HomeWild Life Newsદાહોદ: દીપડાનો આતંક યથાવત, 7 દિવસમાં 5 લોકો પર હુમલો, 3 લોકોના...

દાહોદ: દીપડાનો આતંક યથાવત, 7 દિવસમાં 5 લોકો પર હુમલો, 3 લોકોના મોત

દાહોદ જિલ્લા દેવગઢબારીયા તાલુકામાં દીપડાનો આતંક હજુ યથાવત છે. આદમખોર દીપડાએ વધુ એક મહિલા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી છે. અત્યાર સુધીમાં દીપડાના હુમલામાં કુલ ત્રણ લોકોના મોત નિપજી ચુક્યા છે.

માહિતી માહિતી પ્રમાણે દાહોદના દેવગઢબારીયા તાલુકાના ધાનપુરમાં છેલ્લા એક અઠવાડીયાથી દીપડો જંગલ વિસ્તાર છોડી માનવ વસ્તીમાં ફરી રહ્યો છે. આ દીપડો આદમખોર બની ગયો છે. જેણે 6 દિવસમાં અત્યાર સુધીમાં પાંચ લોકો પર હુમલો કર્યો છે. જેમાં 3 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એક બાળકી અને મહિલા ગંભીર ઈજાઓ પહોચી હતી. ભાણપુર ખાતે આદમખોર દીપડાએ એક મહિલાને પોતાનો શિકાર બનાવી દીપડાએ મહિલાને શિકાર બનાવી જંગલમાં લઈ જઈ પોતાનો ખોરાક બનાવી દીધો હતો.

WSON Team

આદમખોર દીપડાને ઝડપી પાડવા 1૦૦થી વધુ વનવિભાગ કર્મીઓ દિવસ રાત એક કરી ખડે પગે કામે લાગ્યા છે. દીપડાને પકડવા માટે સાત પાંજરા ગોઠવવામાં આવ્યા છે. પરંતુ દીપડો હજુ પકડથી બહાર છે. આજુ બાજુના તમામ ગામના લોકો ડર અને દહેશતમાં ઓથા હેઠળ જીવી રહ્યા છે. કામ વગર સાંજ પછી ઘરમાંથી બહાર નીકળવું પણ લોકો ટાળી રહ્યા છે.

વનવિભાગની ટીમે આખરે આદમખોર દીપડાને શૂટ કરવાનો નિર્ણય લીધો છે. જેને માટે વનવિભાગે સરકાર પાસે મંજૂરી માંગી છે. હવે સરકાર મંજૂરી આપે તેની રાહ જોવાઈ રહી છે. જોકે, દીપડાને શૂટ કરવા માટે શૂટર ટીમને સ્ટેન્ડ બાય પણ કરી દેવામાં ઓઆવી છે. આ સિવાય દીપડાને ઝડપી પાડવા માટે ધાનપુર જંગલ વિસ્તારમાં કેમેરા ટ્રેપ પણ ગોઠવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -