HomeAnimalsAsiatic Lionsગીરમાં વન વિભાગે પહોંચાડ્યા નીર

ગીરમાં વન વિભાગે પહોંચાડ્યા નીર

 ગિરનારના જંગલમાં 100 જેટલા પાણીના પોઇન્ટ ઉભા કરાયા,

જૂનાગઢ,

જૂનાગઢમાં છેલ્લા 15 દિવસમાં તાપમાન નો પારો 40 ને પહોંચી ગયો છે. ત્યારે જંગલોની નદીઓ અને ઝરણાઓ સુકાઈ ગયા છે. ગિરનાર જંગલ ની ભાગોળે આવેલ તમામ વરસાદી પાણીના સ્ત્રોત ખૂટી જતા વન્યજીવ સૃષ્ટિ માટે ખૂબ મોટી સમસ્યા ઉભી થઇ છે. ત્યારે વન વિભાગ દ્વારા વન્ય જીવો માટે ખાસ  પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ગીરનારના જંગલ વિસ્તારમાં 50 થી વધુ સિંહ ઉપરાંત દીપડા અને હિંસક પ્રાણીઓ ઉપરાંત તૃણભક્ષી પ્રાણીઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે જેને ઉનાળાના દિવસોમાં પીવાના પાણી માટે જંગલની બહાર ન આવવું પડે એ માટે જંગલમાં 100 સ્થળે પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરાઈ છે.

WSON Team

ગિરનારનું જંગલ ચોમાસામાં ખીલી ઉઠે છે અહીં ઝરણાઓ સતત વહેતા હોય છે. ચારે બાજુ લીલી હરિયાળી છવાઈ જાય છે પણ હાલ ઉનાળા ની સીઝન છે અને પાનખરની ઋતુ ચાલી રહી છે. જંગલના એક એક વૃક્ષ સુકાઈ રહયા છે. ચારે  બાજુ સૂકા ઝાડ અને આકરો તાપ થી વન્ય જીવો પરેશાન થઈ રહ્યા છે.જંગલમાં  પાણીના ઝરણા પણ સુકાઈ ગયા છે જેના કારણે વન્યજીવ સુષ્ટ્રી પાણી માટે જંગલની બહાર ન આવી જાય અને આસ પાસ ના વિસ્તારોના લોકો ડરના કારણે વન્ય જીવો ને હેરાન ન કરે એ માટે જંગલ માં જ  દર 5 કિલોમીટરના અંતરે પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા વન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યાં વન્ય જીવો પાણી પીવા આવે છે અને ગરમી થી રાહત મેળવવા આ પાણીના પોઇન્ટ પાસે આવી ને બેસે છે.

WSON Team

આ અંગે જ્યારે ગિરનાર ઉત્તર રેન્જ ના ઓફિસર એ અમારી સાથે વાત કરતા જણાવાયું હતું કે ગિરનારના જંગલમાં જ્યા જ્યા પાણીના કુદરતી સ્ત્રોત હતા અને ત્યાં વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ પાણી પીવા આવતા હતા તેની આજુબાજુમાં પાણીની કુંડીઓ ભરવામાં આવી રહી છે જેમાં ટેન્કર ઉપરાંત પવનચક્કી વડે પણ પાણી ભરવામાં આવે છે. દિવસમાં 2 વખત વન કર્મચારીઓ પીવાના પાણીના પોઇન્ટ ઉપર જઈને પાણી ભરે છે જ્યા સિંહ અને અન્ય પ્રાણીઓની સતત અવરજવર પણ જોવા મળે છે. ઉનાળાના સખ્ત તાપ માં વન્ય જીવો વધુ અકડાઈ જાય છે. આથી પાણી ન પોઇન્ટ જો નજીક માં મળે તો ગરમીથી વન્યપ્રાણીઓ રાહત મેળવી શકે છે.

WSON Team

ઉનાળાના દિવસોમાં જંગલમાં પાણીની તંગી દૂર કરવા અને પાણી ન પોઇન્ટ સુધી સતત પાણી ની વ્યવસ્થા કરવાની જવાબદારી નિભાવનાર યુ જે ડાકી ફોરેસ્ટ અધિકારી જણાવે છે કે પાણીની તંગી વન્યપ્રાણીઓને પણ ભટકવા માટે મજબુર કરે છે. ત્યારે વનવિભાગના કર્મચારીઓ સતત જંગલમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે આ રીતે ચોમાસા સુધી આ વ્યવસ્થા ખુબ મહત્વની પુરવાર થશે.

- Advertisment -