવાડીયામાં 5 લોકો પર હુમલો કર્યો છે.

- Advertisment -