ગીર જંગલમાં આ હોર્નબીલ એટલે કે “રાખોડી ચિલોત્રા” 1936 માં જોવા મળ્યા હતા.
ગુજરાત પ્રાણીઓ અને પક્ષીઓની વિવિધતા માટે ખૂબ જાણીતું છે. વિશ્વની 48% પ્રજાતિઓ ગુજરાતમાં જોવા મળે છે. આથી જ રેડ ડેટા બુકના આધારે લુપ્ત પ્રજાતિના અભ્યાસના પ્રયત્નો અહીં કરવામાં આવે છે. હાલમાં જ ગીર સાસણ ખાતે હોર્નબીલના અભ્યાસ માટે ખાસ ટેગ લગાવ્યા છે. જેના નામ પણ આ પક્ષીઓના અભ્યાસ કરતા સંશોધકો પરથી રાખવામાં આવ્યા છે.

ગીર જંગલમાં આ હોર્નબીલ એટલે કે “રાખોડી ચિલોત્રા” 1936 માં જોવા મળ્યા હતા. પરંતુ ત્યાર બાદ ઘણા વર્ષો બાદ ફરી જોવા મળયા ન હતા. સ્વ આર એસ ધર્મકુમારસિંહજી એ આ અંગે અભ્યાસ કરી ફરી પૂન:સ્થાપન કરવા સૂચન કર્યું હતું. આથી જ ઘણા વર્ષો બાદ હોર્નબીલ દેખાતાં તેમને ખાસ સેટેલેલાઈટ ટેગ લગાવવામાં આવ્યા છે જેના નામ RSD રાખવા આવ્યું છે તેમજ રાખોડી ચિલોત્રા તરીકે ઓળખાતા આ પક્ષીના બીજા અભ્યાસર્થી સ. લવકુમાર ખાચરના નામ પર થી’LK’રાખવામાં આવ્યું છે. આ સેટેલેલાઈટ ટેગીંગ થી હોર્નબીલની પ્રજાતિ અંગે વૈજ્ઞાનિક અને તેમના જીવન વિશેની મહત્વની માહિતી પ્રાપ્ત થશે.
ગીર સાસણમાં એશિયાટિક સિંહો ઉપરાંત હવે ગીધ, હોર્નબીલ જેવા પક્ષીઓના સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રયત્નો થઈ રહ્યા છે જે ખૂબ ઉમદા કાર્ય છે . આમાટે વન સસંરક્ષક અધિકારી ડૉ ડી ટી વસાવડા, ડીસીએફ ડૉ મોહન રામ, ડો દેવેશ ગઢવી તેમજ ટ્રેકર અને સંશોધક ની ટિમ રાત દિવસ મહેનત કરી રહી છે.