ગીર પંથકમાં એક પછી એક 23 એશિયાટીક સિંહોના મોત બાદ જાગેલા વન વિભાગે તાબડતોબ અમેરિકાથી 300 વેકસીન મંગાવી લીધી છે. પરંતુ કેનાઈન ડિસ્ટેમ્પર એ ડોગ ફેમિલી નો રોગ છે. જે વાયરસ થી ખૂબ ઝડપથી ફેલાય છે. અને ખાસ કરીને શિયાળ, વરુ જેવા ડોગ ફેમેલીની પ્રજાતિમાં પ્રસરે છે. જ્યારે સિંહ એ કેટ ફેમેલીની પ્રજાતિમાં આવે છે. ડોગ ફેમેલીના રોગ ની રસી કેટ ફેમેલીના એશિયાટીક સિંહોને બચાવવા નો અખતરો કરવામાં આવનાર છે.
હાલ સાસણ એનિમલ કેર સેન્ટર માં રાખવામાં આવેલ 10 એશિયાટીક સિંહોમાં બેબેસિયા પ્રોટોઝોઆ ઇન્ફેક્શન મળી આવ્યું. છે જે એક જાતનો માનવજાત માં થતા મલેરિયા જેવો છે. જેથી હાલ તો આ 10 એશિયાટીક સિંહોને કોઈ ખતરો નથી. પરંતુ જો તે પ્રથમ સ્ટેજ માં હોય તો બાકી બીજા ત્રીજા સ્ટેજ માં હોય તો સિંહો માટે ખતરો છે તેમ કહી શકાય. આ સ્ટેજમાં સિંહોના શરીરમાં લોહીનું પાતળું થવું નબળાઈ આવાથી એક જ જગ્યાએ બેસી રહેવુ. મૂત્ર નો રંગ કથ્થાઈ થઈ જવો જેવા લક્ષણો મળી આવે છે. જો કે જંગલમાં ફરતા સિંહોમાં આ લક્ષણો શોધવા કે નોંધવા મુશ્કિલ છે. આ કામ ફેયણું ( એશિયાટીક સિંહો પર સતત નજર રાખવા ) બીટગાર્ડ કે વનકર્મી જ એશિયાટીક સિંહો ની વર્તુણક ના આધારે કહી શકે કે સિંહ બીમાર છે કે નહીં.
ગત્ત તા.12 સપ્ટેમ્બર થી તા. 23 સપ્ટેમ્બર સુધી માં જે 11 એશિયાટીક સિંહો મૃત્યુ પામ્યા તેમાં ફેયણાંની કામગીરી પહેલી થી જ યોગ્ય રીતે કામગીરી હાથ ધરવામા આવી હોત તો પુરી આજે 23 એશિયાટીક સિંહોના મૃત્યુ આંકના થયો હોત. હવે જ્યારે 4 માં કેનયન ડિસ્ટેમ્પર વાયરસ ની અસર જોવા મળી છે. જો પુનાની નેશનલ વાયરોલોજી ઇન્સ્ટિટયૂટ ના રિપોર્ટમાં આવ્યું હોય તો સમસ્યા વધુ ગંભિર બને એ પહેલા કોઈ સચોટ કદમ ઉઠાવવા જોઈએ. પરંતુ જેમ ઉતાવળમાં ભૂલ વધું થાય તેમ ક્યાંક અમેરિકાની આ રસી એવું તો સાબિત નહીં કરે ને ?
શું છે આ કેનયન ડિસ્ટેમ્પર વાયરસ ?
કેનયન એટલે કૂતરાને થતો વાયરસ નો રોગ જે સ્વાઈન ફલૂ ની જેમ હવાના કણોમાં પણ ઝડપથી વિકસે છે અને ફેલાય છે. ખાસ કરીને પ્રાણીઓને ઝપેટમાં લે તો ખતરનાક થઈ શકે છે. પરંતુ સામાન્ય રીતે કેટ ફેમેલી માં નહિવત થાય છે. આ પહેલા વર્ષ 1994 માં દક્ષિણ આફ્રિકાના ટાંન્ઝાનિયા સરોગેટ પ્રાણીસંગ્રહાલયમાં એક સાથે 1000 સિંહોના મોત નું કારણ બન્યો હતો. અને ભારતમાં પણ ઘણા કેસ બની ચુક્યા છે. પરંતુ આજ દિન સુધી સિંહો માટે કોઈ અસરકારક રસી સિંહો માટે બનાવવામાં આવી નથી. હાલ જે રસી અમેરિકાથી ભારત સરકારે મંગાવી છે એ કુતરાઓ માટેની છે. સિંહો પર એક અખતરા રૂપે સાબિત થશે હાલ સ્વસ્થ સિંહોને જેને કોઈ રોગ લાગુ પડી જ ગયો છે તેને આપવી હિતાવહ નથી.
આ કેનયન ડિસ્ટેમ્પર કેટલો ખતરનાક છે એ તો સમજાય ગયું હશે, હવે જોઈએ તેના લક્ષણો.
– પ્રાણીને નાકમાંથી લોહી નીકળવું.
– આંખમાંથી પાણી વહાવ્યા કરવું.
– સિંહ સંપૂર્ણ અશક્ત બની જાય.
– સિંહોના મગજ પર પણ અસર થાય છે.
– પ્રાણીનું અડધુ શરીર પેરેલીસીસની ઝપેટમાં આવી જાય છે.
કેનયન ડિસ્ટેમ્પરની સિંહો માટે કોઈ દવા નથી.
હાલ જે 4 સિંહો માં આ કેનયન ડિસ્ટેમ્પર વાયરસ જોવા મળ્યો છે. એના સ્વસ્થ હોવાના ચાન્સ ખૂબ જ ઓછા છે. મતલબ કે તેનું મૃત્યુ નક્કી જ છે. પરંતુ સાથે સાથે તેના શરીરમાંથી ફેલાતા વાયરસના જંતુઓ હવામાં ભળે તો બીજા અનેક પ્રાણીઓ અને સિંહો ની પ્રજાતિ પર ખતરો આવી શકે છે. હાલ વન વિભાગ કહે છે કે, જામવાલા રેસ્ક્યુ સેન્ટરમાં રાખેલ 33 સિંહો અને જશાધર મા રાખેલ 31 સિંહો સુરક્ષિત છે.પરંતુ સાસણ એનિમલ કેર સેન્ટર માં રાખેલ 10 માં પ્રોટોઝોઆ બેબેસિયા ના પ્રથમ સ્ટેજ માં મળી આવ્યો છે. મતલબ કે ખતરો હજુ સિંહોના ભોગ લેવા બેઠો જ છે. એમ કહેવું ખોટું નથી,
અમેરિકાથી મંગાવેલ રસી કેવીરીતે કામ કરશે ?
અમેરિકાના દુલુક શહેરમાંથી કેરેટ નામની રસી મંગાવવામાં આવી છે. અમેરિકાથી મંગાવેલ આ રસીની અસર એક વર્ષ સુધી રહે છે. હાલતો રૂપિયા 9 લાખના ખર્ચે અમેરિકાથી 300 રસી મંગાવવામાં આવી છે. આ રસીને 4થી 6 ડીગ્રી તાપમાનમાં રાખવામાં આવશે. આ રસી એશિયાટીક સિંહોને આપવા લંડનથી વેટરનરી ડોકટરની ટિમ આવી રહી છે. જે એશિયાટીક સિંહો ના પરીક્ષણ કરી ક્યારે અને કોને આપી શકાય તે નક્કી કરશે. ત્યાર બાદ ક્રમશઃ 0 દિવસ, 21 દિવસ અને 42 દિવસ એમ ત્રણ ડોઝ માં રસીકરણ હાથ ધરવામાં આવશે.
પ્રાયોગિક ધોરણે સૌ પ્રથમ જુનાગઢ સક્કરબાગ ઝુ ના સિંહોને આપવામાં આવશે ત્યારબાદ ગિરનારના જંગલોમાં અને ગીરના જંગલોમાં આપવા માટે સર્વે હાથ ધરાશે. જંગલમાં આ રસીકરણ ખૂબ જ અશક્ય છે. કારણકે એક સિંહ ને 42 થી 45 દિવસ સુધી એક જગ્યા એ પુરી રાખવો પડે જે જંગલના 600થી વધુ સિંહો માટે કેવી રીતે શક્ય બનાવી શકાય એ મોટો પ્રશ્ન વન વિભાગના અધિકારીઓ માટે બની રહ્યો છે.
બીજો પણ એક યક્ષ પ્રશ્ન એ છે કે આ રસી કુતરાઓ પર અસરકારક છે નહીં કે સિંહો માટે તો પછી સિંહો ને દેવાથી શુ સફળતા મળશે ? કે પછી સિંહો પર વિપરીત અસર થઈ તો ? એટલે જ પ્રાયોગિક ધોરણે કેટલાક સિંહો પર દેવામાં આવશે. જેથી રસી ની અસર અને રિએક્શન અંગે અભ્યાસ થઈ શકે.
હાલ તો સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટે ફિટકાર વરસાવી ગુજરાત સરકાર પાસે જે જવાબ માંગ્યો છે એના જવાબ માં ગુજરાત સરકાર એ તાબડતોડ રસી મંગાવી અને કોર્ટને જવાબ આપવાની કોશિશ કરી છે કે અમે સિંહોના સુરક્ષા અને સ્વસ્થતા માટે સંવેદનશીલ છીએ. પરંતુ સિંહોના બચાવ નો કોઈ રસ્તો હાંલ તો સરકાર પાસે કે કોઈ પણ પાસે નથી. જંગલ નો રાજા ભગવાન ભરોસે છે એ જરૂર કહી શકાય.