HomeWild Life Newsવડોદરા: વન્યજીવન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વન્યજીવનનું સંરક્ષણ તસવીર પ્રદર્શનનો પ્રારંભ

વડોદરા: વન્યજીવન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વન્યજીવનનું સંરક્ષણ તસવીર પ્રદર્શનનો પ્રારંભ

ચાર તસવીરકારોની જંગલ જીવનનો આગવો ધબકાર રજૂ કરતી 60 વિરલ તસવીરો રજુ કરાઈ

હાલમાં વન્યજીવન સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. જેનો આશય સમાજમાં અને ભાવિપેઢીને જંગલો અને વન્યજીવન વારસાનું મહત્વ સમજાવવાનો અને તેના સંરક્ષણની ચેતના જગવવાનો છે. તેના ભાગરૂપે ખૂબ જ ખંત અને નિષ્ઠાથી, જંગલો અને વેરાન પ્રદેશો, તળાવો, સરોવરો અને સમુદ્ર કાંઠાઓ પર પરિભ્રમણ કરીને પશુપક્ષી જીવનને કચકડે કંડારતા ચાર તસવીરકારો મનોજ ઠાકર, દેવર્ષી ગાંધી, દયાનેશ ત્રિવેદી અને નેહા પરમારની ૬૦ અદભૂત વન્ય જીવન છબીકલાનું પ્રદર્શન યોજવામાં આવ્યુ છે.

Social Media

વડોદરા શહેરની ફાઇન આર્ટસ ફેકલ્ટીના પ્રદર્શન ખંડ ખાતે કન્ઝર્વેશન થ્રુ કેમેરા-કેમેરાના માધ્યમથી વન્ય જીવનના સંરક્ષણની ચેતના વિષયક આ પ્રદર્શનનો આજે ભારતીય વન સેવાના અધિકારી ડૉ. સંદિપકુમારે પ્રારંભ કરાવ્યો હતો. વન્યજીવન સુરક્ષાના ધ્યેયને વરેલા ડૉ. સંદિપકુમારે તસવીરકારોના આ પ્રયાસને બિરદાવ્યો હતો અને જણાવ્યું હતું કે, ગુજરાત ખૂબ જ ભાતીગળ વિવિધતાસભર વન્યજીવન વારસો ધરાવે છે. જેનું સંરક્ષણ માત્ર સરકારી પ્રયાસોથી નહીં પણ પ્રખર લોકભાગીદારીથી જ શક્ય બનશે.

Social Media

જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર મનોજ ઠાકરે જણાવ્યું હતું કે, વન્યજીવન તસવીર કલાએ ખૂબ જ ખંત, ધૈર્ય, કઠોર પરિશ્રમ અને તકલીફદેહ રખડપટ્ટીનું કામ છે. પરંતુ જે આ કલાને વરેલા છે તેને તેમાં આત્મિય આનંદ મળે છે. અમારા પ્રદૃશનમાં એક જ ફ્રેમમાં રીંછ અને દીપડો, ગાય અને દીપડાની મૈત્રી, ભૂખરા વાળ ધરાવતો રીંછ, બચ્ચા સાથે વિહરતું રીંછ, તીડનું મેટીંગ (સંવનન) જેવી રોમાંચક છબીઓની સાથે પક્ષીઓ, પતંગિયા, સરિસૃપોની છબીઓ નિહાળી શકાશે. જે વન્યજીવનની વિશેષતાની જાણકારી વધારશે.

Social Media

વડોદરા શેહરની ફાઈન આર્ટસ ફેકલ્ટી ખાતે તા. 6 થી 9 મી ઓક્ટોબર સુધી આ પ્રદર્શન જોઇ અને માણી શકાશે. રાજ્ય સરકારે ગુજરાતભરમાં વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે. જેનો ઉદ્દેશ વન્ય પ્રાણીઓ અને પક્ષીઓથી સામાન્ય જન માહિતગાર થાય તે માટે વન વિભાગ દ્વારા વિવિધ પ્રાણીઓ તેમજ પક્ષીઓની દુર્લભ એવી તસ્વીરો ની પ્રદર્શની યોજવામાં આવ્યું છે.

- Advertisment -