HomeWildlife Specialગીધ( Vulture )ની સંખ્યામાં વધારો કરવા માટે સરકાર સજ્જ

ગીધ( Vulture )ની સંખ્યામાં વધારો કરવા માટે સરકાર સજ્જ

આવનાર સમયમાં સફાઇ કામદાર તરીકે જાણીતા ગીધ( Vulture )ની સંખ્યામાં વધારો થશે.

રાજય સહિત દેશભરમાં ગીધ( Vulture )ની સંખ્યામાં વધારો થવા જઇ રહ્યો છે. સફાઇ કામદાર તરીકે જાણતા ગીધ( Vulture ) હાલમાં લુપ્ત થતાં જોવા મળે છે જે માનવ જીવન અને પર્યાવરણ માટે હાનિકારક છે. પરંતુ આવનાર સમયમાં આપણે ગીધ( Vulture )ની સંખ્યામાં વધારો જોવા મળી શકે કારણ કે ભારત સરકારે ગીધની સંખ્યા વધારવા અને ગીધ( Vulture )ના પ્રજનન ઉત્પાદનને સફળ બનાવવા માટે બહુમુખી યોજના બનાવી છે.

સરકાર દ્વારા બનાવેલી આ સંરક્ષણ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2030 સુધીમાં જંગલ વિસ્તારમાં ગીધ( Vulture )ની સંખ્યામાં વધારો કરવાનો છે. ગીધ( Vulture )ની સંખ્યા વધારવા અને પ્રજનન કાળને સફળ બનાવવા એવા પ્રાકૃતિક ક્ષેત્રોની પસંદગી કરવામાં આવી છે. જ્યાં હાલ ગીધ( Vulture ) રહેતા હોય અને નવા ગીધ( Vulture ) જન્મ લઇ રહ્યા હોય. આવા ક્ષેત્રોની આજુબાજુમાં મુક્ત ભોજન નક્કી કરીને અનુકુળ વાતાવરણ આપી ગીધ( Vulture ) સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યુ છે.

એક કાર્યક્રમમાં પર્યાવરપ્રધાને ગીધ( Vulture )ને સ્વચ્છ ભારત અભિયાનના સૌથી મોટા સ્વંયસેવક ગણાવીને ગીધ( Vulture )ની સુરક્ષા માટે તમામ જરુરી પગલાં લેવાની વાત કરી હતી.આ સાથે સરકારે ગીધ( Vulture )ના સંરક્ષણ અને પ્રજનન માટે અંદાજે 12 કરોડથી વધારે રૂપિયાનો ખર્ચ કર્યો છે.

ગીધ( Vulture )નું સંરક્ષણ ક્યાં અને કેવી રીતે થશે?

WSON Team

– ભારતમાં ગીધ( Vulture )નાં સંરક્ષણ માટે BNHS(Bombay National History Society)દ્વારા ત્રણ કેન્દ્રો બનાવાયા.

-જેમાંથી પીંજોર,હરિયાણા,પશ્ચિમબંગાળ,આસામમાં કેન્દ્રો ચલાવાય છે.

-આ સિવાય કેન્દ્રિય ચકલી ઘર પ્રાધિકરણ દ્રારા જૂનાગઢ,ભોપાલ,હૈદરાબાદ,ગૌહાટી અને ભુવનેશ્વરમાં ચકલી ઘરને ગીધ( Vulture ) પ્રજનન ઘર બનાવવાની માન્યતા આપવામાં આવી છે.

-આ તમામ કેન્દ્રોમાં BNHS દ્વારા ગીધ( Vulture )ના પ્રજનન માટે જરુરી તમામ સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.

ગીધ( Vulture )ના પ્રજનન માટે શું કાળજી લેવાય છે?

WSON Team

-આ કેન્દ્રોમાં ગીધ( Vulture )ને અનુકુળ વાતાવરણ,રહેવા માટે ચોખ્ખી જગ્યા,ખાવા-પીવાનું તેમજ બીમાર પશુઓ માટે ચિકિત્સા પૂરી પાડવામાં આવે છે.

-ગીધને ખોરાક માટે બકરી ભેસ વગેરેનું માંસ આપવામાં આવે છે.જે પશુઓનું માંસ ગીધ( Vulture )ને આપવામાં આવે તે પહેલા બે અઠવાડિયાં સેન્ટરમાં રાખવામાં આવે છે.તેથી માંસ કોઇપણ દવાથી સંપૂર્ણ રીતે મુક્ત થઇ શકે.આટલું નહીં બાદમાં મેડિકલ પરિક્ષણ કરી પછી જ ગીધ( Vulture )ને માંસ આપવામાં આવે છે.

શા માટે ગીધ( Vulture )ની આટલી તકેદારી રાખવામાં આવે છે?

WSON Team

ગીધ( Vulture )નું જીવનકાળ અંદાજે પાંચ વર્ષ જેટલું માનવામાં આવે છે. તમને જાણીને નવાઇ લાગશે કે ગીધ( Vulture ) એક વર્ષમાં એક વખત જ ઇંડા આપે છે. અને ગીધ( Vulture )ને ઇંડા બનાવવા માટે 50થી 55 દિવસનો સમય લાગે છે. માટે આ સમયે ખાસ તકેદારી રાખવામાં આવે છે. જેથી ગીધ( Vulture )નો પ્રજનન દર વધારી શકાય.

ગીધ( Vulture )ની બીજી રોચક વાત એ છે કે ગીધ( Vulture )માં નર અને માદા બન્ને એક જ સરખાં દેખાય છે. માટે ગીધ( Vulture )ને જોઇને લીંગની ઓળખ થઇ શકતી નથી. આ માટે ભારતીય પશુ ચિકિત્સા સંસ્થાનમાં આવેગ વિધી દ્વારા ગીધ( Vulture )ની પ્રજાતિમાં લીંગની ઓળખ કરી શકાય છે. ભારતની સાથે-સાથે અન્ય દેશોમાં પણ ગીધ( Vulture )ની સંખ્યા અને પ્રજનન કાર્ય વધારવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

Writer: Dimpal Vasoya, Traveller and Freelancer

- Advertisment -