HomeWild Life Newsવડોદરા : પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા અને વન વિભાગે ટ્રેપ ગોઠવી આંઘણી...

વડોદરા : પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા અને વન વિભાગે ટ્રેપ ગોઠવી આંઘણી ચાકણ(સાપ) સાથે 4 શખ્સોને ઝડપ્યા

તાંત્રિક વિદ્યામાં ઉપયોગમાં લેવામાં આવતી આંધળી ચાકણ(સાપ)નો રૂપિયા 60 લાખમાં વેચવા માટે નીકળેલા બે સગીર સહિત 4 શખ્સોને પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાના કાર્યકરોએ છટકુ ગોઠવીને ઝડપી પાડ્યા હતા અને વન વિભાગના સોપવામાં આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાના રાજ ભાવસારને વડોદરા શહેરમાં બે વ્યક્તિઓ આંધળી ચાકણ વેચવા માટે ફરી રહ્યા હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે તેઓએ એક ગ્રાહક ઉભો કરી આંધળી ચાકણ વેચવા માટે આવેલા બંને વ્યક્તિઓનો સંપર્ક કર્યો હતો.

social media

અને બંનેને અમીતનગર સર્કલ પાસે બોલાવ્યા હતા. આ સાથે રાજ ભાવસારે વન વિભાગની ટીમને પણ સ્થળ પર સાથે રાખી ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આંધળી ચાકણ વેચવા માટે ફરી રહેલા બે વ્યક્તિઓ અમીતનગર સર્કલ પાસે આવ્યા બાદ તેઓ સાથે અમારા દ્વારા ઉભો કરવામાં આવેલ બોગસ ગ્રાહક સાથે તેણે તેના કોડવર્કમાં 60 પૈસાનો સોદો નક્કી કર્યો હતો. એટલે કે, રૂપિયા 60 લાખમાં સોદો નક્કી કર્યો હતો. આ બંને પાસેથી તમામ વિગતો મેળવી લીધા બાદ તેઓને આંધળી ચાકણ સાથે ઝડપી પાડ્યા હતા. વન વિભાગે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -