એક જમાનામાં ગુજરાતમાં વાઘ હોવાની વાતો સાચી પડી હતી. ગુજરાતમાં 27 વર્ષ પહેલા ડાંગમાં વાઘ( Big Cat) દેખાયો હતો અને ત્યાર બાદ આવરનવાર આદિવાસી વિસ્તારમાં વાઘ( Big Cat) દેખાયાની વાતો સાંભળવામાં આવતી હતી. 50 વર્ષ પહેલા ગુજરાતમાં વાઘ વસવાટ કરતા હતા. વિજયનગરથી લઈને ડાંગ સુધી વાઘ ( Big Cat)વસવાટ કરતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઈડરનાં જંગલોમાં વાઘ( Big Cat) દેખાયાની વારંવાર વાતો સામે આવતી હતી.

એકમાત્ર રાજ્ય જ્યાં એક સમયે ચિત્તા, વાઘ, સિંહ અને દીપડા વસાવાટ કરતા હતા. હાલમાં ગુજરાતમાં સિંહ અને દિપડા જ જંગલોમાં વસવાટ કરે છે. ત્યારે ગુજરાતમાં 15 દિવસ પહેલા મહિસાગર જીલ્લામાં વાઘ( Big Cat) મહેમાન બવ્યો હતો. જેની રાજ્ય સરકારે અધિકૃત પુષ્ટિ કરી હતી. ગુજરાતમાં 15 દિવસ પહેલા જ જોવા મળેલા વાઘ( Big Cat)નો લુણાવાડા રેન્જમાંથી જંગલ વિસ્તારમાંથી વાઘનો મૃતદેહ મળી આવતા વનવિભાગ દોડતુ થયું છે. ગુજરાતમાં 30 વર્ષ બાદ વાઘ( Big Cat) જોવા મળ્યો હતો. અને આ વાઘનું મૃત્યું થતા વન્યપ્રેમીઓમાં હતાશા જોવા મળી રહી છે.

વન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ વાઘ( Big Cat)નો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળ્યો છે. એટલે તેના મૃતદેહને પીએમ અર્થે મોકવામાં આવશે. અને ત્યાર બાદ જ વાઘ( Big Cat)ના મૃતદેહ અંગેનું રહસ્ય બહાર આવશે. મહત્વનું છે, કે છેલ્લા કેટલાક દિવસથી મધ્યપ્રદેશની રેન્જમાંથી આ વાઘ( Big Cat) આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.

ગુજરાતમાં વાઘ( Big Cat)ના વધામણાં બાદ વન વિભાગ દ્વારા જંગલમાં ન જવા તાકીદ અને સલાહ પણ અપાઈ હતી.ઉલ્લેખનિય છે, કે મહિસાગર જિલ્લામાં વાઘ( Big Cat) દેખાયા હોવાની પૃષ્ટી કરાયા બાદ વન વિભાગે મહિસાગર વન વિભાગ દ્વારા વાઘ( Big Cat)ના હોવાની પૃષ્ટી કરવા માટે વન વિભાગે નાઇટ વિઝન કેમેરા જંગલમાં ગોઠવવામાં આવ્યા હતા. જેમાં આ વાઘનો વિડિયો કેદ થયો હતો. ત્યારે મહિસાગર જિલ્લાના આ જંગલોમાં વન વિભાગ દ્વારા જંગલમાં જવા માટે સાવચેતીના ભાગરૂપે જંગલમાં લોકોને જવા માટેની ના પાડવામાં આવી હતી. છતાં કયા કારણોસર વાઘ( Big Cat)નું મોત થયું તે તપાસ બાદ જ ખબર પડશે.

જોકે વાઘના મોતને લઈને વન્યપ્રેમીઓમાં હતાશા જોવા મળી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં રહેતા અને વાઘ( Big Cat)ના અભ્યાસું અને નિષ્ણાંત વિશાલ ઠાકુર wildstreakofnatre.com સાથેની ખાસ વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે ભારતની અંદર વાઘ( Big Cat) ઘટી રહ્યા છે. ત્યારે એક લાંબા સમય બાદ ગુજરાતની ઘરતી પર વાઘ જોવા મળ્યો અને એક મહિનાની અંદર વાઘ( Big Cat)ને ગુમાવ્યો પણ છે તે દુ:ખની વાત છે.
જોકે જંગલ વિસ્તાર માંથી જે વાઘ( Big Cat)નો મૃતહેદ મળી આવ્યો તેના મોતનું કારણ પીએમ રીર્પોટ બાદ જ જાણી શકાશે. ગુજરાતમાં વાઘ ( Big Cat)મધ્યપ્રદેશ માંથી ગુજરાતમાં પ્રવેશ્યો હતો. અને ગુજરાતના મહિસાગરના જંગલ વિસ્તારને વાઘે( Big Cat)ઘર બનાવ્યું હતું. જોકે એક લાંબી યાત્રા કરી વાઘ ગુજરાતમાં પ્રવેશ્યો હોય તે દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં ફરીને ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો જેને પગલે કોઈ ડીસીસ તેમજ કોઈ બિમારી થઈ હોય કે પછી તેના મારણમાં કોઈ જેરનું પ્રમાણ મળી શકે અથવા તો કોઈ કુદરતી કારણ પણ જવાબદાર હોય શકે છે. આ ઉપરાંત ખોરાકના મળવાને કારણે વાઘ( Big Cat)ના મોતની પાછળનું નકારી શકાય તેમ નથી.
ગુજરાતમાં વાઘના નિષણાંત ખુબ જ ઓછા છે વિશાલ ઠાકુર અગાઉ મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં વાઘ( Big Cat) માટે કામ કરી ચુક્યા છે. જયારે ગુજરાતમાં વાઘ( Big Cat) દેખાયો ત્યારે વિશાલ ઠાકુરે ડિર્પાટમેન્ટનો સંપર્ક પણ કર્યો હતો. અને વાઘ( Big Cat)ની હિલચાલ અને મોનેટરીંગની કરવાની ઈચ્છા પણ વ્યકત કરી હતી.
wildstreakofnatre.com સાથેની વધુ વાતચિત દરમિયાન વિશાલ ઠાકુરે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ માંથી વાઘ( Big Cat) જયારે ગુજરાતના જંગલોમાં આવ્યો ત્યારે મધ્યપ્રદેશ વન વિભાગની ટીમ પણ મદદ લેવાની જરૂર હતી. કેમકે મધ્યપ્રદેશમાં વધુ વાઘ( Big Cat) છે તેથી ત્યાંના ડિપાર્ટમેન્ટને વાઘ( Big Cat) વિષે વધુ અનુભવ હોય છે. તેમની મદદ લેવાની જરૂર હતી. જયારે ગુજરાતમાં વઘારે એશિયાટીક સિંહો અને દિપડા જોવા મળે છે.
વધુમાં વિશાલ ઠાકુરે જણાવ્યું હતું કે વાઘ( Big Cat)ના મોત પાછળ કંઈ ખામી રહી ગઈ તે અંગે અભ્યાસ કરવાની જરૂર હતી. આપણી પાસે તક છે. ગુજરાતમાં વાઘ( Big Cat) હતો તે એક મોટી ઘટના હતી હવે આ અંગે પ્રોપર તપાસ કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટના ના ઘટે મે પણ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કર્યો હતો પણ મને ગુજરાતમાં વાઘ( Big Cat)ના અભ્યાસનો મોકો ના મળ્યો તેનું દુ:ખ છે. જોકે સામાન્ય રીતે વાઘ( Big Cat) એકલુ રહેવાનું પસંદ કરવાનુ પ્રાણી છે. ગુજરાતમાં પણ વાધ( Big Cat) એક લાંબી યાત્રા કરી મહેમાન બન્યો હતો.