HomeWild Life Newsએશિયાટીક લાયનની ડણક હવે અમદાવાદના એરપોર્ટમાં સાંભળવા મળશે

એશિયાટીક લાયનની ડણક હવે અમદાવાદના એરપોર્ટમાં સાંભળવા મળશે

‘ધ ગીર’ એશિયાઈ સિંહોના વિશ્વના એકમાત્ર રહેઠાણ સાસણ ગીરની પ્રતિકૃતિ ઉભી કરાઈ, પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

એરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (એસ.વી.પી.આઇ.) એરપોર્ટના ડોમેસ્ટીક ટર્મિનલ પર ‘ધ ગીર’નું નિર્માણ કર્યું છે, જેની સંકલ્પના અને અમલીકરણ સુપ્રસિધ્ધ વન્યજીવ પ્રેમી રાજ્યસભા સાંસદ અને આર.આઇ.એલ.ના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રૂપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીની મદદથી કરવામાં આવ્યું. ‘ધ ગીર’ એશિયાઈ સિંહોના વિશ્વના એકમાત્ર રહેઠાણ સાસણ ગીરની પ્રતિકૃતિ છે. આ પ્રોજેક્ટનું અનાવરણ પરિમલ નથવાણી તથા લોકસભા સાંસદ અને એરપોર્ટ સલાહકાર સમિતિ, અમદાવાદના અધ્યક્ષ પરેશ રાવલના હસ્તે સંયુક્ત રીતે એસ.વી.પી.આઇ. અમદાવાદના એરપોર્ટ ડાયરેક્ટર મનોજ ગંગલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

Social Media

અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આગમન અને પ્રસ્થાન ઝોન વચ્ચે ગીર જેવા જંગલની રચના કરી છે. વિમાનના પ્રવાસીઓ અને મુલાકાતીઓને જંગલની અદભૂત અનુભુતી અને જંગલના રાજાને એરપોર્ટ પર જોવા મળશે. અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ એરપોર્ટ જંગલમાં એશિયાટીક લાયન, હરણ, ચિત્તા અને પક્ષીઓનું મોડલ સ્થાપિત કરવામાં આવ્યું છે. ડિસ્પ્લેમાં ચિત્તલ અને બ્લેકબક પણ છે. ગુજરાતના ગૌરવસમા સિંહોને એરપોર્ટ પર ડિસ્પલે કરવામાં આવ્યા છે. અને જો મુલાકાતીઓ આ સિંહો પર ઇશારો કરે છે તો સિંહો ગર્જના કરે છે. ગીરના જંગલ જેવું જ કૃત્રિમ જંગલ ઉભું કરવામાં આવ્યું છે. રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીએ એરપોર્ટ પર ગીર જંગલના ખ્યાલને રજૂ કર્યો હતો જેને એરપોર્ટ ઓથોરિટીએ ચરિતાર્થ કર્યો છે.

Social Media

રાજ્યસભા સાંસદ અને આર.આઇ.એલ.ના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રૂપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે શહેરની મુલાકાતે આવતા પ્રવાસીઓને એશિયાટીક સિંહોના એકમાત્ર રહેઠાણની ઝાંખી પૂરી પાડવા માટે ગીરની પ્રતિકૃતિ તૈયાર કરવાનો વિચાર કરવામાં આવ્યો. ગુજરાત ઉપરાંત અન્ય શહેરો અને દેશોના ઘણાં લોકોએ ગીર વિશે સાંભળ્યું તો હશે પરંતુ તેની મુલાકાત લઈ શક્યા હશે નહીં.

Social Media

અમે આશા રાખીએ છીએ કે આ પ્રતિકૃતિ લોકોમાં ગીરના વન્યજીવો પ્રત્યે રસ પેદા કરશે અને તેમને ગીરની રૂબરૂ મુલાકાત લેવા માટે પ્રોત્સાહન આપશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે એશિયાટીક સિંહ રજવાડી પ્રાણી છે. કોઇપણ પ્રકારની ઉશ્કેરણી વગર તે કોઈની પર હુમલો કરતા નથી કે કોઇને હાનિ પહોંચાડતા નથી. આ સૌંદર્યીકરણ પ્રોજેક્ટમાં પણ જ્યારે સિંહ અને પક્ષીઓના પ્રતિકો પર હાથ લગાવવામાં આવે ત્યારે જ સિંહની ત્રાડ અને અન્ય પ્રાણીઓના અવાજ સાંભળવા મળશે. આ ગીરના જંગલની તાદૃશ્ય અનુભૂતિ કરાવે છે.

“ ગીર લાયન-પ્રાઈડ ઓફ ગુજરાત “ સાંસદ પરિમલ નથવાણી લિખિત રસપ્રદ કોફી ટેબલ પુસ્તક

- Advertisment -