HomeWild Life Newsઆદમખોર દીપડાને પકડવા વનવિભાગે દિવસ રાત એક કર્યા, દિપડો વનવિભાગની પકડથી દુર

આદમખોર દીપડાને પકડવા વનવિભાગે દિવસ રાત એક કર્યા, દિપડો વનવિભાગની પકડથી દુર

દાહોદમાં છેલ્લા એક સપ્તાહ જેટલા સમયથી આદમખોર દીપડાએ આતંક મચાવ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં 3 વ્યક્તિનો દીપડાએ ભોગ લીધો છે. ત્યારે હવે વનવિભાગની ટીમે પણ કાર્યવાહી તેજ કરી આદમખોર દીપડાને પાંજરે પુરવા કવાયત તેજ કરી છે. જંગલ વિસ્તારમાં દીપડાને શોધવા માટે સાસણગીર અને ભાવનગરથી વનવિભાગની ટીમો બોલાવવામાં આવી છે.

WSON Team

હાલમાં 150 જેટલા વનવિભાગના કાર્મચારીઓ દીપડાને શોધવા માટે કામગીરી કરી રહ્યા છે. આ સાથે જ દીપડાને પકડવા માટે વનવિભાગે કેમેરા અને અંદાજે 7 જેટલા પાંજરા પણ મુક્યા છે. સણગીરની વન્ય પાણી ટ્રેકિંગની ટીમ ધાનપુરના જંગલમાં દીપડાને શોધી રહી છે. દીપડાના આતંકના કારણે લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો છે.
સામાન્ય રીતે દાહોદ જિલ્લામાં દિપડાઓ અવાર નવાર માનવ વસ્તીમાં ધુસી આવતા હોવાનું સામે આવ્યું છે. દાહોદના જંગલ વિસ્તારમાં એક માનવભક્ષી દિપડાનો આતંક વધી રહ્યો છે. આ દિપડો ધાનપુરના લોકો અને વન વિભાગના કર્મચારીઓ માટે મથાનો દુખાવો બન્યો છે. વન વિભાગ દ્વારા દિપડાને પકડવા માટે અવનવી ટેકનિકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

WSON Team

દાહોદના ધાનપુરમાં માનવભક્ષી દિપડાનો આતંક વધ્યો છે. ત્યારે દાહોદ વનવિભાગની ટીમે દીપડાને ઝડપી પાડવા માટે નવીન રીત અપનાવવામાં આવી છે. પાંજરામાં મારણ રાખવાની જગ્યાએ પાંજરામાં વનવિભાગમા કર્મચારીઓને એરગન સાથે મુકવામાં આવ્યા છે. દીપડો નજીક આવેતો એરગનથી શૂટ કરવા આદેશ આપ્યો છે. હાલતો આ આદમખોર દીપડો વનવિભાગ માટે માથાનો દુખાવો બન્યો છે. ખુંખાર દીપડાને ઝડપી લે માટે વનવિભાગ દિવસરાત એક કર્યુ છે.

- Advertisment -