અમરેલીના ખાંભા તાલુકાના મીતીયાળાના જંગલોમાં 3 શિકારીઓએ એક ચિંકારાનો શિકાર કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જો કે વનવિભાગની ટીમે 1ની ધરપકડ કરી છે. જ્યારે 2ને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી પ્રમાણે અમરેલી જિલ્લાના ભાડ ગામમાં ત્રણ શિકારીઓએ ચિંકારાનો શિકાર કર્યો હતો. જેને લઈને ચકચાર મચી ગઈ હતી. અને વન્યપ્રેમીઓમાં આ ઘટનાને પગલે ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો.
જોકે આ ઘટનામાં વનવિભાગે એક શિકારીને ઝડપી પાડ્યો હતો. જ્યારે 2 શિકારીઓ ફરાર થઈ ગયા હતા. જેથી તેને પકડવા માટે તુલસીશ્યામ રેંજની નજીકની બોર્ડરને લગતી રેન્જના સ્ટાફને એલર્ટ કરી દેવામાં આવ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી.
જોકે સુત્રો પાસેથી મળતી માહીતી પ્રમાણે આ ત્રણેય શિકારીઓ સાવરકુંડલા મિતિયાળા ગામના હોવાનું જાણવા મળ્યું છે. જો કે ચિંકારાનો શિકાર કરતા સમયે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.