HomeWild Life Newsકચ્છમાં વન્યપ્રાણીઓ માટે દૈનિક એક લાખ લિટર પાણીની વ્યવસ્થા કરતું વનવિભાગ

કચ્છમાં વન્યપ્રાણીઓ માટે દૈનિક એક લાખ લિટર પાણીની વ્યવસ્થા કરતું વનવિભાગ

વન્યપ્રાણીઓ માટે ટેન્કરો વડે ગડલર ટેન્કમાં પાણી ભરવામાં વનવિભાગની ટુકડીઓ કામે લાગી છે.

ઉનાળાની શરૂઆતની સાથે જ ગરમી દિવસેને દિવસે વધી રહી છે. રાયજમાં આકરી ગરમી અને જળસંકટ વચ્ચે વન્યપ્રાણીઓનું શું ? તેવો સવાલ ચોકક્સ થઈ શકે પરંતુ આ સવાલનો જવાબ કચ્છના વનવિભાગ પાસે રહેલો છે.

કચ્છ વનવિભાગ દ્વારા વન અભ્યારણ્યોમાં વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. વન્યપ્રાણીઓને કાળઝાળ અને અંગ દઝાડતી ગરમીમાં સહેલાઈથી પાણી મળી રહે તે માટે ટેન્કરો વડે તેમજ ગડલર ટેન્કમાં પાણી ભરવામાં વનવિભાગની ટુકડીઓ કામે લાગી છે. જેથી વન્યપ્રાણીઓને સહેલાઈથી પાણી પહોચાડી શકાય.

wildstreakofnature.com

કચ્છ વિસ્તાર વન્યપ્રાણીઓ માટે ખાસ વિશિષ્તા ધરાવે છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં વન્યપ્રાણીઓ વસવાટ કરે છે. ખાસ કરીને ચિંકારા,નીલગાય, સહિત વન્યજીવો વસવાટ કરે છે. જોકે જળસંકટ અને આકરી ગરમી વચ્ચે માનવીને સહેલાઈથી પાણી નથી મળતું ત્યારે વન્યજીવો માટે પાણી મળવું ઘણું જ મુશ્કેલ છે.

કાળઝાળ ગરમીમાં કચ્છના મોટા ભાગના તળાવ,નદીઓ અને ડેમોમાં પાણી નહિ હોવાને સુકાઈ ગયા છે અથવા તો સુકાવાની તૈયારી થઈ રહી છે. ત્યારે આવા આકરા સમય વચ્ચે જળસંકટ અને આકરા ઉનાળામાં વન્યપ્રાણીઓ માટે વનવિભાગ સતત કામગીરી કરી વન્યજીવોને પાણી પહોચાડી રહ્યું છે.

પુર્વ ક્ચ્છના ડીસીએફ પ્રવિણસિંહ વિહોલના જણાવ્યા મુજબ આકરી ગરમીમાં વન્યપ્રાણીઓ માટે વિવિધ જગ્યાએ ગડલર એટલે કે પાણીના કુંડા બનાવવામાં આવ્યા છે. જેમાં ચોવીસ કલાક નજર રાખીને સમયાંતરે પાણી ભરવામાં આવે છે. જેના માટે વિવિધ ટુકડીઓ કામે લગાડવામાં આવી છે. આ ઉપરાંત પશ્ર્ચિમ કચ્છમાં પણ વિવિધ સ્થળો પર વન્યપ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરાઈ હોવાનું ડીએફઓ એમ.બી.પટેલે જણાવ્યું હતું.

- Advertisment -