શિયાળામાં ફરવાની મજા કંઇક અલગ જ આવે છે. શિયાળાની ઋતુમાં તમે આ વખતે ગુજરાતનો પ્લાન બનાવો છો તો તમને મજ્જા પડી જશે. ગુજરાતમાં કેટલીક જગ્યાઓ એવી છે. જ્યાં તમે મસ્ત રીતે એન્જોય કરી શકો છો.
અનેક મંદિરો અને વાઇલ્ડ લાઇફ રિઝર્વેશન માટે પ્રસિદ્ધ ગુજરાત અને એની આસપાસની જગ્યાઓમાં શિયાળામાં ફરવા જાઓ છો તો મજ્જા પડી જાય છે. ખાસ કરીને શિયાળાની ઋતુ એવી છે જેમાં ફરવાની મજા કંઇક અલગ જ આવતી હોય છે. ઉનાળાની ગરમીમાં ફરવાની મજા આવતી હોતી નથી.

કચ્છ એટલે દૂર સુદૂર વેરાન જંગલ રેગીસ્તાન સિસકારા મારતી રેતીની આંધી, જંગલી ઘુડખર મૃગજળની પાછળ પાણીની શોધમાં આખા રણમાં આમથી તેમ ફરતાં દોડતાં અને ભાગતાં હોય તેમ જોઈ શકાય છે. ઉપરાંત વિશ્વના અન્ય જંગલી પ્રાણીઓ દેખાય તેવું આ કચ્છનું રણ સૌને આકર્ષે છે.
તહેવારોના સમયમાં લોકો રજાઓમાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. રજાઓમાં ફરવાની મજા કંઇક અલગ જ આવે છે. જો તમે પણ આ શિયાળામાં ફરવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા છો અને બજેટ ઓછુ છે તો ગુજરાતના આ સ્થળો તમારા માટે સૌથી બેસ્ટ છે.https://wildstreakofnature.com/gu/wildlife-sanctuaries-in-kutch-gujarat-tourism/ તો નજર કરી લો તમે પણ એક વાર આ સ્થળ પર..
કચ્છનું રણ:

કચ્છનું રણ તમે જોયું નથી તો તમારે એક વાર ચોક્કસથી જોવું જોઇએ. કચ્છના રણમાં ફરવાની મજા કંઇક અલગ જ હોય છે. અહિંનો નજારો તમારું મન મોહી લે છે. તમે શિયાળાની ઠંડીમાં કચ્છનું રણ જોવા જાવો છો તો તમને હદ વગરની મજ્જા પડી જાય છે. અહિંનો રણ ઉત્સવ બહુ પ્રસિદ્ધ છે. આ સિવાય તમે અહીં નેશનલ પાર્ક, મ્યૂઝિયમ જેવા સ્થળોની પણ મુલાકાત લઇ શકો છો.
નારાયણ સરોવર વન્યપ્રાણી અભયારણ્ય:

વન્યપ્રાણી પ્રજાતિઓના સંરક્ષણ અને જતન માટેનો આ અભયારણ્યનો વિસ્તાર એટલે નારાયણ સરોવર વન્યપ્રાણી અભયારણ્ય ચોમાસા દરમ્યાન જે ભીનો અને કાદવયુક્ત રહેતો વિસ્તાર સામાન્ય દિવસોમાં ઉજ્જડ, સુકોભઠ વિસ્તાર ધરાવે છે. ગુજરાતના કચ્છ જીલ્લાના લખપત તાલુકામાં આવેલું ભારતનું તેવા પ્રકારનું એક અભયારણ્ય છે. મોટા પ્રમાણમાં ચિંકારાની સંખ્યા ધરાવતા આ અભયારણ્યને આપણે આ પ્રાણીઓ માટેનું સહુથી વધુ સલામત સ્થાન કહેવું અયોગ્ય નથી અહી ટુકડે ટુકડે બનેલા ઘાસના મેદાનો ચિંકારાનું એક વ્યવસ્થિત આશ્ર્યસ્થાન ગણાય છે.
તમારે રણના પ્રવાસનો સાચો અને સારો અનુભવ કરવો હોય તો માત્ર એક દિવસ માટે જાવ તો મજા નહી આવે. કારણ કે વન્ય પ્રાણી જોવા માટેનું કોઇ પેકેજ ન હોઇ શકે. કારણ કે તમે તાજમહાલ જોવા જાવ તો તરત કહી શકો કે તમે તે જોયો પરંતુ વનમાં રહેતા વન્ય પ્રાણીઓની વાત કંઇક જુદી છે. તેઓ તેમના મૂડ મુજબ રહેતા હોય છે. અને તેમને તેમની કુદરતી મસ્તીમાં જોવાનો અનેરો લાહવો કાંઈક અલગ જ હોય છે.
કેવી રીતે જશો ?

સડક માર્ગેઃ
ઘુડખરનું અભ્યારણ્ય અમદાવાદથી 130 કિમી,
વિરમગામથી 45 કિમી, રાજકોટથી 175 કિમી,
ભૂજથી 265 કિમી દૂર છે, આ તમામ સ્થળોએથી રાજ્ય પરિવહનની બસો ઉપલબ્ધ છે.
રેલ માર્ગેઃ
ધ્રાંગધ્રા – 16 કિલોમીટર
અમદાવાદ – 130 કિલોમીટર
રાજકોટ – 175 કિલોમીટર
રમણીય દરિયાઈ તટથી ઓળખાતું દીવ એ ઇતિહાસ અને સૌંદર્યનો અનોખો સમન્વય છે