HomeWild Life Newsસાસણ ગીર : ખેતરમાંથી મળ્યો કોહવાઈ ગયેલી હાલતમાં સિંહણનો મૃતદેહ

સાસણ ગીર : ખેતરમાંથી મળ્યો કોહવાઈ ગયેલી હાલતમાં સિંહણનો મૃતદેહ

તાલાલા તાલુકાના આંબળાશ ગીર ગામે ખેતરમાંથીસાવ કોહવાઈ ગયેલો સિંહણનો મૃતદેહ મળતા વન વિભાગની ટીમે બનાવના સ્થળે દોડી જઈ મૃતદેહ કબ્જે કરીને સિંહણનાં મૃત્યુ અંગે  તપાસ હાથધરી હતી.

મળતી માહિતી મુજબઆંબળાશ ગીર ગામની પૂર્વ બાજુની સીમના ખેતરના પાકમાંથી દુર્ગંધ આવતી હોવાથી ખેડૂતે તપાસકરતા સિંહણ નો મૃતદેહ પડયો હોવાથી તાલાલા ખાતેની વન વિભાગની કચેરીને જાણ કરતા આર.એફ.ઓ.સહિતનાં સ્ટાફે બનાવનાં સ્થળે દોડી જઈ સિંહણનો મૃતદેહ કબજે કર્યો હતો. સિંહણનો મૃતદેહ એકદમ કોહવાઈ ગયેલો હોવાથી વેટરનરી તબીબને બોલાવી સ્થળ ઉપર પી.એમ. કરી મૃતક સિંહણના વીસેરા લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યો હતો.

આ બનાવ અંગે વન વિભાગના અધિકારીએ જણાવ્યા મૃતક સિંહણની પાંચથી છ વર્ષની ઉંમર હતી. અને અંદાજે છ દીવસ પહેલા મૃત્યુ  પામી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. પી.એમ. રીપોર્ટ આવ્યા બાદ સિંહણનાં મૃત્યું અંગે સચોટ કારણ જાણવા મળશે. સિંહણ સાથે કોઈ  બચ્ચા હતા જ નહીં. જેથી ત્રણ બચ્ચા ગુમ થયાની વાત માત્ર અફવા છે. તાલાલા રેન્જમાં સ્ટાફ દ્વારા નિયમીત પેટ્રોલીંગ થાય છે.

 આ  બનાવ  બાદ અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરાવી છે. ત્રણ  બચ્ચા સાથે હોવાની કોઈ વિગતો કયાંયથી પણ જાણવા મળી નથી. આંબળાશ ગીર ગામેથી મળેલો સિંહણનો મૃતદેહ એકદમ કોહવાઈ ગયેલો હોવાથી સ્થળ ઉપર જ વન વિભાગનાં સ્ટાફ દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

- Advertisment -