હિરણ 1 નદી પર સ્થિત ડેમથી સૂર્યોદય-સૂર્યાસ્તનો અદભુત નજારો જોવા મળે છે.

વિશ્વભરમાં એશિયાઇ સિંહો પ્રવાસનની દ્રષ્ટિએ આકર્ષણનું કેન્દ્ર છે. દર વર્ષે સાસણમાં લાખો પ્રવાસીઓ સિંહ જોવા આવે છે.
સાસણમાં સિંહ દર્શન દરમિયાન ગીર નેશનલ પાર્કના રૂટ ઉપર કમલેશ્વર ડેમ પર થી સોરઠ ધરાનું સોહામણું સ્વરૂપ જોવા મળે છે. સાથે જ પર્વતોની વચ્ચેથી સૂર્યોદય-સૂર્યાસ્તનો અદભુત નજારો પણ માણવા મળે છે. સાસણથી 13 કિલોમીટર દુર આવેલ કમલેશ્વર ડેમ મગર કોલોની તરીકે પણ જાણીતો છે.
કમલેશ્વર ડેમ પર થી માણો સોરઠ ધરાનું સોહામણું રૂપ

હિરણ -1 નદી પર બાંધવામાં આવેલ આ ડેમ પ્રકૃતિ અને પક્ષીઓની ફોટોગ્રાફી માટે પરફેકટ સ્થળ છે. અહિ 300 થી વધુ પક્ષીઓ જોવા મળે છે. કમલેશ્વર ડેમથી સોરઠ ધરાનો કુદરતી સૌદર્યનો નજારો માણવા માટે બેસ્ટ ટાઇમ વ્હેલી સવાર માનવામાં આવે છે.

નેશનલ પાર્કમાં સિંહની સાથે સાથે અન્ય વન્યજીવોને નિહાળતા, આંબલા પાટિયા વિસ્તાર, ધોળી વોકળી વિસ્તાર જેવા પોંઈટ પ્રવાસીઓને નિહાળવા મળે છે. કમલેશ્વર ડેમ જે ગીર મધ્યે હિરણ નદી પર બાંધવામાં આવેલ છે. જે હિરણ-૧ સિંચાઇ યોજના તરીકે પણ અળખાય છે.

કમલેશ્વર નેસ પાસે હિરણ નદી ઉપર ગીર જંગલ વિસ્તારમાં બાંધવામાં આવેલ આ ડેમનું કામ વર્ષ ૧૯૫૫માં ચાલુ કરી વર્ષે 1959 માં પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ ડેમ વન્યજીવોને પીવાના પાણી માટે મહત્વનો સ્રોત છે.