વડોદરામાં 1962 કરુણા એમ્બ્યુલન્સ દ્વારા અત્યાર સુધીમાં 26,721 બિનવારસી પશુઓની સારવાર કરવામાં આવી છે.
સંવેદનશીલ રાજ્ય સરકારે રાજયના પશુપાલન વિભાગ અને GVK એમરીના સહયોગથી અબોલ પશુઓની સારવાર સુશ્રુષા માટે 1962 કરુણા એમ્બ્યુલન્સની સેવા સમગ્ર રાજ્યમાં શરૂ કરી છે. 1962 કરુણા એમ્બ્યુલન્સ સેવા અબોલ પશુઓ અને પ્રાણીઓ માટે સાચે જ સંજીવની પુરવાર થઈ આશીર્વાદરૂપ બની રહી છે. 1962 કરુણા એમ્બ્યુલન્સે વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં હિમેટા ની ગાંઠની અસહ્ય વેદનાથી પીડાતી કૂતરીની સ્થળ પર જ શસ્ત્રક્રિયા કરી લગાતાર ત્રણ દિવસ સુધી સારવાર આપી કુતરીનો જીવ બચાવી મૂગા પ્રાણીઓ પ્રત્યે સંવેદનાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વાત એમ છે કે આજવા રોડ પાસેના એક વિસ્તારમાં એક બિનવારસી કૂતરીને ગળાના નીચેના ભાગમાં લોહીની ગાંઠ કે જેને હિમેટોમાં કહેવામાં આવે છે. કૂતરી આ સમસ્યાથી ઘણા દિવસોથી પીડાતી હતી. કોઈ સેવાભાવી વ્યક્તિએ 1962માં કોલ કર્યો અને કરુણા એમ્બ્યુલન્સની ટીમ વેટરનરી ડો.અંસુલ અગ્રવાલ ડો. ઉદિત ગંગીલ અને ડ્રેસર રતનસિંહ રાઠોડ તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ડોક્ટરની ટીમે જોયું તો કૂતરી ખૂબ જ અસહ્ય પીડામાં હતી.અને તેની ભાષામાં કોઈને પોકારી રહી હોય તેવું જણાતું હતું. અંતે તેની પુકાર 1962 કરુણા એમ્બ્યુલન્સે સાંભળી. ડોક્ટરની ટીમે સારવાર શરૂ કરી અને ઘટનાસ્થળે તેની શસ્ત્રક્રિયા કરી પીડામાંથી મુક્તિ અપાવી. એટલું જ નહીં સળંગ ત્રણ દિવસ તેની દેખરેખ રાખી સંપૂર્ણ સારવાર કરી કૂતરીનો અમૂલ્ય જીવ બચાવ્યો હતો.
સ્થાનિક લોકોએ 1962 કરુણા એમ્બ્યુલન્સની ટીમનું સંવેદનશીલ કાર્ય જોઈતેમને તાલીઓના ગડગડાટથી વધાવી લઈ 1962 કરુણા એમ્બ્યુલન્સની સેવાનો આભાર વ્યક્ત કર્યો હતો. ડોદરામાં બે કરુણા એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.આ સેવા દ્વારા અત્યાર સુધીમાં કુલ 26,721 બિનવારસી પશુઓની સારવાર કરવામાં આવી છે.જેમાં 21456 ડોગ,1941 ગૌ માતા, 2153 બિલાડી સહિત અન્ય પશુ અને પક્ષીઓનો મહામૂલો જીવ બચાવ્યો છે.