HomeWild Life Newsપોરબંદર આવતા વિદેશી પક્ષીઓ શા માટે પડે છે બીમાર, જાણો કારણ

પોરબંદર આવતા વિદેશી પક્ષીઓ શા માટે પડે છે બીમાર, જાણો કારણ

પોરબંદર પક્ષીનગર તરીકે ઓળખાય છે. શહેર અને જિલ્લાના અનેક જળપ્લાવિત વિસ્તારમાં વિદેશી પક્ષીઓ આવે છે. પરંતુ ગટરના ગંદાપાણીને કારણે જળપ્લાવિત વિસ્તારો ગંદા બની ગયા હોવાથી પક્ષીઓ  બિમાર પડી જતા હોવાની શક્યતા છે.

પક્ષી પ્રેમીઓએ  તંત્રને રજૂઆત કરી દુષિત પાણી જળપ્લાવિત વિસ્તારોમાં ભળતુ અટકાવી પક્ષીઓ માટે ખોરાક અને પાણીની યોગ્ય વ્યવસ્થા કરવા માંગણી કરી છે.

પોરબંદરના પક્ષીપ્રેમીઓએ જણાવ્યું છે કે, એશિયા, યુરોપ વગેરે દેશોમાં ઠંડીથી બચવા યાયાવર પક્ષીઓ આપણા દેશમાં આવે છે. પોરબંદરમાં પાંચ વર્ષથી આ પક્ષીઓની હાલત દયનીય બને છે. કારણ કે જયપ્લાવિત વિસ્તારો ગંદકીથી ભરેલા હોય છે. આ માટે સૌથી પહેલા ગટરનું પાણી જે નદીમાં જાય છે તેને ડાયવર્ટ કરી રોકવું જોઈએ.

wildstreakofnature.com

ગટરનાં પાણીને ચેકડેમની જેમ  પથ્થર અને રેતીની દિવાલવાળા એક ચેકડેમમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં ફેરવવું જોઈએ. જો આ પાણીમાં કેમીકલ સિવાયનો કચરો હશે તો પાણી ચોખ્ખુ થઈ જશે. આ પાણીમાં ઓકસીજન ભળે તેવું પણ કરવું જોઈએ. આ પક્ષીઓને  ખોરાક માટે જે માછલા જોઈએ તે ચોખ્ખા પાણીના કે ખારા પાણીના જે અનુકુળ હોય તે પુરા પાડવા જોઈએ.

આ માટે પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જોઈએ. પક્ષીઓને બેસવા માટે માઉન્ટ પથ્થર સ્ટેન્ડ અને પાણી છીછરૃ કરવા માટે નદીમાં પાણીમાં રેતી નાંખવી જોઈએ. કેમિકલ હોય તો દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ.આ પક્ષીઓ એકાદ માસમાં ચાલ્યા જશે પછી આપણને આ પક્ષી જોવા મળશે નહીં. તે દરમિયાન જ આ પક્ષીઓ બીમાર ન પડે તેવું કરવું જોઈએ.    ( News Source : www.gujaratsamachar.com )

- Advertisment -