દીવ એટલે પર્યટકો નું માનીતું સ્થળ જે જ્યાં તમે બે રોક ટોક શરાબ, બિયર ની મહેફિલ જમાવી શકો, ચારે બાજુ બાર માં બસ બસ શરાબ જ દેખાય એટલે જ લોકો ને મન દીવ એ એક અલગ નઝરીયાથી પણ જોવાય છે. સારા અને સુસંસ્કૃત લોકો ત્યાં જવાનું ટાળે છે.
હું પણ પહેલાં એવુ જ વિચારતી હતી. કે ત્યાં જતા લોકો સારા ન હોય. પણ મેં જોયેલું દીવ એક અલગ ઓળખ છે. સૌંદર્ય અને ઇતિહાસ ના ગવાહો થી ભરપૂર છે. મેં જોયેલા દીવ ને આજે તમને મારા નજરથી બતાવવાની કોશિશ કરું છું. કદાચ આ લેખ વાંચ્યા પછી દીવ પ્રત્યે તમારો નજરીયો બદલાશે જરૂર.
દીવ આમ તો આખું વર્ષ રમણીય હોય છે પરંતુ ઓક્ટ થી માર્ચ અહીં આવવા નો શ્રેષ્ઠ સમય છે. ખાસ કરીને ડિસેમ્બર માં અહીં સૌથી વધુ પ્રવાસીઓ આવે છે .અહીં તમને રહેવા અને જમવા ની સુંદર સગવડ મળી રહેશે. હોટેલો, રિસોર્ટ અને ગેસ્ટહાઉસમાં તમે તમારા બજેટ પ્રમાણે રહી શકો છો. અહીં ગુજરાતી ખાણું મળવું થોડું મુશ્કિલ છે પરંતુ મળી જાય છે. અમુક હોટેલ માં.દીવ ની મુલાકાત લો એ પહેલાં જાણી લો દીવ કેવુ છે એ કેવા છે પર્યટક સ્થળો.
નાગવા બીચ
દીવ ની ઓળખ એટલે નાગવા બીચ કે જ્યાં હજારો પ્રવાસીઓ ઓ સુંદર રમણીય તટ પર શાંત સમુદ્રના પાણીમાં સ્નાન કરતા કરતા પ્રકૃતિ ને માણે છે. વોટર બાઈક અને બોટ માં બેસવાનો આનંદ માણે છે. સુંદર અને વિશાળ દરિયા કિનારે રમણીય તટ પર લોકો પીકનીક માણે છે. દૂર દૂર થઈ લોકો અહીં ખાસ નાગવા બીચ જોવા આવે છે. અહીં દર વર્ષે દીવ ફેસ્ટિવલ નિમિતે યોજાતા કાર્યક્રમ માં નાગવા બીચ પર પર્યટકો માટે ખાસ સ્પર્ધાઓ અને જલસા,મ્યુઝિકલ પાર્ટી ના આયોજન થાય છે.
દીવ ફોર્ટ
દીવ નું બીજું આકર્ષણ છે દીવ ફોર્ટ દિવ ફોર્ટ આજે પણ પોર્ટુગીઝો ના આગમન થી લઈ દીવ ની આઝાદી ની સાક્ષી પૂરે છે. ફોર્ટ ની અંદર આવેલ દીવાં દાંડી ,અનેક તોપ અને ચારે બાજુ દરિયા થી ઘેરાયેલા આ ફોર્ટ ને જોવો એ એક લ્હાવો છે. અહીં અનેક હિન્દી ફિલ્મો ના શૂટિંગ થયા છે. બોલિવૂડ નું આ પ્રીય સ્થળ છે. કહેવાય છે કે 1935 થી 1946 દરમિયાન ગુજરાત ના સુલતાન બહાદુર શાહ અને મોગલ સમ્રાટ હુમાયુ એ આ કિલ્લા થી ભારત ને રક્ષણ આપવા માટે બનવયો હતો.આ પછી 1937 માં પોર્ટુગીઝો એ ભારત માં પ્રવેશી 424 વર્ષ શાસન કર્યું ભારત ની આઝાદી પછી 15 વર્ષ બાદ 1961 માં ભારત સરકારે દીવ દમણ અને ગોવાને પોર્ટુગીઝોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યૂ દીવ ના આ ઇતિહાસ અને પોર્ટુગીઝોની યાદ આજે પણ અહીં જોઈ શકાય છે. આજે પણ અહીં ભારતીય સંસ્કૃતિ થી દૂર એક અલગ સંસ્કૃતિ અહીં જોવા મળે છે.
St pol ચર્ચ
વર્ષ 1610 માં દીવ માં પોર્ટુગીઝો દ્વારા સંત પોલ એટલે જે ઈશું ખ્રિસ્ત ના મસીહા ની યાદ માં આ સુંદર ચર્ચ બનાવાયું હતું. દીવ નું આ ચર્ચ ઇમમાંક્યુલેટ કોન્સેપશન લેડી ને સમર્પિત કર્યું છે. આ ચર્ચ ની ડિઝાઇન અને નિર્માણ વાસ્તુકલાની ઉત્તમ શૈલીઓ માં ગણવામાં આવે છે. ચર્ચ ની અંદર લાકડા પર ઉત્તમ નકશીકામ અને સુંદર પ્રકારની કોતરણી કરવામાં અવિ છે. દીવ નું આ ચર્ચ સામન્ય લોકો માટે ખાસ છે કારણકે અહીં દિવ આવતા દરેક મુલાકાતીઓ નાત જાતના ઊંચ નીચ ના ભેદ વગર આવી શકે છે.
ઓમ ગંગેશ્વર મહાદેવ
કહેવાય છે કે મહાભારત ના પાંચ પાંડવો એ અજ્ઞાતવાસ દરમિયાન દીવ ના દરિયા કિનારે આવી પોતપોતાની શિવ લિંગ બનાવી શિવ પૂજા કરી હતી આજે પણ અહીં આ પાંચ પાંડવોની શિવ લિંગ હાજરાહજૂર છે. દરિયા ના મોજા આ પાંચે પાંચ શિવ લિંગ ને જળાભિષેક કરે છે. અહીં દરેક લોકો પૂજા અર્ચના કરી શકે છે. અહી આવતા લોકો આ સૌંદર્ય થી ભરપુર જગ્યા પર તસવીરો ખીંચાવી યાદગાર પળો સાથે લઇ જાય છે.
દીવ ના રમણીય બીચ
દીવ આમ તો આખું રમણીય છે સ્વચ્છ સુઘડ અને શાંત છે. દીવ માં નાગવા બીચ ઉપરાંત ઘોઘા બીચ અને જલન્રદ બીચ પણ છે જે ફરવા લાયક સ્થળ તરીકે પ્રસિદ્ધ છે. અહીં લોકો દરિયાના મોજા ને મન ભરી માણી શકે છે. સુંદર તટ અને વિશાલ સમુદ્ર નું આ દ્રશ્ય ખરેખર મન ને મોહિત કરી દે છે.
સી -શેલ
વિશ્વ નું આ એક એવું મ્યુઝિયમ છે જ્યાં દરિયાઈ જીવો ને શિલ્પ કલા સાથે જોડી સુંદર આકૃતિઓ બનાવવા માં આવી છે. ડાયનાસોર, મગર ,કાચબા,ક્રેબ , કરચલો , સુંદર છીપ જેવા અનેક શિલ્પો અહીં વિશાલ સ્વારૂપ માં જોવા મળે છે .નાગવા બીચ થઈ તદ્દન નજીક આ મ્યુઝિયમ લોકો નું મનપસંદ સ્થળ બન્યું છે. જ્યાં બાળકો ખૂબ ખુશ થઈ દરિયાઈ પ્રકૃતિ ને ઑલખે છે. આખા વિશ્વ માં દરિયાઈ તટે આવી રીતે કોઈ મ્યુઝિયમ હોય એવું આ એક જ સ્થળ છે.
INS ખુકરી મ્યુઝીયમ
INS મેમોરીયલ મ્યુઝીયમ સાઈટ માં ઇન્ડિયન નેવલ શીપ કે જે ઇન્ડિયા પાકિસ્તાન ના 1971 ના યુદ્ધ દરમિયાન પાકીસ્તન સબમરીન દ્વારા ને ડૂબાડવા માં આવ્યું હતું તેની યાદો છે . આ શીપ દીંવ થી 40 નોટીકલ માઈલ દુર ડૂબ્યું હતું. ત્યારે તેમાં 18 અધિકારીઓ અને 176 જેટલા ખલાસીઓ હતા. આ શીપના કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા મહાવીર ચક્ર અને તેની ટીમ ની યાદ માં શીપ નું મ્યુઝીયમ વર્ષ 1999 માં બનાવ્યું છે. અને કેપ્ટન ને સમર્પિત કરવામાં આવ્યું છે.
નોઈડા કેવ્ઝ
આ ગુફાઓ કલાત્મક અને કોતરણી થી ખૂબ જ સુંદર લાગે છે. યુવાઓ માટે તસ્વીર ખેંચવાનું આ એક ઉત્તમ શ્રેષ્ઠ સ્થળ છે. ચારે બાજુ સૌંદર્ય અને હરિયાળી વચ્ચે આ કોતરાયેલી ગુફા ખરેખર જોવા લાયક છે.
દિવ કેન્દ્ર શાસિત પ્રદેશ છે દીવ ની સુંદરતા અને સ્વચ્છતા, રમણીયતા અને શાંતિ, સંસ્કૃતિ અને ઓળખ એક આગવી પહેચાન બની ચુક્યા છે. હું જ્યારે પણ દીવ આવું ત્યારે પોર્ટુગીઝ ની ઝાંખી આજે પણ આપણે ત્યાં વિદેશી હોઈ એવો અહેસાસ કરાવે છે.
કેવી રીતે જશો ?
સડક માર્ગે :
દીવ કેન્દ્રશાસિત પ્રદેશ છે અરબ સાગર ના કિનારે આવેલ છે અમદાવાદ થી દીવનું અંતર 367 કિમિ છે. એ જ રીતે રાજકોટ થઈ દીવ નું અંતર 248 કિમિ છે. જો તમે બસ દ્વારા દીવ જવા માંગતા હોય તો રાજકોટ, અમદાવાદ , જૂનાગઢ એમ લગભગ તમામ સ્થળોએથી રાજ્ય પરિવહનની બસો ઉપલબ્ધ છે.
હવાઈ માર્ગે :
અહીં સુધી આવવા જવા માટે હવાઈ માર્ગ સરળ છે. અમદાવાદ અને રાજકોટ તેમજ દેશના અન્ય શહેરોથી પણ દીવ આવવા માટે કનેકટેડ છે.
રેલ માર્ગે :
સૌથી સરળ અને રોચક માર્ગ ટ્રેન છે જી હા ભારત ની 4 મોટરગેજ ટ્રેન માની એક જૂનાગઢ -દેલવાડા ટ્રેન છે. જે ગીર ના જગંલ માંથી પસાર થાય છે. કુદરતને માણતા અને પ્રકૃતિક સૌંદર્ય ને જોતા જવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. ટ્રેન દીવ થી 15 કિમિ દૂર દેલવાડા સુધી લઈ જાય છે. ત્યાંથી રીક્ષા કે ટેક્ષી દ્વારા દીવ પહોંચી શકાય.