HomeWild Life Newsગુજરાતના આ વિસ્તારમાં દીપડા જેવું પ્રાણી દેખાતા લોકોમાં ફફડાટ, વન વિભાગ હરકતમાં

ગુજરાતના આ વિસ્તારમાં દીપડા જેવું પ્રાણી દેખાતા લોકોમાં ફફડાટ, વન વિભાગ હરકતમાં

ટંકારાના બંગાવડી ગામમાં દીપડા જેવું પ્રાણી દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ગભરાયેલા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમે બંગાવડીમાં ધામા નાંખ્યા છે. આગામી બે દિવસ સુધી વન વિભાગની ટીમ બંગાવડી વિસ્તારમાં રહીને દીપડો છેકે અન્ય કોઇ પ્રાણી તેના સગડ મેળવશે. સ્થળ પર સઘન તપાસ કરતા વન વિભાગના અધિકારીઓએ કહેવાતા દીપડાના સગડ મેળવવા તેના પગના નિશાનને આધારે તપાસ હાથ ધરી હતી. જાે કે પગના નિશાનો પરથી હજુ વન વિભાગ પણ સ્પષ્ટ નથી કે, આ દીપડાના પંજાના નિશાન જ છે કે અન્ય કોઈ પ્રાણીના નિશાન છે.

આમ છતાં કોઈ જાેખમ ન લેતા વન વિભાગ દ્વારા ગામમાં એક ટીમ તૈનાત કરવામાં આવી છે. જે બે દિવસ દરમિયાન આસપાસના વિસ્તારોમાં સતત વોચ રાખી દેખાયેલું પ્રાણી દીપડો જ છે કે કેમ તે નક્કી કરશે. ફોરેસ્ટ ઓફિસર કુંડારીયાએ જણાવ્યું હતું કે, હજુ સ્પષ્ટપણે પ્રાથમિક તબક્કે કહી શકાય નહીં કે જે પંજાના નિશાન છે તે દીપડાના જ છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, લોકોએ ગભરાવવાની જરૂર નથી. બે દિવસ દરમિયાન ફોરેસ્ટની ટીમ ગામ તેમજ આજુબાજુના વિસ્તારોમાં સતત વોચ રાખશે. આ દરમિયાન કોઈ અજુગતો બનાવ બને તો આગળની કાર્યવાહી કરવા ટીમ સજ્જ છે તેવો વિશ્વાસ ગ્રામજનોને ફોરેસ્ટ ઓફિસરે અપાવતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.

- Advertisment -