HomeWild Life Newsગીર સોમનાથ: લાયન શો નો વિડિયો આવ્યો સામે આ જંગલનો રાજા છે...

ગીર સોમનાથ: લાયન શો નો વિડિયો આવ્યો સામે આ જંગલનો રાજા છે કે રમકડાં

ર સોમનાથ ના ફરેડા ગામ ના જંગલ માં યોજાયેલ લાયન શો નો વધારે એક વિડિયો વાઇરલ થયો છે.માદા સિંહણ ને મુરઘા ની લાલચ આપી રમકડાં ની માફક લલચાવતો હોવાનો ચોંકાવનારો વિડિયો વાઈરલ થતા પ્રાણીપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અને દરેક લોકો એક જ સવાલ પુથી રહ્યા છે વન વિભાગ અને સરકાર ને શું આવી રીતે થશે સિંહો ની સુરક્ષા ?

જેની એક ત્રાડથી પગ નીચેથી જમીન સરકી જાય તેવાં ગીરનાં સાવજની આજે દયનીય સ્થિતિ જોવાં મળી રહી છે. એક પછી એક સિંહની પજવણીના વીડિયો સામે આવી રહ્યા છે. જંગલનો રાજા ગણાતો સિંહ આજે એક કઠપુટળીનો ખેલ બની ગયો છે.

Social Media

અઢી મિનીટમાં સિંહની પજવણી કરતા આ વીડિયોમાં માદા સિંહણ ને મરઘા નો શિકાર બતાવી લલચાવાઈ રહી છે. અને પછી મરઘા ને એક દોરી વડે બાંધી ઝાડ પર લટકાવી દેવાય છેમા માદા સિંહણ  મરઘા ને  ખાવા તડપી રહી છે.  જેવી સિંહાન મરઘા નજીક દોટ  લગાવે છે કે તરતજ લાઇન શો કરનાર ઇલ્યાસ અદ્રેમાન દોરી ખેંચી મુરઘા ને ઉપર ખેંચી લે છે. અન્ય  ટુરિસ્ટો અને લોકો  બેઠા બેઠા આ તમાસા નો આનંદ ઉઠાવીરહયા છે. ત્યાં મોજુદ ટુરિસ્ટો બેઠા બેઠા  પોતાના મોબાઈલ ફોન માં વિડિયો બનાવી રહયા  છે. માદા સિંહણ ને મરઘા માટે તડપાવતા હોવાનો અઢી મિનિટ નો વિડિઓ બહાર આવ્યો છે.

અમે આપણે જણાવી દઈએ કે વિડિઓ માં દેખાઈ રહી આ માદા સિંહણ નું નામ  ભક્તાણી છે  ( ભક્તાણી નામ એટલા માટે જ રાખવામાં આવ્યું કે તે ભોળી છે અને માણસ  પાસે આવી બેસી જાય છે ) જેનો ભરપૂર લાભ લાયન શો કરનાર સખ્શો ઉઠાવાઈ રહયા હતા. ભક્તાણી નામની સિંહણ લાયન શો ના મુખ્ય આરોપી ઇલ્યાસ  અદ્રેમાન  ની વાડીયે રોજ આવતી અને નજીવા રૂપિયા કામવા ઇલ્યાસ આ લાયન શો ને અંજામ આપતો હતો.

Social Media

ભક્તાણી નામની સિંહણ ને મરઘા ની લાલચ આપી કઠપૂતળી  ની જેમ નચાવતો અને ટુરિસ્ટો પાસે થી હજારો ખેંખરતો હતો. ગત્ત 18 મેં ના રોજ વન વિભાગ  કુંભકર્ણની  ઊંઘ માંથી જાગ્યું અને લાયન શો ને ઝડપી પાડ્યો વન વિભાગે અમદાવાદ ના ત્રણ ટુરિસ્ટ સહીત લાઇન શો ને અંજામ આપતા ઇલ્યાસ સમેત કુલ 8 લોકો ની ધરપકડ કરી હતી. જો કે કોર્ટે ટુરસિત સહીત કુલ 7 લોકો ને જામીન પર મુક્ત કર્યા છે જ્યારે  લાયન શો ના મુખ્ય આરોપી ઇલ્યાસ ના જામીન ફગાવી દીધા છે.

અમે આપણે જણાવાઈ દઈએ કે લાયન શો ઝડપાયા બાદ  સિંહણ ને  મુરઘી ની લાલચ આપી લલચાવતી હોવાનો પહેલો વિડિઓ  વાઇરલ થયા બાદ ગાંધીનગર થી પીસીસીએફ અને વન મંત્રી ગણપત વસાવા  ફરેડા ના જંગલ માં દોડી આવ્યા હતા. અને જે જગ્યા પર લાયન શો થયો તેની મુલાકાત લાય જૂનાગઢ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જો કે હવે લાયન શો નો વધારે એક વિડિયો વાઇરલ થતા વન વિભાગ અને સરકાર ફરી એક સવાલો ના ઘેરા માં આવી છે. પજવણીનાં દ્રશ્યો પરથી અનેક સવાલો પણ ચોક્કસપણે ઊઠે કે આ સાવજને રંજાડનારા આ નરાધમો કોણ છે? કેમ વારંવાર આ પ્રકારનાં વિડિયો સામે આવ્યાં બાદ પણ વનવિભાગ ચૂપ કેમ છે. સિંહની આ રીતે વારંવાર પજવણી કરવી એ કેટલી યોગ્ય છે. મહત્વનું છે કે છેલ્લાં કેટલાંય સમયથી સિંહ દર્શનનાં નામે સિંહની પજવણી થાય છે પરંતુ આ પ્રકારનાં દ્રશ્યો સામે આવ્યાં બાદ પણ વન વિભાગની આંખો ખુલે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું.

- Advertisment -