ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે આજે વિધાનસભાના સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા ગીરમાં સિંહોની વસ્તી અને છેલ્લા બે વર્ષમાં સિંહોના મૃત્યું અંગેની વિગત માંગવામાં આવ્યા હતી હતી. જેમાં સિંહોની છેલ્લી વસ્તી ગણતરી અનુસાર રાજ્યમાં કેટલાં સિંહો છે અને સિંહોના મોત અંગેના આંકડા સરકાર દ્વારા વિધાનસભામાં જાહેર કરવામાં આવ્યા.
કુદરતી રીતે મૃત્યુ પામેલા એશિયાટિક સિંહો ( 31-01-2023ની સ્થિતિએ )
વર્ષ નરસિંહ માદાસિંહ બાળસિંહ વળઓળખાયેલાં કુલ
2020-21 31 21 71 0 123
2021-22 26 33 54 0 113
2022-23 16 17 55 1 89
વનવિભાગ દ્વારા વર્ષ 2020 માં પૂનમ અવલોકનના આધારે સિહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી જે અનુસાર નર સિંહ 206, સિંહણ 309, બાળસિંહ 29 અને 130 વણઓળખાયેલા મળી કુલ 674 સિંહો છે. જણાવી દઈએ કે રાજ્યમાં સિંહોની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે.
અકુદરતી રીતે મૃત્યુ પામેલા એશિયાટિક સિંહો ( 31-01-2023ની સ્થિતિએ )
વર્ષ નરસિંહ માદાસિંહ બાળસિંહ કુલ
2020-21 02 06 06 14
2021-22 04 08 04 16
2022-23 04 04 03 11
- અદ્યતન લાયન એમ્બ્યુલન્સ વસાવવામાં આવી
- વન્યપ્રાણી સારવાર કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે
- વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ધારા-1972 હેઠળ ગુન્હેગારોની સામે કાર્યવાહી
- સિંહોને રેડિયો કોલરીંગ, હાઈટેક મોનીટરીંગ યુનિટની સ્થાપના
- સકકરબાગ, બરડામાં સાતવિરડા ખાતે કોરેન્ટાઈન ઝોન બનાવાયું
- સિંહોના અવર-જવરવાળા વિસ્તારમાં વન્યપ્રાણી મિત્રોની નિમણૂંક
- રેસ્કયુ માટે રેપિડ એકશન ટીમ તથા રેસ્ક્યુ ટીમની રચના કરી
- રાજુલા-પીપાવાવ રેલ્વે ટ્રેકની આજુ-બાજુ ચેઈનલૉક ફેન્સીંગ
- કુલ-4 ચેકીંગનાકા પર CCTV સી.સી.ટી.વી. કેમેરા
- સિંહ તથા અન્ય વન્યપ્રાણીની હત્યા અટકાવવા નાઈટ પેટ્રોલીંગ
- રેવન્યુ વિસ્તારોમાં ખુલ્લા કુવાઓને વોલ બાંધી સુરક્ષિત કર્યાં