લુણાવના કંતારના જંગલમાં એક વાઘ( Big Cat)નો મૃતદેહ મળી આવતા બુધવારે ગીરથી પેનલ ટીમ અને સ્થાનિક પશુ ચિકિત્સકની ટીમ આવી હતી. પોસ્ટમોર્ટમ કર્યા બાદ વિસેરા લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી તપાસ હાથ ધરી હતી. જે જગ્યાએ વાઘ( Big Cat)નો મૃતદેહ મળી આવ્યો હતો. તેની પાસેની ખુલ્લી જગ્યામાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
મહિસાગરના લુણાવાડાના ગઢના જંગલ પાસે આવેલ રસ્તા પરથી ગત્ત તા. 6 ફેબ્રુઆરીના રોજ કાર લઇને પસાર થતા એક શિક્ષકે વાઘ( Big Cat) જોતા મોબાઇલમાં ફોટો પાડી વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગે તપાસના ભાગરુપે નાઈટવીઝન કેમેરા ગોઠવામાં આવ્યા હતા. જેમાં સંતમાતરોના જંગલમાં ગોઠવેલા નાઈટ વીઝન કેમેરામાં ગત્ત તા. 12 ફેબ્રુઆરીના રોજ વાઘ( Big Cat) દેખાયો હતો. ત્યારબાદ વનવિભાગ દ્રારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
જોકે આ તમામ દાવાઓ વચ્ચે આ વાઘ( Big Cat)નો મૃતદેહ કંતારના ગાઢ જંગલોમાં તા. 26 ફેબ્રુઆરીની સાંજે સ્થાનિકોને ધ્યાનમા આવતા વનવિભાગને જાણ કરવામા આવી હતી. સાથે સાથે વન્ય પ્રાણીપ્રેમીઓમાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી. વાઘ( Big Cat)ના મૃત્યુની ખબર આસપાસના ગામોમા વાયુવેગે ફેલાતા વાઘ( Big Cat)ને જોવા માટે મોટી સંખ્યામાં લોકાનાં ટોળા ઉમટી પડ્યા હતા.
વાઘ( Big Cat)ના અંતિમ સંસ્કારમાં વડોદરા વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક સંજયકુમાર શ્રીવાસ્તવ, મહિસાગર ડીસીએફ આર.એમ.પરમાર સહિત વનવિભાગના સ્થાનિક અધિકારીઓ, વનકર્મીઓ હાજર રહ્યા હતા. હાલ વાઘ( Big Cat)ના મૃતદેહમાથી વિસેરા લીધા બાદ હવે જે રિપોર્ટ આવે તે બાદ જ વાઘનાં મોતનું સાચુ કારણ જાણી શકાશે.
જોકે 30 વર્ષ બાદ જ્યારે પ્રથમ વખત ગુજારતની ઘરતી પર વાઘ( Big Cat)જોવા મળ્યો ત્યારે કહેવામા આવ્યુ હતુ કે,”ટાઇગર અભી જીંદા હૈ” હવે જ્યારે તે દુનિયામાથી અલવિદા થઈ ગયો છે. ત્યારે કહી શકાય કે “એક થા ટાઇગર” હાલતો ગુજરાતમાં મહેમાન બનીને આવેલા વાઘ( Big Cat)ના મૃત્યુના સમાચારથી વનપ્રેમીઓ ભારે આઘાતમાં સરી પડ્યા છે.