હાલ સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે પશું-પંખીઓ અને લોકો પરેશાન છે. ત્યારે આ ગરમીમાં પશુ પક્ષી તેમજ પ્રાણીઓની સુદશા થતી હશે. કચ્છના નાનું રણ જેનો અંદાજીત વિસ્તાર 4954 ચોરસ કિલો મીટર વિસ્તારમાં ફેલાયેલો છે.
આ વિસ્તારમાં ગરમી નો પારો અંદાજીત 45 થી 48 ડીગ્રીની આસપાસ હોય છે. ત્યારે આ પરિસ્થિતિની અંદર આ વિસ્તારમાં નિલ ગાય, ઘુડખર( Wild Ass ), તેમજ પક્ષી ઓ માટે પણ ઘુડખર( Wild Ass )અભ્યારણ દ્વારા રણ ની અંદર આવેલ અવાડાની અંદર ટેન્કર દ્વારા પાણી થી ભરવામાં આવી રહ્યા છે.

કચ્છના નાના રણ માં ચાર રેન્જ આવેલ છે. જેમાં ધ્રાંગધ્રા રેન્જ, બજાણા રેન્જ, હળવદ રેન્જ અને આડેસર રેન્જનો સમાવેશ થાય છે.આ વિસ્તારમાં આવેલ પશુઓ પક્ષીઓ તેમજ પ્રાણીઓને પણ આ ગરમીમાં પીવા માટે પાણી મળી રહે અને તેમને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા દરરોજ ટેન્કર દ્વારા પાણી થી અવાડા ભરવામાં આવે છે.

આ અભયારણ્યમાં ટોટલ 66 અવાડા આવેલ છે. જેમાં ધ્રાંગધ્રા રેન્જના 15 અવાડા આડેસર રેન્જના 10 હળવદ 18 બજાણા ના 23 અવાડાની અંદર રોજ પાણી થી ભરવામાં આવે છે. કચ્છના નાના રણમાં વનવિભાગની આ સેવાના કારણે અસહ્ય ગરમી વચ્ચે પ્રાણીઓને સહેલાઈથી પીવાનું પાણી મળી રહે છે.આ અભયારણ્યમાં કચ્છના નાના રણ તરીકે જાણીતા વિસ્તારમાં આવેલું છે.

ભારતમાં હાલમાં જેટલા જંગલી ઘુડખર ( Wild Ass )અસ્તિત્વ ધરાવે છે. તેમનું વન્યપ્રાણી અભયારણ્ય અને એકનું એક અભયારણ્ય આ જ છે. કચ્છના નાના રણ વિસ્તારમાં સુરેન્દ્રનગર, રાજકોટ, પાટણ, બનાસકાંઠા, અને કચ્છના થોડા થોડા વિસ્તારો સમાવિષ્ટ છે. ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે. આ અભયારણ્ય ગુજરાતનો વારસો ગણાય છે.
આ અભ્યારણમાં અહિંના મુખ્ય વસતી ધરાવતા લાંબી ચાંચવાળા ડેલમેટિઅન, જળચર પક્ષી પેલિકન, લેસર ફલેમિંગો, સારસ, બગલા, કરકલ, રણના શિયાળ અને કાળા ભયંકર ક્રોબા વિશેષ રૂપે મુળ રહેવાસી છે. આ બધાં વન્યપ્રાણીઓ ઉપરાંત જંગલી ઘુડખર મુખ્ય રહેવાસી ગણાય છે.