HomeAnimalsAsiatic Lionsગીર એજ્યુકેશન ટુર : કુદરતને માણવાની સાથે શિક્ષણ ની અનોખી પહેલ 

ગીર એજ્યુકેશન ટુર : કુદરતને માણવાની સાથે શિક્ષણ ની અનોખી પહેલ 

પર્યાવરણ ને ખુબ નજીક થી જોવાની મજા જ અલગ છે.

કહેવાય છે કે જીવનનો સાચો આનંદ જોઈતો હોય તો પ્રકૃતિની ગોદમાં જવું જોઈએ , કે જ્યાં નદી , ઝરણા , પર્વતો અને ગઢ જંગલો હોય , સુંદર દરિયા કિનારો હોય અને રમણીય તટ હોય … સાચું શિક્ષણ તો બસ અહી જ છે . આવું જ કૈક જોવા મળે છે ગીર એજ્યુકેશન ટુર માં કે જ્યાં તમે જોઈ શકો છો અવનવા પ્રાણીઓ અને પક્ષીઓ જોઈ શકાય છે, કુદરત ની મોજ માણી શકાય છે.

દર વર્ષે લાખો બાળકો અહી શૈક્ષણિક ટુર માં આવે છે અને જ્ઞાન નો ખજાનો મેળવે છે . જેમાં ખાસ કરીને જંગલી પ્રાણીઓ અને પક્ષીઓના જીવનને ખુબ નજીકથી જોવાની તક મેળવે છે સાથે સાથે ગાઢ જંગલો , ખળખળ વહેતા ઝરણાઓ અને નદીઓ , સુનહરી સાંજ અને પક્ષીઓના કલ્ર્વ થી પડતી સુંદર સવાર ..કુદરતની  આ કરામત જોવાની મજા અનેરી છે . પ્રાણીઓની મસ્તી અને મમતા નું સ્વરૂપ જોવું એ પણ એક લહાવો છે , પક્ષીઓના મધુર અને અવનવા અવાજ થી વાતાવરણ ને મહેકતું માણવું એ પણ અંતરીક ખુશી આપે છે.

wildstreakofnature.com

ગીર આમ તો એશિયાટિક લાયન માટે પ્રસિદ્ધ છે એટલે જ અહી દર વર્ષે  લાખો પ્રવાસીઓ દેશ વિદેશથી આવે છે , દિવાળીના વેકેસન અને ઉનાળાની રજાઓમાં ગીર સાસણ પ્રવાસીઓથી છલકી ઉઠે છે. ખાસ કરીને નાના બાળકો અહી આવી જંગલ ને માણે ,સમજે અને મિત્રતા કેળવે એ ખુબ જરૂરી છે. અહી રમતા બાળ સિંહો ને એની માં સાથે રમતા ગેલ કરતા જોઈ બાળકો સમજી શકે છે કે સિંહ બાળ પણ તેમના જેવા જ બાળકો છે એ માનવ તરીકે સમજવું ખુબ જરૂરી છે કારણકે જો માનવ આ સમજશે તો જ કુદરત નું રક્ષણ કરશે અને પર્યાવરણની સમતુલા જળવાશે.

દર   વર્ષે ગીર વન વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે ખાસ કેમ્પ નું આયોજન કરવામાં આવે છે જેમાં જંગલોમાં ટ્રેકિંગ અને એડવેન્ચર ને લગતી પ્રવુતિ કરાવવા માં આવે છે. ઓફ્સીઝ્ન દરમિયાન ગીર સાસણ માં આવેલ રિસોર્ટ અને હોટેલો પણ વધુ ને વધુ ટુરિસ્ટ ને આકર્ષવા માટે આવા ખાસ કેમ્પ નું આયોજન કરવામાં આવે છે. જેમાં રિસોર્ટમાં રહેવાનું , અને જંગલોમાં ફરવાનું તમામ આશરે વ્યક્તિ દીઠ ૧૫૦૦ રૂપિયા જેવો ચર્જ લેવામાં આવે છે તો ઘણી વખત શાળાઓ અને કોલેજો માટે ખાસ ઓફર આપવામાં આવતી હોય છે.

ગીર સાસણ માં હાલમાં જ શરુ થયેલું એડવેન્ચર હડમતીયા પાર્ક બાળકો અને મોટા યુવાનો માટે પણ આકર્ષક જગ્યા છે જ્યાં સવારથી સાંજ લોકો આવતા હોય છે જ્યાં અનેક રાઈડ,  અને એડવેન્ચર ની લગતી પ્રવુતિ માટે ખાસ સ્પોટ બનાવેલા છે જેમાં સ્વીમીંગ થી લઇ ટ્રેકિગ , રોપ વોકિંગ  વગેરે નો સમાવશ થાય છે. જંગલ માં આવા રિસોર્ટ આમ તો કોઈક જ જોવા મળે છે એટલે અહી પ્રવાસીઓ નો ધસારો જોવા મળે છે.

ગીર સાસણ માં આમ તો 15 જુન થી 15 ઓકોટોબર વેકેશન હોય છે કે મોન્સુન સીઝન દરમિયાન અહી પ્રવાસીઓને જંગલ માં પ્રવેશબંધી હોય છે આથી આ સીઝન દરમિયાન પ્રવાસીઓને દેવળિયા પાર્ક લઇ જવામાં આવે છે જે વન વિભાગ દ્વારા એક અભ્યારણ જેવો વિસ્તાર છે  જ્યાં આશરે ૮-૧૦ સિંહ રાખવામાં આવેલ છે જેને લોકો બારેમાસ જોઈ શકે છે. સિંહોના જીવન વિષે અહી એક આર્ટ ગેલેરી છે જ્યાં સિંહોના જીવન અને વન્યજીવોના જીવન વિષે માહિતી આપતિ તસ્વીરો મુકવામાં આવેલ છે.

wildstreakofnature.com

ગીર સાસણ નો પ્રવાસ  એ નાના મોટા સૌ કોઈ માટે એજ્યુકેશન ટુર બની રહે છે . અહી થી સૌ કોઈ કૈક અને કૈક શીખી ને જાય છે અને સાથે સાથે જંગલો માં રહેતા જીવો સાથે એક મિત્રતા કરી ને જાય છે . વન્ય જીવો ની સુરક્ષા અને આવનારી પેઢી માટે પર્યાવરણ ની જાળવણી જરૂરી છે અને એ માટે બાળકોને કુદરતને ખોળે મુકવા એટલા જ જરૂરી છે. આપને સૌ જાણીએ છીએ કે સજીવોના જીવન ને સમતુલા જાળવવા પર્યાવરણ ની સમતુલા જાળવવી જરૂરી છે અને પ્રયાવર્ણ ની સમતુલા ને ખલેલ પહોંચાડનાર માનવી જ છે ત્યારે આવનારી પેઢી પર્યાવરણ ને વધુ નુકસાન ન પહોંચાડે અને સાચવતા શખે એ માટે તેમને પર્યાવરણ ની ઓળખ કરાવવી જરૂરી છે આથી ગીર સાસણ માં યોજાતા એજ્યુકેશન કેમ્પ અહી આવતા તમામ ને પર્યાવરણ ની જાળવણી અને સાચવણી માટે અવગત કરાવે છે.

આવા કેમ્પો માં ખાસ કરીને અહી ઉગતા ઝાડપાનની ઓળખ અને વન્યજીવોનો પરિચય એ મુખ્ય ઉદેશ હોય છે જેથી પ્રાણીઓ સાથે મિત્રતા નો સંબંધ કેળવાય અને જીવનમાં પ્રાણીઓ પણ સાચા મિત્રો બની શકે છે એ અંગે નું જ્ઞાન થાય.

સામાન્ય રીતે આપને સૌ જંગલી પ્રાણીઓના ખોફ થી ડરતા હોઈએ છીએ છીએ પણ વાસ્તવમાં જયારે સાસણ ગીરના પ્રાણીઓને જોઈએ તો તેમના પર આપણને હેત ઉભરાય છે  એ પછી સિંહ નું બચ્ચુજ કેમ ન હોય …!! જી હા આ વાત તદ્દન સાચી છે . સિંહ ના બચ્ચાને પણ બિલાડીના બચ્ચાની જેમ હાથમાં લેવાનું મન થાય તેવી લાગણી જન્મે છે જો કે અહી આવતા પ્રવાસીઓ માટે જંગલી પ્રાણીઓ ખાસ કરીને સિંહ સાથે સેલ્ફી કે કોઈ અન્ય ફોટોગ્રાફી કરવાની તદ્દન માની છે અમ છતાં તમે શોખ થી માત્ર સિંહોના ફોટો લઇ શકો છે  એમાટે ખાસ મંજુરી અને ફીસ ચુક્કવી પડે છે.  સિંહોના અસંખ્ય ફોટો તેના જીવન શૈલી નો ખાસ પરિચય કરાવે છે જેમ કે પાણી પિતા સિંહો કે રસ્તા પર આરામ થી રસ્તા રોકો અંદોલન કરતા હોય એ મુદ્રા માં બેઠેલા સિંહો , કે પોતાના બાળ બચ્ચાઓને શિકાર ની ટેકનીક શીખવાડતી સિંહણ કે પછી શાનથી ચાલતા સિંહો ના ટોળા , એકસાથે સહપરિવાર જાણે ફરવા નીકળ્યા હોય તેવી અદાથી ઘૂમતા સિંહો આબધુ જોવાની એક મજા છે એક તક છે જંગલી પ્રાણીઓના પ્રેમને સમજવાની અને ઓળખવાની …. ક્યારેક કોઈ દ્રશ્ય જોઈ આપણે પણ અચ્મ્બિત થઇ જાયે છીએ …. પરંતુ અ બધું જોવા સાસણ ગીરમાં એક એજ્યુકેશન કેમ્પ કરવો પડે બે થી ત્રણ દિવસ અહી જંગલોમાં આખો દિવસ રખડવું પડે અને કુદરતને સમજવી પડે.

અહી આવવાનો ચોક્કસ સમય આમ તો ઓક્ટોબર થી જુન છે પરંતુ જો સિંહોના જીવનને સમજવું હોય તો અને જંગલી જીવનને ધ્યાનથી જાણવું હોય તો ફેબ્રુઆરી થી મેં નો સમયગાળો ખાસ ગણાય છે કારણકે આ સમયમાં  સિંહોના બચ્ચા ૬ થી ૧૦ માસ ના થઇ ગયા હોય છે આથી બચ્ચાના શિકાર કરવાના શિક્ષણ થી લઇ સ્વબચાવ ના કીમિયા શીખવતા દ્રશ્યો જોઈ શકાય છે.  પાનખર રુતુ હોય જંગલોની ગીચતા ઓછી હોય છે અને સિંહો ને સ્પષ્ટ જોઈ શકાય છે સાથ સાથે તેમને છુપાવાની જગ્યા પણ ઓછી હોય , ગરમી ની સીઝન હોય ખુલ્લા મેદાનો કે નદી કાંઠાના વિસ્તારોમાં જોઈ શકાય છે. પક્ષીઓના કલરવ અને જંગલી પ્રાણીઓના ગર્જના સપષ્ટ સાંભળી શકાય છે અને મહેસુસ કરી શકાય છે વાતાવરણ આહલાદાયક  હોય છે. કુદરતની આ ઓળખ માટે એજયુકેશ ટુર થી વધુ શું હોય સકે જેમાં શિક્ષણ નીસાથે જ્ઞાન પણ મળે.

 

 

 

 

- Advertisment -