HomeWild Life Newsસાસણ ગીર: એશિયાટિક સિંહો પર વાયરસનો ખતરો?

સાસણ ગીર: એશિયાટિક સિંહો પર વાયરસનો ખતરો?

ગીર જંગલમાં વસતા એશિયાટિક સિંહો પર કોઈ વાયરસ ફેલાઈ રહ્યો હોય એમ લાગે છે. એક પછી એક સિંહોના મોત થઈ રહ્યા છે.

એશિયાટીક સિંહોના મોતથી વન્ય પ્રેમીઓ ચિંતાતુર બન્યા છે. છેલ્લા ત્રણ માસની અંદર 25 થી વધુ એશિયાટીક સિંહોના મોત થયા છે. અને મહત્વની વાત અત્યાર સુધીમાં મળેલા એશિયાટીક સિંહોના મોતના આંકડામાં મૃત્યુ અંગેના ચોક્કસ કારણો જોવા મળ્યા નથી. એશિયાટીક શંકાસ્પદ મોતથી વનવિભાગ પણ ચોંકી ઉઠયુ છે. અને તાત્કાલિક ધોરણે ગીર જંગલમાં વસતા તમામ એશિયાટીક સિંહોના સ્ક્રીનીંગના આદેશ આપવામાં આવ્યા છે. જેથી હાલ તો તમામ એશિયાટીક સિંહોના સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યા છે. અને તેની જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે.

આ અંગે વનવિભાગના મુખ્ય અધિકારી ડૉ, ડી. ટી. વસાવડાએ કહ્યું છે કે, એશિયાટીક સિંહોના સ્વાસ્થ્ય અંગે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. જેથી કરીને અસ્વસ્થ અને નિર્બળ બનેલા એશિયાટીક સિંહો અંગે તપાસ કરી શકાય તેમજ જરૂર જણાયે તેમની સારવાર કરી શકાય આ એક રૂટિન પ્રોસેસ છે. જોકે આ અધિકારીએ એમ પણ જણાવ્યું કે, એશિયાટીક સિંહોના મોતના આંકડા છેલ્લા અમુક સમયથી વધ્યા છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી કારણકે હાલમાં થઈ રહેલી તપાસમાં કોઈપણ શંકાસ્પદ લક્ષણો એશિયાટીક સિંહોમાં જોવા મળ્યા નથી માત્ર બેબેશિયા કે જે ઇતડીથી થતો રોગ છે. જે બે અઠવાડિયામાં સારવારથી કાબુમાં આવે છે.

આમ છતાં એશિયાટીક સિંહોના મૃત્યુના આંકડા જોઈએ તો ગત્ત ફેબ્રુઆરી માસમાં 11 માર્ચમાં 7 અને એપ્રિલમાં 7 છે જે સામાન્ય છે પરંતુ જો કુદરતી મોત હોય તો ચિંતાનો વિષય માત્ર એટલો છે કે, એશિયાટીક સિંહો કોઈ વાઈરસના ઝપટમાં આવ્યા છે. પરંતુ તે કેન્યન ડિસ્ટેમ્પર નથી જો તે કોરોના વાયરસ હોય તો ખરેખર ખૂબ ચિંતાની વાત છે. કારણકે એશિયાટીક સિંહો ભારતનું ગૌરવ છે.

હાલ તો વન વિભાગ ગીર જંગલમાં વસતા આશરે એક હજાર જેટલા એશિયાટીક સિંહોનું સ્ક્રિનિંગ કરવા ફોરેસ્ટરો અને ટ્રેકરોને કામે લગાડયા છે. રેસ્ક્યુ સેન્ટર અને વન્યજી જીવના સીધા સમ્પર્ક માં આવતા તમામ લોકોને માસ્ક અને ગ્લોવ્સ પહેરવાની સૂચના આપવામાં આવી છે. તેમજ તમામ જગ્યાઓને સેનેટાઇઝિંગ કરવામાં આવ્યા છે. તમામ એશિયાટીક સિંહોના સેમ્પલિંગ કરવા આવી રહ્યા છે. અને જરૂર જણાયે રેસ્ક્યુ કરી રેસ્ક્યુ સેન્ટર ખાતે કોરોન્ટાઈન કરવામાં આવી રહ્યા છે.

હાલમાં 22 જેટલા એશિયાટીક સિંહો તુલસીશ્યામ રેન્જ અને ધારી રેન્જમાંથી રેસ્ક્યુ કરાયા છે અને સારવાર હેઠળ છે.

- Advertisment -