ગુજરાત વન્યજીવ સંરક્ષણ અને સંવર્ધન પ્રોજેકટ હેઠળ લુપ્ત પ્રજાતિઓમાં ગીધ બાદ હવે ઇગલ અને હેરિયર ને પણ સેટેલાઇટ ટેલિમેટ્રી કરવામાં આવ્યા છે જેથી તેમની ગતિવિધિઓ અને જીવનશૈલી નો અભ્યાસ કરી શકાય.
યાયાવર પક્ષીઓની સંખ્યામાં ઘટાડો

ગુજરાત પક્ષીઓની વિવિધ પ્રજાતિઓથી સમૃદ્ધ છે.વન્ય વિભાગના મત મુજબગુજરાતમાં 19 બર્ડ વોચિંગ સ્થળો છે જેમાં 609 પ્રજાતિઓ ગુજરાત માં જોવા મળે છે જેમાં શિયાળામાં આવતા વિદેશી પક્ષીઓ ખાસ આકર્ષણ ઉભું કરે છે .ગુજરાતમાં ખાસ કરીને શિકારી પક્ષીઓ બાજ, સમડી, ગીધની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે.
શા માટે ટેગિંગ કરવામાં આવે છે?

છેલ્લા કેટલાક વર્ષોથી યાયાવર અને શિકારી પક્ષીઓ ગણાતા આ પક્ષીઓની સંખ્યા માં તીવ્ર ઘટાડો થયો છે જેથી તે પાછળના કારણો જાણવા,પક્ષીઓની જીવનશૈલી સમજવા તેમજ લુપ્ત થતી પ્રજાતિઓની જાળવણી કરવા સેટેલાઇટ ટેલિમેટ્રીટેગ લગાવાય રહ્યા છે. હાલ તો રેર જોવા મળતી ત્રણ પ્રજાતિઓ જેમાં ગ્રેટેડ સ્પોટેડ ઇગલ,ઇન્ડિયન સ્પોટેડ ઇગલ અને ટાવની ઇગલ અને એક નર હેરિયરને ટેગિંગ કરવામા આવ્યા છે.
ટેગીંગ પ્રોસેસ પ્રક્રિયા કેવી હોય?

યાયાવર પક્ષીઓને પકડી ટેગિંગ કરી ફરી છોડી મુકવાની આ પદ્ધતિ માં ખૂબ સાવચેતી જરૂરી હોય છે.
ખૂબ સાવધાનીપૂર્વક ટેગિંગ પ્રોસેસ કરવામાં આવે છે.
શુ શુ માહિતી મળી શકે?

સેટેલાઇટ ટેગીંગ દ્વારા યાયાવર પક્ષીઓની સ્થાનાંતર, વ્યાપ વિસ્તાર, રહેઠાણની અનુકૂળતા, પ્રવાસ સમય, જીવન પદ્ધતિ અને વર્તુણક જેવી માહિતી મળી શકશે.જે આગામી સમયમાં આ પ્રજાતિઓના સંરક્ષણ માટે ના ખાસ પ્રોજેકટ માટે ઉપયોગી નીવડશે..
ધી કારબેટ ફાઉન્ડેશન ના દેવેશ ગઢવી ની મદદથી ગુજરાત વન વિભાગ ના અગ્ર ઉપ સચિવ શ્યામલ ટીકાદર, જૂનાગઢ વન્યજીવ વર્તુળ અધિકારી ડૉ દૂષયત વસાવડા ગીર વિભાગ મુખ્ય સંરક્ષણ અધિકારી ડો મોહન રામ સહિતની ટિમ સેટેલાઇટ ટેગીગ દ્વારા પક્ષીઓની પ્રજાતિઓ ના સંરક્ષણ માટે પ્રયત્ન કરે છે.