HomeWild Life Newsજુનાગઢ: 21 એશિયાટિક સિંહબાળના વધામણાં કરતું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય

જુનાગઢ: 21 એશિયાટિક સિંહબાળના વધામણાં કરતું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય

એક અઠવાડિયાના સમયગાળામાં જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ખાતે પાંચ અલગ અલગ સિંહણોએ ફૂલ 21 બચ્ચાઓ ને જન્મ આપ્યા છે બધા બચ્ચા હાલ તો સ્વસ્થ અને તંદુરસ્ત છે.

આ અંગે જૂનાગઢ વન્ય વર્તુળ વિભાગના મુખ્ય અધિકારી ડો ડી ટી વસાવડા એ જણાવ્યું હતું કે જૂનાગઢના એશિયાટીક સિંહો માટે ખાસ સંવર્ધન અને સંરક્ષણ નું કામ કરતા સક્કરબાગ સંગ્રહાલય ખાતે તા. 2 જી એપ્રિલે એક સિંહણે 3 બચ્ચાઓ ને જન્મ આપ્યો અને ત્યાર બાદ તા. 6 એપ્રિલ એ અન્ય 2 સિંહણે પણ 3-3 બચ્ચાઓને જન્મ આપ્યો હતો.તેમજ તા. 7 એપ્રિલ એ ફરી એક સિંહણે એક સાથે 6 બચ્ચાઓને જન્મ આપતાએક ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

Social Media

તેમજ તેજ દિવસે અન્ય એક સિંહણે 2 બચ્ચાઓને જન્મ આપતા કુલ 17 બચ્ચાંથી સક્કરબાગની કામગીરીની પ્રશંશા થઈ રહી છે ત્યારે ફરી આજે 12 એપ્રિલ એ વધુ 4 બચ્ચાઓ જન્મ થતા હવે કુલ 21 બચ્ચાઓ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ની શાન માં વધારો થયો હતો.

જો કે આમાંથી મોટાભાગના બચ્ચાઓ એક કે બે વર્ષના થતા જ અન્ય પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી વિનિમય કાર્યક્રમ હેઠળ મોકલવામાં આવશે.

હજુ હાલ તો આ તમામ 21 બચ્ચાઓ તેમની માતા સાથે જ છે અને સક્કરબાગ ઝુ ઑથોરિટી દેખરેખ રાખી રહી છે. એક મહિના બાદ જ તમામ બચ્ચાઓની સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવશે.

- Advertisment -