જુનાગઢ ગિરનાર રોપ-વે શરૂ કરાયા બાદ જુનાગઢ ગિરનારમાં સિંહ દર્શન નેચર સફારી પાર્કનો પ્રારંભ થઇ ચુકયો છે જે ઇન્દ્રેશ્ર્વર નાકાથી 13 કિ.મી. રૂટ પર સિંહ દર્શન માટે નેચર સફારી પાર્કનો પ્રારંભ થયો છે. જે પણ રોપ-વેની માફક સામાન્ય માણસ કે ગરીબ અને મધ્યમ વર્ગ માટે જવું શકય નથી કારણ કે ત્રણ કલાકના 2900 ભાડુ ચુકવવુ પડશે 13 કિ.મી.ના આ રૂટમાં સિંહ જોવા મળશે. આ જંગલ વિસ્તારમાં 5 જેટલા સિંહનો વસવાટ છે. સવારે ચાર પરમીટ અને બપોર બાદ પરમીટ મળી વધુમાં વધુ 36 લોકો જઇ શકશે.ગીરનાર જંગલમાં પ સિંહો ઉપરાંત હરણ, ભુંડ, નીલગાય સહિત 37 જાતના પશુઓ 38 જાત સરીસૃપો છે. 200 જેટલા પક્ષીઓની પ્રજાતિ વિવિધ પ્રકારના વૃક્ષો, ઔષધીઓ છે.

ગિરનાર સફારી પાર્કમાં સામાન્ય દિવસોમાં 6 વ્યકિત માટે 800 તથા વધુ એક બાળકના 100નો દર નકકી કરાયો છે. વિદેશી નાગરીકો માટે આ બંને દર 5600 અને 1400, શનિ-રવિ તેમજ રજાના દિવસોમાં 6 વ્યકિતના પરમીટના 1000 વધુ એક બાળક માટે 125 વિદેશી નાગરીકો માટે આ બંને દર અનુક્રમે 7000 અને 1750 રાખવામાં આવ્યા છે. 2 વર્ષે યોજાતી પરંપરાગત મહાશિવરાત્રી અને પરિક્રમાના સમયે સફારી પાર્ક બંધ રાખવામાં આવશે. આ સમયે વન વિભાગનો સ્ટાફ જુદા જુદા વિસ્તારોમાં બંદોબસ્તમાં ગોઠવાયેલ રહેતો હોય છે. દર વર્ષે 16 ઓકટોબરથી ર8-29 ફેબ્રુઆરી દરમ્યાન સવારે 6.45 થી 9.45 અને બપોરના 3 થી 4 તેમજ 1 માર્ચથી 15 જુન સુધી સવારે 6 થી 9 અને બપોરના 4 થી 7 સફારી પાર્કનો સમય રહેશે.

સ્થાનિક લોકોને ગાઇડ તરીકે પસંદ કરી તેની તાલીમ અપાઇ છે. જેઓ ટુરીસ્ટ ગાઇડની ફરજ બજાવશે આ ગાઇડને સાસણ ખાતે 10 દિવસની તાલીમ આપવામાં આવી છે. જીપ્સીમાં આવતા પ્રવાસીઓ પાસેથી ગાઇડ રૂા. 400નો ચાર્જ વસુલ કરી શકશે. હાલ ગિરનાર જંગલમાં ઇન્દ્રેશ્ર્વરથી જાંબુડી વિસ્તાર જવાના 13 કિ.મી. અને 13 કિ.મી. આવવાના 26 કિ.મી.ના રૂટ પર નેચર સફારી શરૂ કરવામાં આવી છે. એક પરમીટમાં એક બાળકને લઇ જઇ શકાશે હાલ રોજની આઠ પરમીટની મંજુરી આપવામાં આવી છે જેમાં જંગલ પર્યાવરણ કુદરતી વાતાવરણની મજા માણી શકાશે. તા 26 જાન્યુઆરીના શરૂ થયેલ ગિરનાર સિંહ દર્શનમાં પ્રથમ ટ્રીપમાં 18 જેટલા પ્રવાસીઓ સિંહ દર્શને ગયા હતા, જેમાં ચાર સિંહના દર્શન થયા હતા.